Breaking News : WTC Finalમાં કે એલ રાહુલના સ્થાને ઈશાન કિશનનો થયો સમાવેશ, આ ખેલાડીઓેને રખાયા સ્ટેન્ડબાય

ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટા સમાચારા સામે આવી રહ્યાં છે. આઈપીએલમાં ઈજાગ્રસ્ત થવાને કારણે કે એલ રાહુલ આ આઈપીએલ સિઝન અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર થયો છે. તેના સ્થાને ઈશાન કિશનનો ટીમમાં સમાવેશ કરાયો છે અને અન્ય કેટલાક ખેલાડીઓને સ્ટેડબાય રખાયા છે. 

Breaking News : WTC Finalમાં કે એલ રાહુલના સ્થાને ઈશાન કિશનનો થયો સમાવેશ, આ ખેલાડીઓેને રખાયા સ્ટેન્ડબાય
ISHAN KISHAN
| Edited By: | Updated on: May 08, 2023 | 5:50 PM

ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટા સમાચારા સામે આવી રહ્યાં છે. આઈપીએલમાં ઈજાગ્રસ્ત થવાને કારણે કે એલ રાહુલ આ આઈપીએલ સિઝન અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર થયો છે. તેના સ્થાને ઈશાન કિશનનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. જ્યારે ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવનો સ્ટેન્ડબાય ખેલાડીઓ તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કે એલ રાહુલ પહેલા જસપ્રીત બુમરાહ, રિષભ પંત અને શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત હોવાને કારણે WTC Finalમાંથી બહાર થયા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટના ચેમ્પિયન બનવા માટેનો જંગ 7 જૂનથી શરુ થશે. આ માટે ટીમ ઈન્ડિયાનુ એલાન પણ ગત મહિને થયુ હતું. આઈપીએલની વર્તમાન સિઝન સમાપ્ત થતા જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રેડ બોલ ચેમ્પિયન બનવાની તૈયારીઓ શરુ કરશે. આમ આ મહિનાના અંતમાં જ ટીમ ઈન્ડિયા લંડન જવા માટે તૈયાર હશે.

બીસીસીઆઈએ કરી મહત્વની જાહેરાત

WTC ફાઈનલ માટેની ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, ઈશાન કિશન (વિકેટકીપર).

સ્ટેન્ડબાય ખેલાડીઓઃ રૂતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ.

ઈશાન કિશન કરશે ટેસ્ટ ડેબ્યૂ

 

જણાવી દઈએ કે આઈપીએલમાં ધૂમ મચાવતો ઈશાન કિશન ભારતીય ટીમ માટે ટેસ્ટમાં ડેબ્યૂ કરશે. ઈશાન કિશનને ભારતીય ટીમ માટે 14 વનડેમાં હમણા સુધી 510 રન બનાવ્યા છે. જેમાં 1 સેન્ચુરી અને 3 ફિફટીનો સમાવેશ થાય છે. જ્યારે 27 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે 653 રન બનાવ્યા છે. જેમાં તેણે 4 ફિફટી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ તેના માટે મહત્વની મેચ સાબિત થશે.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 5:31 pm, Mon, 8 May 23