IND vs PAK : વર્લ્ડ કપ પહેલા જ શરૂ થયું યુદ્ધ, PCBએ ICCને પત્ર લખીને BCCIની ફરિયાદ કરી

ભલે ODI વર્લ્ડ કપ શરૂ થવામાં થોડો સમય બાકી હોય, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. PCBએ વિઝા મુદ્દે ICCને પત્ર લખીને BCCIની ફરિયાદ કરી છે. પાકિસ્તાનને 27 સપ્ટેમ્બરે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમવાની છે, પરંતુ તે ભારત આવી શક્યું નથી.

IND vs PAK : વર્લ્ડ કપ પહેલા જ શરૂ થયું યુદ્ધ, PCBએ ICCને પત્ર લખીને BCCIની ફરિયાદ કરી
India vs Pakistan
| Edited By: | Updated on: Sep 25, 2023 | 8:37 PM

ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની શરૂઆત થવા જઈ રહી છે અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 5મી ઓક્ટોબરે રમાવાની છે. ચોંકાવનારી વાત એ છે કે પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ ટીમને હજુ સુધી વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે વિઝા મળ્યા નથી, જે બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને પત્ર લખીને આ આ મામલાને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે.

ICCને પત્ર લખી વિઝા અંગે ચિંતા વ્યક્ત કરી

પાકિસ્તાને તેની પ્રથમ વોર્મ-અપ મેચ 29 સપ્ટેમ્બરે રમવાની છે, તે પહેલા ટીમે 27 સપ્ટેમ્બરે હૈદરાબાદ પહોંચવાનું છે. પરંતુ હજુ સુધી પાકિસ્તાની ટીમ અને તેમના સપોર્ટ સ્ટાફને વિઝા મળી શક્યા નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રવક્તા ઓમર ફારૂકના જણાવ્યા અનુસાર બોર્ડે ICCને પત્ર લખીને વર્લ્ડ કપ માટે વિઝા મેળવવામાં આવી રહેલી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

પાકિસ્તાની ટીમને હજી સુધી ભારતના વિઝા મળ્યા નથી

PCBએ નિવેદનમાં કહ્યું છે કે તે ખૂબ જ દુઃખદ છે કે પાકિસ્તાની ટીમને આ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે, તે પણ ત્યારે જ્યારે સૌથી મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જવાનું હોય. PCBએ કહ્યું કે અમારે વોર્મ-અપ મેચ પહેલા અમારી યોજના સંપૂર્ણપણે બદલવી પડી, કારણ કે ખેલાડીઓને હજુ સુધી ભારત જવાની પરવાનગી મળી નથી.

આ પણ વાંચો : અશ્વિનની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, 44 વર્ષીય કેપ્ટન બન્યો CPL ચેમ્પિયન

પાકિસ્તાન ક્રિકેટ ટીમ સીધી હૈદરાબાદ આવશે

પાકિસ્તાન ક્રિકેટ ટીમ પહેલા દુબઈમાં થોડા દિવસ રોકાવાની હતી અને પછી ભારત જવા રવાના થવાની હતી. પરંતુ ભારત તરફથી વિઝા ન મળવાને કારણે પાકિસ્તાને તેની ટીમ બોન્ડિંગ પ્લાનને કેન્સલ કરવો પડ્યો હતો અને ફરીથી આખો પ્લાન બનાવવો પડ્યો હતો. પાકિસ્તાને તેની બે વોર્મ-અપ મેચો અને બે શરૂઆતી લીગ મેચો હૈદરાબાદમાં જ રમવાની છે, તેથી હવે ટીમ સીધી હૈદરાબાદ આવશે.

વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનનું શેડ્યૂલ :

  • 29 સપ્ટેમ્બર vs  ન્યુઝીલેન્ડ (વોર્મ અપ મેચ)
  • 3 ઓક્ટોબર vs  ઓસ્ટ્રેલિયા (વોર્મ અપ મેચ)
  • 6 ઓક્ટોબર vs  નેધરલેન્ડ
  • 10 ઓક્ટોબર vs શ્રીલંકા
  • 14 ઓક્ટોબર vs ભારત
  • 20 ઓક્ટોબર vs ઓસ્ટ્રેલિયા
  • 23 ઓક્ટોબર vs અફઘાનિસ્તાન
  • 27 ઓક્ટોબર vs દક્ષિણ આફ્રિકા
  • 31 ઓક્ટોબર vs બાંગ્લાદેશ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો