ICC Wolrd Cup 2023 : આ 15 ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને જીતાડશે વર્લ્ડ કપ ! જાણો સંભવિત ભારતીય ટીમ વિશે

દરેક વર્લ્ડ કપની જેમ આ વખતે પણ ટૂર્નામેન્ટ માટે માત્ર 15 ખેલાડીઓની ટીમ પસંદ કરી શકાશે. ફિટનેસની સમસ્યાને કારણે ભારતીય ટીમ છેલ્લા કેટલાક મહિનાઓથી તેના ઘણા ખેલાડીઓ વિના રમી રહી છે.

ICC Wolrd Cup 2023 : આ 15 ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને જીતાડશે વર્લ્ડ કપ ! જાણો સંભવિત ભારતીય ટીમ વિશે
Team India
| Edited By: | Updated on: Jun 27, 2023 | 7:56 PM

ભારતીય ક્રિકેટ ટીમ 12 વર્ષ પછી ફરીથી વિશ્વ ચેમ્પિયન બનવાનું અભિયાન શરૂ કરશે. આ પહેલા ટીમમાં કોને સ્થાન મળશે, કોણ શું ભાગ ભજવશે, જેવા અનેક સવાલો ફેન્સના મનમાં છે. ટીમ ઈન્ડિયા 15 સભ્યોની ટીમ જાહેર કરી શકે છે, જેઓ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવી શકે છે.

શ્રેયસ અને સૂર્યકુમાર વચ્ચે સ્પર્ધા

ભારતીય ટીમની બેટિંગમાં ટોપ ઓર્ડરમાં પ્રથમ ત્રણ સ્થાન નક્કી જ છે – કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડી અને ત્રીજા નંબરે વિરાટ કોહલીની છે. મિડલ ઓર્ડરમાં ઇન્ફોર્મ સૂર્યકુમાર યાદવ અને ઇજાથી પરેશાન શ્રેયસ વચ્ચે ચોથા સ્થાન માટે સ્પર્ધા રહેશે. જો શ્રેયસ અય્યર ફિટ રહે છે અને ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા મેચ પ્રેક્ટિસ કરે છે, તો ચોથા નંબર પર તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. સૂર્યકુમાર યાદવના સ્થાનનો સૌથી મોટો પ્રશ્ન રહેશે અને જો તે આ ફોર્મેટમાં પોતાને વર્લ્ડ કપ પહેલા જેટલી તકો મળશે તે પ્રમાણે સાબિત કરે છે તો ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે.

વિકેટકીપર કોણ હશે?

ટીમ ઈન્ડિયામાં વિકેટકીપરનું સિલેક્શન કરવું અઘરું રહેશે. રિષભ પંત ઈજાના કારણે લગભગ ટીમથી બહાર જ રહેશે, એવામાં ઇશાન કિશન અને સંજુ સેમસન વચ્ચે સ્પર્ધા જામશે. આમ છતાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે કેએલ રાહુલ પ્રથમ પસંદગી હશે. તેનું એક મોટું કારણ તેની બેકઅપ ઓપનર તરીકેની જવાબદારી પણ છે. તેમજ મિડલ ઓર્ડરમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું છે.

ઓલરાઉન્ડર-બોલરોનું સ્થાન લગભગ નક્કી

ટીમ ઈન્ડિયા પાસે ઓલરાઉન્ડર માટે સારા વિકલ્પો છે. હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા માત્ર ટીમમાં જ નહીં પરંતુ પ્લેઈંગ ઈલેવનનો પણ ભાગ હશે. સ્પિન-ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને પેસર-ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર વચ્ચે પ્લેઇંગ 11માં સ્થાન માટે સ્પર્ધા થશે. બોલિંગમાં જો ફિટ થશે તો બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવશે. ભારત ત્રણ ફાસ્ટર અને બે સ્પિનરનું બોલિંગ કોમ્બિનેશન ફોલો કરશે. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ પણ સ્પિનર તરીકે ટીમમાં જગ્યા બનાવશે.

વર્લ્ડ કપ માટે સંભવિત ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો