ડોમિનિકામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમનારી છે. આ દરમિયાન ભારતીય ટીમની અંતિમ ઈલેવન કેવી હશે એ અંગે અંદાજ એક સપ્તાહથી ક્રિકેટ ચાહકો લગાવી રહ્યા છે. પરંતુ મેચના એક દિવસ અગાઉ જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મોટાભાગના સંકેતો આપી દીધા છે કે, કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન. રોહિત શર્માએ વાતો વાતોમાં પ્લેઈંગ ઈલેવનને લઈ મોટાભાગના સવાલો સ્પષ્ટ કરી દીધા છે. ખાસ કરીને ભારતીય ટીમ કેવા સમીકરણ સાથે મેદાને ઉતરશે એ ચિત્ર મહંદઅંશે સાફ કરી દીધુ છે.
ભારતીય સુકાનીએ ડોમિનિકા ટેસ્ટમાં કયા નંબર પર કોણ બેટિંગ કરશે અને કેવો બેટિંગ ઓર્ડર હશે એ ઉપરાંત કેટલા સ્પિનર અને ઝડપી બોલર હશે એ અંગેના સંકેત પણ આપી દીધા છે. જોકે ચેતેશ્વર પુજારાના સ્થાને ત્રીજા ક્રમે બેટિંગ શુભમન ગિલ કરશે અને કેવી રીતે આ પોઝિશન માટે પસંદ થયો એના કારણ પણ તેણે દર્શાવ્યા હતા. આ દરમિયાન રોહિત શર્માએ સંકેત વડે ભારતીય ટીમ 5 બોલ સાથે મેદાને ઉતરવાની યોજના ધરાવે છે એ ક્લીયર થઈ ગયુ હતુ.
પ્લેઈંગ ઈલેવનને સમજવાની શરુઆત ઓપનિંગ ઓર્ડરથી કરીએ. રોહિત શર્મા સાથે આમ તો શુભમન ગિલ ઓપનર તરીકે ઉતરશે એમ જ માનવામાં આવી રહ્યુ હતુ. પરંતુ ગિલે સામે ચાલીને ઓપનિંગને બદલે ત્રીજા ક્રમે રમવા માટે રાહુલ દ્રવિડને કહ્યુ હતુ. દ્રવિડે પણ તેની ઈચ્છાને સ્વિકારી લીધી હતી. ગિલ ઓપનર નહીં ત્રીજા ક્રમે રમશે એમ રોહિત શર્માએ મીડિયાને બતાવ્યુ હતુ. આમ ડેબ્યૂ ટેસ્ટ મેચ રમનાર યશસ્વી જયસ્વાલ સુકાની રોહિત સાથે ઓપનિંગ જોડીના રુપમાં બેટિંગ કરવા માટે ઉતરશે.
Solid support for @ybj_19 and the youngsters in the squad 👏 👏@ShubmanGill to bat at No. 3 👍 👍
🎥 Snippets from #TeamIndia Captain @ImRo45‘s press conference ahead of the first #WIvIND Test 🔽 pic.twitter.com/idDJwh6Fn5
— BCCI (@BCCI) July 11, 2023
આમ પ્રથમ ત્રણ સ્થાન બાદ ચોથા ક્રમે સ્ટાર બેટર વિરાટ કોહલી નક્કી છે. તે હંમેશા આ ક્રમે જ બેટિંગ કરવા માટે ઉતરી રહ્યો છે. પાંચમાં ક્રમે વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે બેટિંગ કરવા માટે ઉતરશે. છઠ્ઠા ક્રમે વિકેટકીપર બેટર તરીકે કોણ ઉતરશે એ સવાલ છે. જોકે રોહિત શર્માએ ઈશાન કિશન અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી. આવી સ્થિતીમાં ઈશાનને ડેબ્યૂ ટેસ્ટ રમવા મળવાની તક ઓછી લાગી રહ્યા છે. આમ કેએલ ભરત અંતિમ ઈલેવનનો હિસ્સો હોઈ શકે છે.
રોહિત શર્માએ કહ્યુ હતુ કે, તેઓ 2 સ્પિનર સાથે ઉતરવાની યોજના ધરાવે છે. આમ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા બંને સ્પિનર તરીકેની ટીમનો હિસ્સો હશે. અશ્વિનને શાર્દૂલ ઠાકુરના સ્થાન પર સમાવેશ કરવામાં આવી શકે છે.
That’s one colourful fielding drill 😃👌#TeamIndia sharpen their reflexes ahead of the first Test against West Indies 😎#WIvIND pic.twitter.com/FUtRjyLViI
— BCCI (@BCCI) July 10, 2023
ઝડપી બોલર કોણ હોઈ શકે છે, એ અંગે સીધી કોઈ જ વાત ભારતીય કેપ્ટને મીડિયા સાથેની વાતચીતમાં બતાવી નથી. પરંતુ રોહિતે કેટલાક નામનો ઉલ્લેખ જરુર કર્યો હતો. મોહમ્મદ સિરાજ સાથે રાજકોટથી આવતા ઝડપી બોલર જયદવે ઉનડકટને સ્થાન મળી શકે છે. કારણ કે રોહિત શર્માએ તેના અનુભવ અંગેની વાતચિત કરી હતી. આમ રોહિતની વાત પરથી જયદેવને સ્થાન મળવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આવી જ રીતે મુકેશ કુમારના ઘરેલુ ક્રિકેટના અનુભવની વાત કરી હતી.
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (કીપર), આર.કે. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર
Published On - 9:46 am, Wed, 12 July 23