Video: નવી જર્સીમાં ભારતીય ખેલાડીઓના ફર્સ્ટ લૂકના વીડિયોએ મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

|

Jun 03, 2023 | 3:40 PM

ટીમ ઈન્ડિયાની નવી જર્સીના વીડિયોએ ધૂમ મચાવી દીધી છે. આ વીડિયોમાં રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, હરમનપ્રીત કૌર, શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ જોવા મળી રહ્યા છે.

Video: નવી જર્સીમાં ભારતીય ખેલાડીઓના ફર્સ્ટ લૂકના વીડિયોએ મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ
Harmanpreet Virat Mandhana in new jersey

Follow us on

ટીમ ઈન્ડિયાની નવી જર્સીએ ધૂમ મચાવી છે. BCCIએ શનિવારે ટીમ ઈન્ડિયાની નવી જર્સીનો પ્રોમો જાહેર કર્યો હતો. આ વીડિયોએ અમુક મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. 1.18 સેકન્ડના આ વીડિયોમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌર જોવા મળે છે. નવી જર્સીનો પ્રોમો ખેલાડીઓની સાથે ફેન્સના જુસ્સાને વધારી રહ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ઈંગ્લેન્ડ ગયેલી ટીમ ઈન્ડિયા પણ નવી ટેસ્ટ જર્સીમાં જોવા મળશે.

નવી જર્સીના વીડિયોએ મચાવી ધૂમ

હવે ટૂંક સમયમાં ચાહકો પણ આ જર્સી ખરીદી શકશે. ટીમ ઈન્ડિયાની નવી જર્સી ટૂંક સમયમાં સ્ટોર પર ઉપલબ્ધ થશે. ટીમ ઈન્ડિયાની નવી જર્સી એડિડાસ દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. આ બ્રાન્ડે ટીમ ઈન્ડિયાની ત્રણેય ફોર્મેટની જર્સી લોન્ચ કરી હતી. BCCIએ નવી જર્સીનો વીડિયો તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવાની લાગણી વ્યકત કરતાં નજરે ચઢી રહ્યા છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

3 જર્સી અને 3 શેડ્સ

પ્રોમોની શરૂઆત ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માથી થાય છે. તેમના પછી પૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની કપ્તાન હરમનપ્રીત કૌર દેખાઈ છે. જે બાદ વીડિયોમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પછી ઓપનર શુભમન ગિલ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ જર્સી વિશે જણાવતા જોવા મળે છે. T20 ફોર્મેટમાં ભારતીય ટીમની જર્સી ઘેરા વાદળી રંગની છે. જ્યારે ODI ફોર્મેટની ટીમ ઈન્ડિયાની જર્સી આછા વાદળી શેડની છે. તો ટેસ્ટ ફોર્મેટની જર્સી ક્લાસિક સફેદ રંગની છે.

આ પણ વાંચોઃWTC Final: કોચ દ્રવિડનો 6 કલાકનો ખાસ પ્રેક્ટિસ સેશન, ટીમ ઈન્ડિયાએ કેમેરા પર લગાવ્યો પ્રતિબંધ

ટીમ ઈન્ડિયાની જર્સીની કિંમત

ભારતીય પ્રશંસકો ભારતીય ટીમની નવી જર્સીને પસંદ કરી રહ્યા છે અને તે લોન્ચ થયા બાદથી સ્ટોર્સ પર તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શનિવારે પ્રોમોની સાથે બોર્ડે ભારતીય ચાહકોને ખુશખબર પણ આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાહકો ભારતીય ટીમની નવી જર્સી 5,000 રૂપિયામાં ખરીદી શકશે. 7 જૂનથી ઈંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પણ ટીમના ખેલાડીઓ આ જ જર્સી પહેરીને મેદાનમાં રમત જોવા મળશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article