મોટા સમાચાર : IPL મીની હરાજીની તારીખ જાહેર, ભારતમાં જ થશે હરાજી

(Ipl)તમામ ફ્રેન્ચાઈઝીઓને 15 નવેમ્બર સુધીમાં તેમના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. દરમિયાન, ફ્રેન્ચાઇઝીઓના પર્સ વિશે પણ સારા સમાચાર આવ્યા છે.

મોટા સમાચાર : IPL મીની હરાજીની તારીખ જાહેર, ભારતમાં જ થશે હરાજી
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Nov 10, 2022 | 11:52 AM

આ સમયે સમગ્ર દેશની નજર T20 વર્લ્ડ કપ પર છે, જ્યાં ભારત 10 નવેમ્બરે એટલે કે, આજે ઈંગ્લેન્ડ સાથે સેમીફાઈનલ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ટૂર્નામેન્ટ પૂરી થયા પછી, દરેકની નજર IPL પર ટકેલી છે, કારણ કે 15 નવેમ્બર સુધીમાં તમામ ફ્રેન્ચાઇઝીએ તેમના રિલીઝ-રિટેન કરાયેલા ખેલાડીઓની લિસ્ટ આપવાનું છે. આ દરમિયાન, હવે IPL 2023 ની મીની હરાજી વિશે મોટા સમાચાર આવ્યા છે. ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, હરાજી ભારતની બહાર કરવામાં આવશે નહીં. તેની તારીખ જાહેર કરવામાં આવી છે. IPLની મીની હરાજી 23 ડિસેમ્બરે યોજાશે અને કોચીમાં ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે.

 

પ્રથમ ઓક્શનનું આયોજન ઈસ્તુંબલમાં કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો હતો પરંતુ આ પ્લાનિંગને ડ્રોપ કરવામાં આવી છે. આ વચ્ચે ફ્રેન્ચાઈઝિઓના પર્સને લઈ સારા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દરેક ટીમને પર્સમાં બાકી રહેલી રકમ ઉપરાંત ખર્ચ કરવા માટે વધારાના 5 કરોડ રૂપિયા મળશે.

15 નવેમ્બરના રોજ બીસીસીઆઈની ડેડલાઈન

તમામ 10 ફેન્ચાઈઝી હાલમાં બીસીસીઆઈએ આપેલી ડેડલાઈન પર કામ કરી રહી છે. સ્ક્વોડમાં ક્યાં ખેલાડીને રાખવા છે અને ક્યાં ખેલાડીને રિલીઝ કરવા છે. તેનું લિસ્ટ ફેન્ચાઈઝીઓને 15 નવેમ્બર સુધી આપવાનું રહશે એટલે કે, ફેન્ચાઈઝીની પાસે પોતાનું લિસ્ટ જમા કરાવવા માટે અઠવાડિયાનો સમય જ બચ્યો છે., આવી સ્થિતિમાં છાવણીમાં પણ ખળભળાટ મચી ગયો છે.

4 ટીમોની ટક્કર

દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાંથી રિટેન કરાયેલા ખેલાડીઓના વધુ સમાચાર આવી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો પહેલા સમાચાર આવી રહ્યા હતા કે આઈપીએલની બીજી સૌથી સફળ ટીમ રવિન્દ્ર જાડેજાને રિલિઝ કરવાની યોજના બનાવી રહી છે, પરંતુ આ દરમિયાન સમાચાર આવ્યા કે એમએસ ધોનીએ ફ્રેન્ચાઈઝીને જાડેજાને રિટેન કરવા કહ્યું છે.

ધવન બન્યો પંજાબ કિંગ્સનો કેપ્ટન

આઈપીએલ 2022માં 5માં સ્થાન પર રહેનારી દિલ્હી કેપિટલ્સ સીએસકે પાસેથી જાડેજાને ખરીદવાની હતી પરંતુ ધોનીના એક પગલાને કારણે આવું થઈ શક્યું નહિ, પંજાબ કિંગ્સની વાત કરીએ તો શિખર ધવનને પોતાનો નવો કેપ્ટન જાહેર કર્યો છે. ધવને મયંક અગ્રવાલને રિપ્લેસ કર્યો છે.