ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે 3 ટી20 મેચોની સિરીઝની પ્રથમ T20 મેચ લખનૌમાં રમાઇ હતી. ટોસ હારીને ભારતીય ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) અને ઇશાન કિશને (Ishan Kishan) શાનદાર શરુઆત કરી હતી. જેના વડે ભારતે 199 રનનો સ્કોર 2 વિકેટ ગુમાવીને કર્યો હતો. જવાબમાં શ્રીલંકન ટીમ ભારતીય બોલરો સામે ધરાશાયી થઇ ગઇ હતી. ભૂવનેશ્નર કુમારે શ્રીલંકન બેટીંગ ઇનીંગના પ્રથમ બોલે જ વિકેટ ઝડપીને હરીફ ટીમની મુશ્કેલીઓની શરુઆત કરાવી હતી. ભારતે મેચને 62 રને જીતી લીધી હતી.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઇશન કિશને શ્રીલંકન બોલરોને શરુઆત થી જ પરેશાન કરી દીધા હતા. બંનેએ 111 રનની ભાગીદારી રમત રમી હતી. ઇશાન કિશને 30 બોલમાં અર્ધશતક ફટકારી 89 રનની ઇનીંગ રમી હતી. શ્રેયસ અય્યરે પણ ઝડપી અર્ધશતક ફટકારી 28 બોલમાં 57 રન નોંધાવ્યા હતા. ભારતીય ટીમ 20 ઓવરમાં 199 રનનો સ્કોર માત્ર 2 વિકેટ ગુમાવીને ખડક્યો હતો.
ભારતીય બોલરોએ પહેલા બોલ થી જ શ્રીલંકન ટીમ પર ગાળીયો કરી લીધો હતો. ઇનીંગના પહેલા ભૂવનેશ્વરે પ્રથમ વિકેટ ઝડપવા બાદ બીજા ઓપનર કામિલ મિશારાને પણ ભૂવનેશ્વરે ઝડપ થી પેવેલિયન મોકલ્યો હતો. ભૂવી બાદ વેંકટેશ અય્યરે પણ બોલ વડે શાનદાર બોલીંંગ કરતા તેણે જેનિથ લિયાનગે ની વિકેટ ઝડપથી મેળવી હતી. વેંકટેશ અને ભૂવી બંનેએ 2-2 વિકેટ ઝડપી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇજાના આરામ બાદ પરત ફરેલા રવિન્દ્ર જાડેજાએ પણ દિનેશ ચાંદિમલની વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલ અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.
ભારતીય બેટ્સમેનોએ આજે ચોગ્ગા અને છગ્ગાવાળી રમત વડે ક્રિકેટ ચાહકોનુ દિલ જીતી લીધુ હતુ. રોહિત શર્મા અને ઇશાન કિશને શરુઆત સારી કરાવી હતી. બંનેએ શ્રીલંકન બોલરોને થકવી દેતી રમત રમી હતી. બંનેએ 111 રનની વિશાળ ભાગીદારી રમત 11.5 ઓવરમાં રમી હતી. જોકે રોહિત શર્મા લાહિરુ કુમારાના નિચા બોલને ઓળખવામાં થાપ ગયો હતો. જે બોલ પર તે 44 રનના વ્યક્તિગત સ્કોર પર ક્લિન બોલ્ડ થયો હતો. ઇશાન કિશને 89 રનની શાનદાર ઇનીંગ રમી હતી. તેણે 56 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા વડે તોફાની રમત રમી હતી.
શ્રેયસ અય્યરે પણ ઇશાન કિશન સાથે મળીને ચોગ્ગા અને છગ્ગા ફટકારતી રમત રમતા લખનૌના આકાશમાં જાણે ચોગ્ગા-છગ્ગા ની આતશબાજી છવાઇ હતી. અય્યરે ત્રીજા ક્રમે ઉતરીને ઇશાન સાથે આક્રમક રમત રમી હતી. તેણે 28 બોલમાં 57 રન ફટકાર્યા હતા. અય્યરે 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રવિન્દ્ર જાડેજા (03) અને અય્યર બંને અણનમ રહ્યા હતા.
શ્રીલંકન ટીમમાંથી એક માત્ર ચરિર્થ અસાલંકાએ સંઘર્ષ ભરી ઇનીંગ રમી હતી. પરંતુ તેનો સંઘર્ષ એળે ગયો હતો. તેણે 47 બોલમાં 53 રન કર્યા હતા અને તે અંત સુધી અણનમ રહ્યો હતો. તેની રમતે શ્રીલંકાને સમેટાઇ જવાથી બચાવીને હાર છતાં પણ લાજ જાળવવા રુપ ઇનીંગ રમી હતી. તેને દુષ્મંતા ચામિરાએ પણ અંત સુધી સાથ પુરાવ્યો હતો.
Published On - 10:20 pm, Thu, 24 February 22