‘ધ હંડ્રેડ’ (The Hundred) એટલે 100 બોલની ક્રિકેટ ટુર્નામેન્ટ જે ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. 7મી ઓગસ્ટે આ ટૂર્નામેન્ટની મહિલા એડિશનમાં એક નવો રેકોર્ડ સર્જાયો હતો. આવું પહેલીવાર બન્યું જ્યારે કોઈ બોલરે ધ હંડ્રેડમાં 5 વિકેટ લેવાનું કારનામું કર્યું હોય અને, જેણે આ અદ્ભુત કામ કર્યું તે ઇંગ્લેન્ડની રાઇટ આર્મ સ્પિનર ફારિથા મોરિસ (Fi Morris) હતી. આ 29 વર્ષીય સ્પિનરના બોલ ‘ધ હન્ડ્રેડ’ની પિચ પર એવી રીતે ફર્યા કે બેટ્સમેનો બેટિંગ કરવાનું જ ભૂલી ગયા.
History-maker. 🗞#TheHundred pic.twitter.com/CC9axUaT5i
— The Hundred (@thehundred) August 7, 2023
આ મેચ માન્ચેસ્ટર ઓરિજિનલ અને બર્મિંગહામ ફોનિક્સની મહિલા ટીમો વચ્ચે હતી. આ મેચમાં ફારિથા મોરિસ માન્ચેસ્ટર ઓરિજિનલ તરફથી રમી રહી હતી. મેચમાં પ્રથમ બેટિંગ બર્મિંગહામની હતી, તેથી મોરિસને જલ્દી બોલ પર પ્રભુત્વ મેળવવાનો મોકો મળ્યો.બર્મિંગહામે જે રીતે રમતની શરૂઆત કરી હતી, તેઓ તેને જાળવી શક્યા નહોતા. તેમણે સતત વિકેટ ગુમાવી હતી. જેની પાછળનું કારણ ફારિથા મોરિસ હતી. મોરિસે બર્મિંગહામના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધું હતું.
ફારિથા મોરિસે મેચમાં એક પછી એક બર્મિંગહામના 5 બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. અને તેણે આ પાંચ વિકેટ માત્ર 16 બોલમાં લીધી હતી. આ દરમિયાન તેણે 11 ડોટ બોલ ફેંક્યા, જ્યારે માત્ર 7 રન આપ્યા. આ મજબૂત પ્રદર્શન સાથે મોરિસે મહિલા ધ હન્ડ્રેડમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. મહિલા ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં 5 વિકેટ લેનારી તે પ્રથમ ખેલાડી બની હતી.
The moment Fi Morris took her 5️⃣th wicket! 😍#TheHundred pic.twitter.com/OFAgWN3eOc
— The Hundred (@thehundred) August 7, 2023
મોરિસના આ શાનદાર પ્રદર્શનની અસર એ થઈ કે બર્મિંગહામની ટીમ માત્ર 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. તે પૂરા 100 બોલ પણ રમી શકી નહોતી. હવે માન્ચેસ્ટર ઓરિજિનલ્સની સામે 88 રનનો ટાર્ગેટ હતો. જોકે, તેનો પીછો કરવો તેના માટે પણ આસાન રહ્યો નહીં. માન્ચેસ્ટરે 99માં બોલ પર જઈને આ લક્ષ્યાંક હાંસલ કર્યો અને આ દરમિયાન 5 વિકેટ પણ ગુમાવી દીધી. મોરિસને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવી હતી.