T20 World Cup: ICCએ વિશ્વકપ ટીમોનું એલાન 10 સપ્ટેમ્બર સુધીમાં કરવા માટે કર્યા સુચીત, ખેલાડીની સંખ્યા પણ નક્કી કરાઈ

કોરોનાની પરિસ્થિતીને લઇને ભારતમાં યોજાનાર T20 વિશ્વકપ UAEમાં રમાનાર છે. જેના આયોજનનો હક્ક BCCI પાસે રહેશે.

T20 World Cup: ICCએ વિશ્વકપ ટીમોનું એલાન 10 સપ્ટેમ્બર સુધીમાં કરવા માટે કર્યા સુચીત, ખેલાડીની સંખ્યા પણ નક્કી કરાઈ
ICC-T20-World-Cup-2021
| Edited By: | Updated on: Aug 13, 2021 | 11:27 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) આગામી T20 વિશ્વકપ (T20 World Cup) UAEમાં યોજશે. જેમાં ભાગ લેનારા દેશોને 15 ખેલાડીઓ અને 8 અધિકારીઓને UAE લાવવા માટે મંજૂરી આપી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક અધિકારીએ શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ICCએ ભાગ લેનારા દેશો માટે તેમના અંતિમ 15 ખેલાડીઓ અને કોચ અને સહાયક સભ્યોના આઠ અધિકારીઓની યાદી મોકલવા કહ્યું છે. આ માટેની 10 સપ્ટેમ્બરની સમયમર્યાદા નક્કી કરી છે.

 

 

મીડિયા રિપોર્ટનુસાર PCB અધિકારીએ જણાવ્યું કે ICCએ T20 વર્લ્ડકપમાં ભાગ લેનારા દેશોને વધારાના ખેલાડીઓને લાવવા માટે પરવાનગી આપી છે. કોવિડ 19 અને બાયો-બબલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમ સાથે વધારાના ખેલાડીઓ લાવવાની મંજૂરી અપાઈ છે. પરંતુ જેનો ખર્ચ સંબંધિત બોર્ડ દ્વારા ઉઠાવવામાં આવશે. ICC માત્ર 15 ખેલાડીઓ અને 8 અધિકારીઓનો ખર્ચ ઉઠાવશે.

 

 

વર્ષ 2016 પછી પ્રથમ વખત યોજાનાર T20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમ્યાન રમાશે. જે ઓમાન અને UAE (દુબઈ, અબુધાબી અને શારજાહ)માં યોજાશે. આઠ દેશોની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ 23 સપ્ટેમ્બરથી રમાશે. જેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને આયર્લેન્ડની ટીમો સામેલ છે. જેમાંથી ચાર ટીમો સુપર-12 તબક્કા માટે ક્વોલિફાય થશે.

 

 

પીસીબી અધિકારીએ કહ્યું હતું કે હવે બોર્ડ પર નિર્ભર કરે છે કે તે કોવિડ 19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેની મુખ્ય ટીમ સાથે કેટલા વધારાના ખેલાડીઓ રાખવા માંગે છે. જો મુખ્ય ટીમનો કોઈ ખેલાડી કોવિડ 19 ટેસ્ટમાં પોઝિટિવ આવે છે અથવા ઈજાગ્રસ્ત થાય છે તો વધારાના ખેલાડીઓમાંથી તેની જગ્યા લઈ શકે છે.

 

10 સપ્ટેમ્બર સુધીમાં યાદી મોકલવી પડશે

 

આઈસીસીએ બોર્ડોને જાણ કરી છે કે, તેઓ આઈસોલેશન અવધિની શરૂઆતના પાંચ દિવસ પહેલા તેમની ટીમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરી શકે છે. તેમણે કહ્યું જોકે બોર્ડે 10 સપ્ટેમ્બર સુધીમાં તેમની ટીમની યાદી મોકલવાની રહેશે. આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાવાની હતી. પરંતુ કોવિડ-19ની પરિસ્થિતિને કારણે આઈસીસીએ તેને યુએઈમાં શિફ્ટ કરી દીધી. જોકે તેનું આયોજક બીસીસીઆઈ રહેશે.

 

 

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયા માટે ખેલાડીઓએ ઓલિમ્પિકમાં 46 મેડલ મેળવ્યા છતાં આવો થયો વ્યવહાર, Glenn Maxwellએ ઠાલવ્યો રોષ

 

આ પણ વાંચોઃ Sabarkantha: અમદાવાદથી શામળાજી જતા નેશનલ હાઈવેની હાલત ભંગાર, ટોલ વસુલવાની લુંટથી રોષ