IPL ના ઇતિહાસમાં અત્યાર સુધી આ ખેલાડીઓએ સૌથી વધારે વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો

|

Mar 12, 2022 | 10:37 PM

IPL ના ઇતિહાસમાં અત્યાર સુધી મહેન્દ્ર સિંહ ધોની 17 વાર મેન ઓફ ધ મેચનું ટાઇટલ જીતી ચુક્યો છે.

IPL ના ઇતિહાસમાં અત્યાર સુધી આ ખેલાડીઓએ સૌથી વધારે વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો
Ab de Villiars (PC: IPL)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ખરીદાયેલા તમામ ખેલાડીઓ પોત પોતાની ફ્રેન્ચાઈઝી માટે 100 ટકા આપવાનો પ્રયાસ કરે છે અને લીગની દરેક મેચમાં અસરકારક પ્રદર્શન કરવાનો પ્રયાસ કરે છે. ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને મેચ બાદ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવે છે. ખેલાડીઓ તેમની ટીમોને મહત્વપૂર્ણ રમતો જીતવામાં મદદ કરવા માટે અવિશ્વસનીય કુશળતા દર્શાવે છે. એવું જરૂરી નથી કે સૌથી વધુ રન અથવા વિકેટ લેનાર ખેલાડીને જ પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવે. ક્યારેક આ એવોર્ડ એવા ખેલાડીને પણ આપવામાં આવે છે જેણે ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હોય. ત્યારે અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે IPL ઈતિહાસમાં સૌથી વધુ વખત આ ખિતાબ જીત્યો છે.

મહેન્દ્ર સિંહ ધોનીઃ 17

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના સફળ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ આ યાદીમાં ટોચના પાંચમાં સ્થાન જાળવી રાખ્યું છે. ધોનીએ તેની આઈપીએલ કારકિર્દીમાં અત્યાર સુધી 204 મેચ રમી છે. જેમાં તેણે 40.99 ની સરેરાશથી 4632 રન બનાવ્યા છે અને તેના શાનદાર પ્રદર્શનને કારણે તેને 17 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચુક્યો છે. ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઇની ટીમ 4 વખત IPL ટાઈટલ જીતી ચુક્યું છે.

ડેવિડ વોર્નરઃ 17

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ ઓસ્ટ્રેલિયાના શાનદાર બેટ્સમેનોમાંના એક ડેવિડ વોર્નરના નેતૃત્વમાં 2016માં IPL ટાઇટલ જીત્યું હતું. વોર્નરે આઈપીએલમાં 142 મેચ રમી છે. જેમાં આ ખેલાડીએ 17 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. ઉપરાંત તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 48 અડધી સદી ફટકારનાર ખેલાડી છે. વોર્નરે અત્યાર સુધી IPLમાં 42.71 ની એવરેજથી 5254 રન બનાવ્યા છે.

ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video
BSNLનો 84 દિવસનો સસ્તામાં સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, માત્ર આટલી કિંમત
કુંડળીમાં છે શની દોષ તો શનિદેવને અર્પણ કરો આ તેલનો દીવો

રોહિત શર્માઃ 18

મુંબઈ ઈન્ડિયન્સનો સુકાની રોહિત શર્મા તેની કેપ્ટન્સી તેમજ ઓપનર તરીકેની તોફાની ઈનિંગ્સ માટે જાણીતો છે. તેણે મુંબઈ ટીમ માટે પ્રભાવશાળી ઇનિંગ્સ રમી છે અને 18 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. હિટમેન આ યાદીમાં ત્રીજા સ્થાને છે અને તેણે અત્યાર સુધી 31.31 ની એવરેજ અને 130.61ના સ્ટ્રાઈક રેટથી 5230 રન બનાવ્યા છે. તેની આગેવાની હેઠળ મુંબઈ ટીમ પાંચવાર આઈપીએલમાં ચેમ્પિયન બન્યું છે.

ક્રિસ ગેલઃ 22

બોલને બાઉન્ડ્રીની પાર સરળતાથી લઈ જનાર ડાબા હાથના બેટ્સમેન ક્રિસ ગેલે પોતાના શાનદાર પ્રદર્શનને કારણે 142 મેચમાં 22 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. આઈપીએલમાં ક્રિસ ગેઈલના નામે રેકોર્ડ 6 સદી અને 31 અર્ધસદી છે. IPL માં તેના નામે 150.11 ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 4772 રન છે.

એબી ડી વિલિયર્સઃ 23

એબી ડી વિલિયર્સને 360 ડિગ્રી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તેણે મહત્વપૂર્ણ ફિનિશર તરીકે તેની ભૂમિકા ભજવી છે. ડી વિલિયર્સ આઈપીએલના ઈતિહાસમાં કુલ 184 મેચ રમ્યો છે અને 23 વખત પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો છે અને તે આ યાદીમાં પ્રથમ ક્રમે છે. તેણે 156 ઇનિંગ્સમાં 151.91ના અકલ્પનીય સ્ટ્રાઇક રેટ સાથે 4849 રન બનાવ્યા છે.

આ પણ વાંચો : IPL 2022: ફાફ ડુ પ્લેસિસ કેપ્ટન બનતા વિરાટ કોહલીએ આપી મોટી પ્રતિક્રિયા, Video

આ પણ વાંચો : IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ ખેલાડીને કેપ્ટન જાહેર કર્યો, જુઓ વિરાટ કોહલીએ શું આપી પ્રતિક્રિયા?

Next Article