T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ મેચ, જાણો ક્યારે યોજાશે ટૂર્નામેન્ટ?

|

Dec 24, 2024 | 2:53 PM

ICC U-19 Womens T20 World Cup 2025 : આવતા વર્ષે યોજાનાર અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ મલેશિયામાં 18 જાન્યુઆરી 2025 થી 2 ફેબ્રુઆરી 2025 વચ્ચે રમાશે. ભારત ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ મેચ, જાણો ક્યારે યોજાશે ટૂર્નામેન્ટ?
ICC Under 19 Womens T20 World Cup 2025
Image Credit source: David Davies/PA Images via Getty Images

Follow us on

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ના, અમે અહીં સિનિયર પુરુષ કે મહિલા ટીમના T20 વર્લ્ડ કપની વાત નથી કરી રહ્યા. તેના બદલે આવતા વર્ષે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ રમાવાનો છે, તેના માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. આ ટીમની કમાન કોણ સંભાળશે તેનો નિર્ણય પણ 24મી ડિસેમ્બરે લેવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટનું આયોજન મલેશિયામાં કરવામાં આવશે, જેમાં ભારત સહિત 16 ટીમો ભાગ લેશે. અંડર-19 T20 વર્લ્ડ કપનું આયોજન 18 ફેબ્રુઆરી 2025થી 2 ફેબ્રુઆરી 2025 દરમિયાન કરવામાં આવશે.

ટીમની કમાન નિક્કી પ્રસાદના હાથમાં

કર્ણાટકની નિક્કી પ્રસાદ આવતા વર્ષે યોજાનાર અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમનું સુકાન સંભાળશે. દક્ષિણ આફ્રિકા અને ભારત A સામે રમાયેલી અંડર-19 મહિલા મેચમાં નિકીએ ભારત B ટીમનું નેતૃત્વ કર્યું હતું. તે બાંગ્લાદેશ સામે અંડર-19 મહિલા એશિયા કપમાં ભારતીય ટીમની કેપ્ટન પણ હતી.

ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ

ભારતીય ટીમ ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ વખતે પણ ટીમમાં ઘણા એવા ચહેરા છે, જે ગત વખતે દક્ષિણ આફ્રિકામાં વિજેતા ટીમનો ભાગ હતા. તે નામોમાં જી. ત્રિશા, એમડી શબનમ અને સોનમ યાદવના નામ સામેલ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ભારતની પ્રથમ મેચ 19 જાન્યુઆરી 2025ના રોજ

અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં 4 ટીમો છે, જેમાં ભારત ગ્રુપ Aમાં છે. ભારત ઉપરાંત ગ્રુપ Aમાં યજમાન મલેશિયા, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત 19 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે કરશે. ગ્રુપ સ્ટેજની તમામ મેચો કુઆલાલંપુરમાં રમાશે. ભારતના દૃષ્ટિકોણથી, તે જે જૂથમાં છે તેને જોતા તે આગામી રાઉન્ડમાં જશે તે નિશ્ચિત જણાય છે.

U19 મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ

નિક્કી પ્રસાદ (કેપ્ટન), સાનિકા ચાલકે (વાઈસ-કેપ્ટન), જી. ત્રિશા, કમલિની જી (વિકેટકીપર), ભાવિકા આહિરે (વિકેટકીપર), ઇશ્વરી અવસરે, મિથિલા વિનોદ, વીજે જોશિતા, સોનમ યાદવ, પારુણિકા સિસોદિયા, કેસરી દ્રિતી આયુષી શુક્લા, આનંદિત કિશોર, એમડી શબનમ, એસ. વૈષ્ણવી.

આ પણ વાંચો: IND vs AUS : ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, અશ્વિનના સ્થાને આવ્યો આ ખેલાડી, BCCIએ સિરીઝની વચ્ચે લીધો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article