પાકિસ્તાન (Pakistan)ના ફાસ્ટ બોલર વહાબ રિયાઝે (Wahab Riaz) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જોકે, તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. પરંતુ, તેણે તાત્કાલિક અસરથી તેની 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
વહાબે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પાકિસ્તાન માટે 27 ટેસ્ટ, 91 વનડે અને 36 T20 મેચ રમી છે. તેણે તેની છેલ્લી મેચ વર્ષ 2020માં રમી હતી. આપને જણાવી દઈએ કે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં વહાબે વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ હવે તેની નિવૃત્તિથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે 2023નો વર્લ્ડ કપ નહીં રમે. વહાબ પાકિસ્તાન માટે 2011, 2015 અને 2019નો વર્લ્ડ કપ રમ્યો છે.
🏏 Stepping off the international pitch
🌟 After an incredible journey, I’ve decided to retire from international cricket. Big thank you to PCB, my family, coaches, mentors, teammates, fans, and everyone who supported me. 🙏
Exciting times ahead in the world of franchise…
— Wahab Riaz (@WahabViki) August 16, 2023
વહાબ પાકિસ્તાન સુપર લીગ 2023માં પેશાવર ઝાલ્મી તરફથી રમતો જોવા મળ્યો હતો. તે હાલમાં જ પાકિસ્તાનના રાજકારણમાં જોડાયો છે અને આ વર્ષે જાન્યુઆરીથી ત્યાં પંજાબ પ્રાંતના રમતગમત મંત્રીની ભૂમિકા ભજવી રહ્યો છે. ડાબા હાથના ફાસ્ટ બોલરે ટ્વીટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે માહિતી આપી હતી.
વહાબે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે. તે પોતાની શાનદાર કારકિર્દી માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આભારી છે. તેણે પોતાના કોચ અને સાથી ખેલાડીઓનો પણ આભાર માન્યો હતો.
JUST IN: Pakistan pace bowler Wahab Riaz has announced his retirement from international cricket 🏏
He picked up 237 wickets in 154 internationals, including 3 five-wicket hauls 🇵🇰 pic.twitter.com/IHUr9YKWqk
— ESPNcricinfo (@ESPNcricinfo) August 16, 2023
આ પણ વાંચો : એશિયા કપમાં કે.એલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં રમાડવા અંગે રવિ શાસ્ત્રીનું ચોંકાવનારું નિવેદન
ટેસ્ટ ક્રિકેટમાં વહાબ રિયાઝે પાકિસ્તાન માટે 34.50ની એવરેજથી 83 વિકેટ લીધી છે. ODI ક્રિકેટમાં તેણે 34.30ની એવરેજથી 120 વિકેટ લીધી છે. જ્યારે T20 ઈન્ટરનેશનલમાં વહાબે 28.55ની એવરેજથી 34 વિકેટ લીધી છે.