Team India ના ખેલાડીઓએ ઇંગ્લેન્ડમાં પ્રેક્ટિસ શરૂ કરી, રોહિત શર્મા પણ ટીમ સાથે જોડાશે

Cricket : ભારતીય ખેલાડીઓ ગુરુવારે ઈંગ્લેન્ડ પહોંચી ગયા હતા. ટીમ ઈન્ડિયા (Team India) એ લિમિટેડ ઓવરની સિરીઝ પહેલા ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ (Test Match) પણ રમવાની છે.

Team India ના ખેલાડીઓએ ઇંગ્લેન્ડમાં પ્રેક્ટિસ શરૂ કરી, રોહિત શર્મા પણ ટીમ સાથે જોડાશે
Team India (PC: Cheteshwar Pujara Twitter)
| Edited By: | Updated on: Jun 18, 2022 | 11:01 AM

ટીમ ઈન્ડિયા (Team India) ના ખેલાડીઓએ ઈંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ મેચ (Test Match) માટે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ગુરુવારે ભારતીય ખેલાડીઓ ઇંગ્લેન્ડ પહોંચ્યા અને તેના એક દિવસ પછી તેઓએ મેદાન પર તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ઈંગ્લેન્ડમાં ટેસ્ટ રમ્યા બાદ ભારત યજમાન ટીમ સાથે મર્યાદિત ઓવરની ક્રિકેટ પણ રમશે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ગુરુવારે ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત કરવા ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા. ભારત 1 જુલાઈથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ફરીથી નિર્ધારિત પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ગયા વર્ષે કોરોના વાયરસના કેસને કારણે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની છેલ્લી મેચ રદ કરવામાં આવી હતી.

કારણ કે ટીમ મેચ માટે તૈયાર છે. કોહલી મેચના દિવસ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા આતુર છે. ભારતના સ્ટાર ક્રિકેટર અને ગુજરતાના ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ શુક્રવારે ટ્વીટર પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે અન્ય ખેલાડીઓ સાથે મેદાન પર પરસેવો પાડતી તસવીરો શેર કરી હતી.

 

રોહિત શર્મા પણ ઇંગ્લેન્ડ પહોંચ્યો

આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટ્રેનિંગ સેશનની તસવીરો પણ શેર કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ લંડનમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બીસીસીઆઈએ ટ્વીટ કર્યું કે, લંડનમાં ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન.

પુનઃનિર્ધારિત ટેસ્ટને ઈંગ્લેન્ડમાં ભારતની 2021 શ્રેણીની પાંચમી મેચ તરીકે ગણવામાં આવશે. જેમાં મુલાકાતી ટીમ 2-1થી આગળ છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પણ શુક્રવારે ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયો હતો. રવિવારથી રોહિત શર્મા પ્રેક્ટિસ સેશનનો ભાગ બનશે. ટેસ્ટની તૈયારીના ભાગ રૂપે ટીમ ઈન્ડિયા લેસ્ટરશાયર સામે 24 જૂનથી 27 જૂન સુધી ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ પણ રમશે.

ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (સુકાની), કેએલ રાહુલ (ઉપ સુકાની), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના.