IPL 2022: રાજસ્થાન રોયલ્સના ફિલ્ડિંગ કોચે યુઝવેન્દ્ર ચહલની મજા લીધી, કહ્યું- ’10 રૂપિયાની પેપ્સી, યુઝી ભાઈ…’

|

Mar 30, 2022 | 9:10 PM

IPL 2022 માં મંગળવારે રમાયેલી મેચમાં યુઝવેન્દ્ર ચહલે બોલિંગ કરી હતી. રાજસ્થાન ટીમે શાનદાર પ્રદર્શન કરતા હૈદરાબાદ ટીમને 61 રને માત આપી હતી.

IPL 2022: રાજસ્થાન રોયલ્સના ફિલ્ડિંગ કોચે યુઝવેન્દ્ર ચહલની મજા લીધી, કહ્યું- 10 રૂપિયાની પેપ્સી, યુઝી ભાઈ...
Yuzvendra Chahal

Follow us on

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એ મંગળવારે રમાયેલી IPL 2022 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર બોલિંગ કરી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં માત્ર 22 રન આપીને મહત્વની 3 વિકેટ ઝડપી હતી. હૈદરાબાદ સામેની મેચમાં તેના શાનદાર પ્રદર્શન બાદ જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં પરત ફરી રહ્યો હતો ત્યારે રાજસ્થાન રોયલ્સ ટીમના ફિલ્ડિંગ કોચે યુઝવેન્દ્ર ચહલ માટે નારા લગાવ્યા હતા. ફિલ્ડિંગ કોચ દિશાંત યાજ્ઞિક બૂમો પાડવા લાગ્યા, ’10 રૂપિયા પેપ્સી, યુજી ભૈયા સેક્સી’ આ સ્લોગન સાંભળીને યુઝવેન્દ્ર ચહલ પણ હસવા લાગ્યો હતો.

રાજસ્થાન રોયલ્સની સોશિયલ મીડિયાની ટીમે દિશાંત યાજ્ઞિકના નારા લગાવતા આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમાં લખ્યું છે કે પુણેના સ્ટેડિયમમાં ડ્રેસિંગ રૂમમાં જતી વખતે આ નારા લગાવવામાં આવ્યા હતા. રાજસ્થાન રોયલ્સના આ ટ્વિટ પર દિશાંત યાજ્ઞિકે જવાબ આપ્યો અને લખ્યું કે લાગે છે કે આ મારો અવાજ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

IPL 2022 માં રાજસ્થાન રોયલ્સ ટીમની ધમાકેદાર શરૂઆત

પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરી અને શરૂઆતની ઓવરોમાં ખૂબ જ સાવચેતી પૂર્વક બેટિંગ કરી હતી. ટીમની ઓપનિંગ જોડીએ પાવર પ્લેમાં ઘણા વધારાના રનના કારણે 58 રન બનાવ્યા હતા. જોસ બટલર (35) અને યશસ્વી જયસ્વાલે (20) ટીમને સારી શરૂઆત અપાવી હતી. બાદમાં, સંજુ સેમસન (55), પદ્દીકલ (41) અને હેટમાયર (32)ની ઇનિંગ્સની મદદથી રાજસ્થાને નિર્ધારિત ઓવરમાં સ્કોરબોર્ડ પર 210 રન બનાવ્યા હતા.

જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે એક સમયે માત્ર 37 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારબાદ માર્કરમ, શેફાર્ડ અને વોશિંગટન સુંદરની શાનદાર ઇનિંગને પગલે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 149 રન સુધી પહોંચી શકી હતી. પણ જીતવામાં સફળ રહી ન હતી. માર્કરમે 41 બોલમાં 57 રન, શેફાર્ડે 18 બોલમાં 24 રન અને વોશિંગટન સુંદરે 14 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આક્રમક 40 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાન ટીમે આ મેચ 61 રને જીતી લીધી હતી અને લીગમાં જીત સાથે શરૂઆત કરી હતી.

આ પણ વાંચો : RCB vs KKR Match Live Cricket Score, IPL 2022: બેંગ્લોરે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી

આ પણ વાંચો : IPL 2022: રાજસ્થાન રોયલ્સ સામે હાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો ખરાબ રેકોર્ડ નોંઘાયો, જાણો શું છે આ રેકોર્ડ

Next Article