ન્યુઝીલેન્ડે (New Zealand) ઈંગ્લેન્ડ સામેની ODI સીરિઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. 15 સભ્યોની ટીમ અનુભવથી સજ્જ છે, જેનું નેતૃત્વ ટોમ લાથમ કરશે. ઈંગ્લેન્ડ સામે પસંદ કરાયેલી કીવી ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ (Trent Boult)ની 11 મહિના બાદ વાપસી થઈ છે. બોલ્ટની વાપસીથી ન્યુઝીલેન્ડની બોલિંગ તાકાતમાં વધારો થયો છે. આના દ્વારા તેણે ભારતમાં યોજાનારા ODI વર્લ્ડ કપને લઈને પોતાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો છે. ટ્રેન્ટ બોલ્ટે વિશ્વભરની T20 લીગમાં રમવાના હેતુથી ન્યૂઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે 8થી 15 સપ્ટેમ્બર સુધી ODI સીરિઝ રમાશે. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ આ શ્રેણીમાંથી વાપસી કરી રહ્યો છે, ત્યારે કેન વિલિયમસનની ટીમમાં વાપસીના કોઈ સમાચાર નથી. વિલિયમસનની જેમ માઈકલ બ્રેસવેલ પણ ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે ઉપલબ્ધ થઈ શક્યો નથી. આ વર્ષે જૂનમાં તેને ઈજા થઈ હતી.
ટ્રેન્ટ બોલ્ટે ન્યૂઝીલેન્ડ માટે છેલ્લી વનડે 11 સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જે બાદ હવે તે સીધો ઈંગ્લેન્ડ સાથે સીરિઝમાં રમતો જોવા મળશે. એટલે કે એક વર્ષ પછી બોલ્ટ ODIના રમવા ક્રિકેટના મેદાનમાં ઉતરશે. બોલ્ટને ન્યુઝીલેન્ડ માટે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે.
Squad News | @Tomlatham2 will lead an experienced ODI squad against @englandcricket this September. Read more – https://t.co/WTXgLhhkZG #ENGvNZ pic.twitter.com/5Je9qYGAur
— BLACKCAPS (@BLACKCAPS) August 8, 2023
ઈંગ્લેન્ડની સાથે ન્યુઝીલેન્ડને પણ વનડે સીરિઝ પહેલા T20 સીરિઝ રમવાની છે. T20 સીરિઝ 30 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી યોજાશે. માર્ક ચેપમેન અને જીમી નીશમ T20 સીરિઝમાં ન્યુઝીલેન્ડની ટીમનો ભાગ હશે, પરંતુ પ્રથમ બાળકના જન્મને કારણે તે ODI સીરિઝર મી શકશે નહીં. ઈશ સોઢીની યોજના પણ એવી જ છે. જો કે, તેમનું કારણ અલગ છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના જણાવ્યા અનુસાર, સોઢી ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલ પહેલા પરિવાર સાથે સમય પસાર કરવા માટે ODI શ્રેણી નહીં રમે.
ટોમ લાથમ (કેપ્ટન), ટ્રેન્ટ બોલ્ટ, ફિન એલન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, કાયલ જેમીસન, એડમ મિલ્ને, ડેરીલ મિશેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, વિલ યંગ