IPL 2023 : ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં એક દાવમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે આ ખેલાડીઓ

આઈપીએલ શરુ થઈ ત્યારથી અત્યારસુધી ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં એક દાવમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડમાં લખનૌ, કોલકાતા, બેંગ્લોર, પંજાબ, દિલ્હી, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈર્ઝ હૈદરાબાદના ખેલાડીઓ ટોપ 10માં કબ્જો જમાવી બેઠા છે

IPL 2023 : ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં એક દાવમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે આ ખેલાડીઓ
| Edited By: | Updated on: May 01, 2023 | 1:42 PM

IPL 2013 દરમિયાન બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે પુણે વોરિયર્સ XI સામે રમતી વખતે વેસ્ટ ઈન્ડિયન ઓપનરે માત્ર 66 બોલમાં 175* રન બનાવ્યા હતા. તેનો આ રેકોર્ડ આજ દિવસ સુધી કોઈ તોડી શક્યું નથી. આ શાનદાર ઈનિગ્સ રમવા માટે ગેલે 13 ચોગ્ગા અને 17 છગ્ગા ફટકારીને 175* રન કર્યા હતા. એક દાયકા પછી, કોઈપણ બેટ્સમેન તેને ઓવરટેક કરવાની નજીક આવી શક્યો નથી.

 

IPLના ઈતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર પૂર્વ કિવી ઓપનર બ્રેન્ડન મેક્કુલમનો છે, જેમણે સીઝનની પહેલી જ મેચમાં 158* (73) સાથે લીગમાં એન્ટ્રી કરી હતી. મેક્કુલમ, જે તે સમયે કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો, તેણે RCB સામે 158 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર આવે છે ક્યૂ ડી કોક તેણે 70 બોલની મદદથી 140 રન બનાવ્યા હતા. ચોથા નંબર પર એ બી ડી વિલિયર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે 133ની ઈનિગ્સ રમી હતી. પાંચમા ક્રમે કેએલ રાહુલ છે જેણે 2020માં દુબઈમાં રમાયેલી આઈપીએલ મેચ દરમિયાન 132ની ઈનિગ્સ રમી હતી.

છઠ્ઠા નંબર પર ફરી એક વખત ગેલે બાજી મારી 2016માં તેણે 128ની ઈનિગ્સ રમી હતી, આમ ક્રમમાં ત્યારબાદ પંત 128, મુરલી વિજય 127, વોર્નર 126 ત્યારબાદ 11માં ક્રમે યશસ્વી જયસ્વાલે કબજો કર્યો છે. રાજસ્થાન રોયલ્સના ઓપનર બેટર યશસ્વી જયસ્વાલે કરિયરની પ્રથમ સદી નોંધાવી છે. જ્યારે સિઝનમાં આ ત્રીજી સદી નોંધાઈ છે.

જયસ્વાલે શરુઆતમાં જ પોતાનો મૂડ સેટ કરી લીધો

મુંબઈ ઈન્ડિયન્સ સામે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. રાજસ્થાનની ઓપનિંગ જોડીએ બેટ ખોલીને રમવાની શરુઆત કરી હોય એમ રમત બતાવી હતી. રાજસ્થાનના ઓપનરો તોફાની શરુઆત કરી હતી. જેમાં યશસ્વી જયસ્વાલની રમત શરુઆતથી આક્રમક જોવા મળી હતી. જયસ્વાલે પ્રથમ ઓવર લઈને આવેલા કેમરોન ગ્રીનના બોલ પર જ છગ્ગો જમાવી દીધો હતો. આગળની ઓવર લઈને જોફ્રા આર્ચર આવ્યો હતો. જેના બોલ પર ફરી એક છગ્ગો જમાવ્યો હતો. આમ જયસ્વાલે શરુઆતમાં જ પોતાનો મૂડ સેટ કરી લીધો હતો.

આ પણ વાંચો : IPL 2023 ના ઓરેન્જ અને પર્પલ કેપના દાવેદારો બદલાયા, હવે આ અનકેપ્ડ ભારતીય ખેલાડી ટોચ પર

21 વર્ષીય યુવા ઓપનરે મુંબઈના બોલરોને રવિવારે વાનખેડેમાં રીતસરના પરેશાન કરી દીધા હતા. જયસ્વાલે પોતાની અડધી સદી 32 બોલમાં પુરી કરી હતી. ત્યાર બાદ તેણે પોતાનુ આક્રમક સ્વરુપ વધારે તોફાની બનાવતા આતશી રમત દેખાડી હતી. 53 બોલમાં જ ઓપનર બેટરે પોતાની પ્રથમ સદીને પુરી કરી લીધી હતી.

ત્યારે આઈપીએલ શરુ થઈ ત્યારથી અત્યાર સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં એક દાવમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડમાં લખનૌ, કોલકાતા, બેંગ્લોર, પંજાબ, દિલ્હી ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈર્ઝ હૈદરાબાદના ખેલાડીઓ ટોપ 10માં કબ્જો જમાવી બેઠા છે, ત્યારે આ લિસ્ટમાં રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલે પણ એન્ટ્રી કરી લીધી છે. તે 11માં ક્રમે આવી ગયો છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…