ભારતીય ટીમ (Indian Cricket Team) ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર ટી20 અને વન ડે એમ બંને સિરીઝમાં 2-1 થી હાર આપી ને હવે આગળના મુકામ પર પહોંચી છે. ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝ (India Vs Wes Indies) ના પ્રવાસે પહોંચી ચુકી છે. ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ પહેલા આયર્લેન્ડ, બાદમાં ઈંગ્લેન્ડ અને હવે વેસ્ટ ઈન્ડિઝ પહોંચ્યા છે. પ્રથમ બંને પ્રવાસમાં સફળતા મેળવ્યા બાદ કેરેબિયન ટીમ સાથે ટક્કર લેવાની છે. શિખર ધવન (Shikhar Dhawan) ની આગેવાની ધરાવતી ભારતીય ટીમના ખેલાડીઓ ઈંગ્લેન્ડથી ચાર્ટર પ્લેન વડે વેસ્ટ ઈન્ડિઝ પહોંચ્યા છે. જ્યાં પહોંચ્યા બાદનો વિડીયો BCCI એ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ ભારતીય ટીમ માટે સફળ રહ્યો છે. ભારતીય ટીમે પ્રવાસ દરમિયાન રમેલી અગાઉના પ્રવાસ વખતની કોરોના સંક્રમણને લઈ બાકી રહેલી અંતિમ ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. જોકે ભારતીય ટીમે ટી20 અને વન ડે શ્રેણીને પોતાને નામ કરી હતી. શિખર ધવનની આગેવાનીમાં હવે શુક્રવાર થી ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે મેદાને ઉતરશે. જ્યાં પ્રથમ ત્રણ મેચોની વન ડે શ્રેણી બંને દેશો વચ્ચે રમાશે. ત્યાર બાદ 29 જૂલાઈ થી પાંચ મેચોની ટી20 સિરીઝ રમાશે.
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચી ગઈ હોવાનો વિડીયો શેર કર્યો હતો. ટીમ ત્રિનિદાદ પહોંચી હોવાની કેપ્શન લખીને વિડીયો શેર કર્યો હતો. ભારતીય ખેલાડીઓ અગાઉના પ્રવાસની સફળતાથી આત્મવિશ્વાસથી ભરપૂર છે.
Trinidad – WE ARE HERE! 👋😃#TeamIndia | #WIvIND pic.twitter.com/f855iUr9Lq
— BCCI (@BCCI) July 20, 2022
ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓને વિન્ડીઝ પ્રવાસથી આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમ કેરેબિયન પ્રવાસ બાદ ઝિમ્બાબ્વે અને બાદમાં એશિયા કપ રમવાનો છે. આમ ભારતીય ટીમનુ શિડ્યૂલ હજુય વ્યસ્ત રહેવાનુ છે. આવી સ્થિતીમાં ભારતીય ક્રિકેટ બોર્ડે મહત્વના ખેલાડીઓનો વર્ક લોડ ઘટાડી આરામ આપવાનુ પસંદ કર્યુ છે. જેના ભાગ રુપે જ શિખર ધવન વેસ્ટ ઈન્ડિઝમાં રોહિત શર્માની ગેરહાજરીમાં આગેવાની સંભાળશે. આવી જ રીતે વિરાટ કોહલી પણ આરામ પર છે અને હવે તે પેરીસમાં રજાઓ ગાળવા પરીવાર સાથે પહોંચ્યો છે. જોકે તે હવે ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે ઉપલબ્ધ થઈ શકે છે, તેવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે. આમ તે એક મહિનાની રજાઓને ટૂંકાવીને ટીમ ઈન્ડિયા સાથે આગામી મહિને જોડાઈ શકે છે.
Published On - 9:46 am, Wed, 20 July 22