IPL ના ઈતિહાસનો સૌથી ફાસ્ટ બોલ ફેકનાર બોલર, જુઓ ટોપ 5માં કોનો સમાવેશ થાય છે

|

Apr 17, 2022 | 9:51 PM

IPL 2022: આઈપીએલ હંમેશા બેટ્સમેનની રમત માનવામાં આવે છે. જો કે આ પછી પણ ઘણી વખત ફાસ્ટ બોલરો પોતાની સ્વિંગ અને સ્પીડથી ચાહકોનું દિલ જીતી લે છે.

IPL ના ઈતિહાસનો સૌથી ફાસ્ટ બોલ ફેકનાર બોલર, જુઓ ટોપ 5માં કોનો સમાવેશ થાય છે
Fast Bowlers (PC: TV9)

Follow us on

આઈપીએલ (IPL) હંમેશા બેટ્સમેનની રમત માનવામાં આવે છે. જો કે આ પછી પણ ઘણી વખત ફાસ્ટ બોલરો પોતાની સ્વિંગ અને સ્પીડથી ચાહકોનું દિલ જીતી લે છે. IPL ના ઈતિહાસમાં ઘણા ફાસ્ટ બોલરોએ (Fast Bowler) પોતાની સ્પીડથી બેટ્સમેનોને દંગ કરી દીધા છે. તેમાંથી પાંચ બોલરોનો અહીં ઉલ્લેખ કરીએ છીએ, જેમણે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો છે.

એનરિચ નોર્તજેઃ 156.22 kmph, 155.21 kmph, 154.74 kmph, 154.21 kmph

દક્ષિણ આફ્રિકાનો આ ફાસ્ટ બોલર પોતાની ઝડપ અને નિયંત્રણથી દુનિયાભરના બોલરોના હોશ ઉડાવી રહ્યો છે. તે IPL માં સૌથી ઝડપી બોલર પણ છે. તેણે 2022 માં રાજસ્થાન સામે IPL ના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. આ દરમિયાન તેનો સામનો જોસ બટલર સામે થયો હતો.

ડેલ સ્ટેનઃ 154.40 kmph

પોતાના સમયમાં ડેલ સ્ટેન વિશ્વનો સૌથી ખતરનાક બોલર હતો. તે દક્ષિણ આફ્રિકા તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. તેણે 2012 IPL માં ડેક્કન ચાર્જર્સ તરફથી રમતી વખતે લગભગ 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કાગિસો રબાડાઃ 154.23 kmph, 153.91 kmph

દક્ષિણ આફ્રિકાનો આ બોલર છેલ્લા ઘણા સમયથી IPL માં પોતાનો દમદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે IPL માં 16 વખત 150 KM/H થી વધુની ઝડપે બોલિંગ કરી છે. IPL માં તેનો સૌથી ઝડપી બોલ 154.23 kmph છે.

લોકી ફર્ગ્યુસનઃ 153.84 kmph

ફર્ગ્યુસન ઘણા વર્ષોથી વિશ્વના સૌથી ઝડપી બોલરોમાંથી એક છે. તેણે IPL 2020 માં પોતાની સ્પીડનો જાદુ બતાવ્યો. જ્યાં તેણે 153.84 KM/H ની ઝડપે બોલિંગ કરી હતી.

જોફ્રા આર્ચરઃ 153.62 kmph

જોફ્રા આર્ચર તેની સ્પીડ માટે દુનિયાભરમાં જાણીતો છે. તેણે આઈપીએલના સૌથી ઝડપી બોલરની યાદીમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે. તેણે આઈપીએલમાં 153.62 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. ત્યારબાદ તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો.

ઉમરાન મલિકઃ 151.03 kmph

આ યાદીમાં ભારતના સૌથી ઝડપી બોલરની વાત કરીએ તો તે નામ છે ઉમરાન મલિક. તેણે 2022 ની સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં 151.03 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને પોતાની સ્પીડથી બધાને ચોંકાવી દીધા છે. તેના પહેલા આ રેકોર્ડ નવદીપ સૈનીના નામે હતો.

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઈટન્સ પર આફત ઉતરી, હાર્દિક પંડ્યા ફિટનેસના કારણે બહાર, રાશિદ ખાન ચેન્નાઈ સામે કેપ્ટનની ભૂમિકામાં

આ પણ વાંચો : IPL 2022: દીપક ચહરના સ્થાને CSK માં જોડાઈ શકે છે આ ખેલાડી, જુઓ કોણ છે રેસમાં

Next Article