ICC Test Rankings IND vs AUS : ભારતીય ક્રિકેટ ટીમનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતીને 10 વર્ષ બાદ આઇસીસી ખિતાબ પર કબ્જો મેળવવાનું સ્વપ્ન ફરીથી અધુરૂ રહી ગયુ છે. નોંધપાત્ર છે કે મેચ અંતિમ દિવસ સુધી ચાલી હતી, પણ ટીમ ઇન્ડિયા 444 રનનું લક્ષ્યાંક હાંસિલ કરવામા અસફળ રહી હતી. ભારતીય ટીમએ પોતાની બીજી ઇનિંગમાં 234 રન બનાવ્યા હતા અને ઓલઆઉટ થઇ ગઇ હતી.
WTC 2023 ફાઇનલમાં ભારતની ટીમને 209 રનની હારનો સામનો કરવો પડયો હતો. હવે ભારતીય ક્રિકેટ ટીમ પાસે લગભગ એક મહિનાનો સમય હશે, જ્યારે તે આરામ કરશે. પણ ભારતીય ટીમ માટે વધુ એક મોટી ચિંતા છે. ભારતીય ટીમ WTC નો ખિતાબ તો હારી જ ગઇ છે, પણ હવે થઇ શકે છે કે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર એકનો તાજ ભારતીય ક્રિકેટ ટીમ ગુમાવી શકે છે.
આ પણ વાંચો: WTC Final Analysis: ભારતીય ટોપ ઓર્ડરનો શર્મસાર રેકોર્ડ, 5 દિવસમાં આ 5 ભૂલ ભારતને ભારે પડી
Great shots. Splendid bowling and some incredible moments 🔥
Catch all the highlights from the Ultimate Test at The Oval.#WTC23 | #AUSvIND https://t.co/oJYwLwEuQ2
— ICC (@ICC) June 12, 2023
આઇસીસીની ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ હાલમાં નંબર એકના સ્થાન પર કબ્જો જમાવી રાખ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રેન્કિંગમાં એટલો તફાવત છે કે WTC 2023ની ફાઇનલમાં હાર પછી પણ ઓસ્ટ્રેલિયા ભારતથી આગળ નીકળી શક્યુ નથી. એ વાત અલગ છે કે હવે રેટિંગ બરાબરી પર આવી ગઇ છે. એ વાત પહેલા જ સ્પષ્ટ હતી કે જો ભારત ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારશે તો તે ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવી શકે છે.
હાલની આઇસીસી ટેસ્ટ રેન્કિંગ પર નજર કરીએ તો ભારતીય ટીમ 121ની રેટિંગ સાથે નંબર એકના સ્થાન પર છે અને ઓસ્ટ્રેલિયા 116 ની રેટિંગ સાથે બીજા સ્થાન પર છે. હાલમાં ભારતે પોતાના નંબર એકનો સ્થાન બચાવી રાખ્યો છે પણ આગળના સમયમાં ભારત ટોચનું સ્થાન ગુમાવી શકે છે. આઇસીસી એ હજી રેન્કિંગને અપડેટ કરી નથી પણ જ્યારે રેન્કિંગ અપડેટ થશે ત્યારે ભારતીય ટીમની રેટિંગ 121 થી ઘટીને 119 થઇ જશે અને ઓસ્ટ્રેલિયાની રેટિંગ 116 થી વધીને 119 થઇ જશે.
પરંતુ જો દશાંશ બિંદુ પછીના અંકો ઉમેરવામાં આવે તો શક્ય છે કે ટીમ ઈન્ડિયા નંબર એકના સ્થાન પર બની રહે અને આગામી અપડેટ સુધી માત્ર ભારતીયો જ નંબર વન પોઝિશન પર રહેશે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની મુશ્કેલી ત્યાં સમાપ્ત થતી નથી.
ટીમ ઇન્ડિયા હવે લગભગ એક મહિના સુધી કોઇ ટેસ્ટ ક્રિકેટ રમવાની નથી. હવે ભારતીય ક્રિકેટ ટીમ જુલાઇ ઓગસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર જશે જ્યા બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. ઓસ્ટ્રેલિયાની જો વાત કરીએ તો તે 16 જૂનથી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમ સામે એશિઝ શ્રેણી રમવા ઉતરશે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રલિયા વચ્ચે એશિઝ શ્રેણીની શરૂઆત 16 જૂનથી થવા જઇ રહી છે અને આ પાંચ ટેસ્ટની શ્રેણી છે. જો પ્રથમ બે ટેસ્ટમાંથી ઓસ્ટ્રેલિયા એક પણ મેચ જીતવામાં સફળ રહે છે તો તેની રેટીંગ ભારતીય ક્રિકેટ ટીમ કરતા વધી જશે, જેનો અર્થ છે કે ભારતીય ટેસ્ટ ટીમ નંબર એકનો તાજ ગુમાવી દેશે. એશિઝની પ્રથમ મેચ જ્યાં 16 જૂનથી શરૂ થશે, ત્યારે બીજી મેચ 28 જૂનથી રમાશે, આ એ જ સમય હશે જ્યારે ભારતીય ટીમ આરામ કરી રહી હશે. નોંધપાત્ર છે કે જુલાઇમાં જ્યારે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટેસ્ટ રમી રહી હશે, એ જ સમય પર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પણ એક બીજા સામે ટક્કર કરી રહ્યા હશે, આવામાં આઇસીસી રેન્કિંગમાં ફરીથી ફેરબદલ થઇ શકે છે.