અત્યાર સુધી IPL જીતવામાં નિષ્ફળ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આગામી સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. RCBએ પોતાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યા છે. RCBએ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કોચ એન્ડી ફ્લાવર (Andy Flower) ને ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે RCBએ ટીમ ડાયરેક્ટર માઈક હેસન અને મુખ્ય કોચ સંજય બાંગરનો કાર્યકાળ ન વધારવાનો નિર્ણય લીધો છે અને બંનેનો આભાર માન્યો છે.
ફ્રેન્ચાઇઝીએ શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. ફ્લાવર જોકે IPLમાં આ પહેલા પણ કામ કરી ચૂક્યો છે. ફ્લાવરે બેંગ્લોર પહેલા લખનૌ સુપરજાયન્ટ્સ સાથે કામ કર્યું છે. લખનૌને IPLમાં માત્ર બે વર્ષ થયાં છે અને આ ટીમ બનાવવામાં ફ્લાવરે મહત્વની ભૂમિકા ભજવી હતી. ફ્લાવરના કોચિંગમાં લખનૌએ સતત બંને વર્ષ (2022 અને 2023માં) પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. લખનૌ પહેલા ફ્લાવરે પંજાબ કિંગ્સ સાથે પણ કામ કર્યું હતું.
We are beyond thrilled to welcome and winning coach as the of RCB Men’s team.
Andy’s experience of coaching IPL & T20 teams around the world, and leading his teams to titles… pic.twitter.com/WsMYGCkcYT
— Royal Challengers Bangalore (@RCBTweets) August 4, 2023
ઈંગ્લેન્ડ એવી ટીમ છે જેણે બે T20 વર્લ્ડ કપ જીત્યા છે. આ ટીમે 2010માં પોલ કોલિંગવૂડની કપ્તાની હેઠળ તેનો પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને તે સમયે ફ્લાવર ટીમનો મુખ્ય કોચ હતો. કોઈપણ ફોર્મેટમાં ઈંગ્લેન્ડની આ પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી હતી. જ્યારે તેણે ઈંગ્લેન્ડની ટીમ છોડી ત્યારે તેણે કહ્યું હતું કે 2010માં ટીમ સાથે T20 વર્લ્ડ કપની જીત ઈંગ્લેન્ડની ટીમ સાથે વિતાવેલી શ્રેષ્ઠ પળોમાંથી એક છે. તેમના કોચ તરીકે ઈંગ્લેન્ડે 2010-11માં ઘરઆંગણે એશિઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવ્યું હતું અને ભારતમાં ટેસ્ટ શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું.
We thank and for their commendable work during the stints as and of RCB. #PlayBold #ನಮ್ಮRCB @CoachHesson pic.twitter.com/Np2fLuRdC0
— Royal Challengers Bangalore (@RCBTweets) August 4, 2023
RCBની ટીમ ત્રણ વખત IPLની ફાઇનલમાં પહોંચી છે પરંતુ એક પણ વખત વિજેતા બની શકી નથી. એન્ડી ફ્લાવર મુખ્ય કોચ બન્યા બાદ RCBના ખિતાબના દુકાળને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે. ફ્લાવર અગાઉ પણ IPLમાં કામ કરી ચૂક્યો છે. આ સિવાય તેણે વિશ્વની અન્ય ફ્રેન્ચાઈઝી લીગમાં કોચ તરીકે કામ કર્યું છે. તે વર્ષ 2020માં કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ લુસિયા ઝુક્સ સાથે હતો. તે 2021માં પાકિસ્તાન સુપર લીગમાં મુલ્તાન-સુલ્તાન્સ સાથે હતો અને અહીંથી લખનઉ આવ્યો હતો. 2023માં તે ILT20 લીગમાં ગલ્ફ જાયન્ટ્સનો કોચ હતો.
Published On - 8:37 pm, Fri, 4 August 23