India Cricket 2026 Schedule : ટીમ ઈન્ડિયા સામે મોટા લક્ષ્યો, એક ક્લિકમાં જુઓ સંપૂર્ણ શેડ્યુલ

Team India Full Schedule in 2026 : ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2026 ખુબ જ વ્યસ્ત રહેવાનું છે. 2025માં ચેમ્પિયન ટ્રોફી અને એશિયા કપ જીત્યો હતો. ટીમ ઈન્ડિયા 2026ની શરુઆત ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝ સાથે કરશે.

India Cricket 2026 Schedule : ટીમ ઈન્ડિયા સામે મોટા લક્ષ્યો, એક ક્લિકમાં જુઓ સંપૂર્ણ શેડ્યુલ
| Updated on: Jan 01, 2026 | 3:12 PM

ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2026 ખુબ વ્યસ્ત રહેવાનું છે. 2025 ચેમ્પિયન ટ્રોફી અને એશિયા કપ જીત્યો હતો. ટીમ ઈન્ડિયા 2026ની શરુઆત ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝથી કરશે. જ્યારે વર્ષના અંતે ભારતને શ્રીલંકા વિરુદ્ધ રમવાનું છે. ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ ખુબ જ વ્યસ્ત રહેવાનું છે. ફેબ્રુઆરીમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.

ભારતનું ક્રિકેટ શેડ્યુલ 2026

જાન્યુઆરી 2026 : ન્યુઝીલેન્ડનો પ્રવાસ

વનડે સીરિઝ

  • 11 જાન્યુઆરી ભારત v/s ન્યુઝીલેન્ડ, પહેલી વનડે વડોદરા
  • 14 જાન્યુઆરી ભારત v/s ન્યુઝીલેન્ડ, બીજી વનડે , રાજકોટ
  • 18 જાન્યુઆરી ભારત v/s ન્યુઝીલેન્ડ, ત્રીજી વનડે, ઈન્દોર

ટી20 સીરિઝ

  • 21 જાન્યુઆરી, પહેલી ટી20 નાગપુર
  • 23 જાન્યુઆરી, બીજી ટી20 રાયપુર
  • 25 જાન્યુઆરી, બીજી ટી20 ગુવાહાટી
  • 28 જાન્યુઆરી, બીજી ટી20 વિશાખાપટ્ટનમ
  • 31 જાન્યુઆરી, બીજી ટી20 તિરુવનંતપુરમ

ફેબ્રુઆરી -માર્ચ 2026 : ટી20 વર્લ્ડકપ ભારત અને શ્રીલંકા

ગ્રુપ મેચ

  • 7 ફેબ્રુઆરી ભારતv/s યુએસએ, મુંબઈ
  • 12 ફેબ્રુઆરી ભારત v/s નામીબિયા, દિલ્હી
  • 15 ફેબ્રુઆરી ભારત v/s પાકિસ્તાન, કોલંબો
  • 18 ફેબ્રુઆરી ભારત v/s નેધરલેન્ડ, અમદાવાદ

નોકઆઉટ (ક્વોલિફાય કર્યું તો)

  • 21 ફેબ્રુઆરી 1 માર્ચ સુપર-8 મેચ
  • 5 માર્ચ સેમિફાઈનલ-મુંબઈ
  • 8 માર્ચ ફાઈનલ-અમદાવાદ

માર્ચ-મે 2026 : IPL આઈપીએલ

જૂન 2026

અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ છે. આ દરમિયાન 3 વનડે અને 1 ટેસ્ટ મેચ રમાશે. પ્રવાસની તારીખની જાહેરાત હજુ થઈ નથી.

જુલાઈ 2026

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમ 5 ટી20 આંતરરાષ્ટ્રીય અને 3 વનડે મેચ રમશે.

ટી20 સીરિઝ

  • 1 જુલાઈ : પહેલી ટી20 – ચેસ્ટર લે સ્ટ્રીટ
  • 4 જુલાઈ : બીજી ટી20 – મેનચેસ્ટર
  • 7જુલાઈ : ત્રીજી ટી20 – નોટિધમ
  • 9જુલાઈ : ચોથી ટી20 -બ્રિસ્ટલ
  • 11જુલાઈ : પાંચમી ટી20 – સાઉથૈમ્પટન

વનડે સીરિઝ

  • 14 જુલાઈ પહેલી વનડે ,બર્મિધમ
  • 16 જુલાઈ બીજી વનડે, કાર્ડિફ
  • 19 જુલાઈ ત્રીજી વનડે ,લોર્ડસ લંડન

ઓગ્સ્ટ 2026 ભારતને 2 ટેસ્ટ માટે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે. આ પ્રવાસ શેડ્યુલની જાહેરાત થઈ નથી.

સપ્ટેમ્બર 2026

સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે ત્રણ વનડે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝનું આયોજન છે. અફઘાનિસ્તાન અને ભારત પણ ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાના છે. પ્રવાસની તારીખો અને સ્થળો હજુ જાહેર કરવામાં આવ્યા નથી.

ઓક્ટોબર-નવેમ્બર 2026:

ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ – 2 ટેસ્ટ મેચ, 3 વનડે

ડિસેમ્બર 2026

શ્રીલંકાનો ભારત પ્રવાસ – 3 વનડે, 3 ટી20 મેચ

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો