ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે પાકિસ્તાન આ મેગા ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે 7 ટીમોની ટીમ જાહેર કરવામાં આવી છે પરંતુ પાકિસ્તાને હજુ સુધી તેની ટીમની જાહેરાત કરી નથી. અઅ બધા વચ્ચે હવે ચેમ્પિયન્સ ટ્રોફીનો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની જોવા મળી રહ્યો છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીના નવા પ્રોમોમાં, એમએસ ધોની બરફીલા પહાડો પર જોવા મળી રહ્યો છે. આમાં ધોની પોતાને ઠંડક આપવા માટે બરફનો ઉપયોગ કરતો જોવા મળે છે. આ દરમિયાન ધોનીને એવું કહેતા સાંભળી શકાય છે કે, “જ્યારે હું કેપ્ટન હતો, ત્યારે કૂલ રહેવું સરળ હતું પરંતુ ફેન તરીકે ચેમ્પિયન્સ ટ્રોફી જોવી સરળ નથી.” ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ધોનીને ‘કેપ્ટન કૂલ’ કહેવામાં આવે છે, અને આ પ્રોમો વીડિયોમાં ધોની ચેમ્પિયન્સ ટ્રોફીના તંગ વાતાવરણને સૂચવતા બરફથી ભરેલા બાથ ટબમાં બેઠેલો જોઈ શકાય છે. પ્રોમોમાં ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS)ને ધોનીની કેપ્ટન કૂલ ઈમેજ સાથે જોડી માટે ‘ધોની રેફ્રિજરેશન સિસ્ટમ’ તરીકે દર્શાવવામાં આવી છે.
Captain Cool on the field
Captain Cool as a fanWith every match do-or-die in the #ChampionsTrophy, even @msdhoni needs a DRS (Dhoni Refrigeration System) to beat the heat!
#ChampionsTrophyOnJioStar STARTS WED, 19 FEB 2025! | #CaptainNotSoCool pic.twitter.com/nv1XXZoHht
— Star Sports (@StarSportsIndia) January 29, 2025
ચેમ્પિયન્સ ટ્રોફીને એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013નો ચેમ્પિયન કેપ્ટન ભારતનો ભૂતપૂર્વ સુકાની એમએસ ધોની ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રોમો વીડિયોમાં છવાઈ ગયો છે. ફેન્સને આ પ્રોમો અને વીડિયોમાં ધોનીની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી રહી છે. પહેલીવાર ધોનીને ફેન્સ આ અવતારમાં જોઈને ખુશ છે.
ધોની ત્રણેય ICC મર્યાદિત-ઓવર ટૂર્નામેન્ટ્સ (ODI WC 2011, ચેમ્પિયન્સ ટ્રોફી 2012 અને T20 WC 2007) જીતનાર એકમાત્ર કેપ્ટન છે, તે સત્તાવાર બ્રોડકાસ્ટર્સ સ્ટાર સ્પોર્ટ્સ માટેના પ્રોમોમાં ટૂર્નામેન્ટનો પ્રચાર કરી રહ્યો છે. ધોનીના કેપ્ટન તરીકેના કાર્યકાળ દરમિયાન ભારત ODI-T20માં ટોચ પર હતું. ટીમ ઈન્ડિયાએ તમામ ICC ટાઈટલ જીત્યા હતા.
આ પણ વાંચો: 5 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં કેએલ રાહુલની નિરાશાજનક વાપસી, 24 બોલમાં કોઈ રન બનાવ્યા નહીં
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો