T20 World Cup: સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મહત્વનો ખેલાડી સાબિત થશે, આ દિગ્ગજે ગણાવ્યા તેના કારણો

|

Aug 19, 2021 | 8:46 PM

હાર્દિક પંડ્યા (Hardik Pandya) આમ તો તેની છેલ્લી કેટલીક ઇનીંગમાં ખાસ પ્રદર્શન નહી કરી શકવાને લઇને સવાલોના ઘેરામાં રહ્યો છે. આ દરમ્યાન આ દિગ્ગજે તેની ખૂબીઓને ગણાવી વિશ્વકપમાં મહત્વની ભૂમિકા નિભાવશે એમ કહ્યુ છે.

T20 World Cup: સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મહત્વનો ખેલાડી સાબિત થશે, આ દિગ્ગજે ગણાવ્યા તેના કારણો
Hardik Pandya

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) નો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના છેલ્લા કેટલાક સમયથી પ્રદર્શનને લઇને સવાલ ઉઠી રહ્યા છે. શ્રીલંકા પ્રવાસ દરમ્યાન તે ખાસ સફળ રહી શક્યો નહોતો. તેણે શ્રીલંકા પ્રવાસ દરમ્યાન બોલીંગ નિયમી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમ્યાન વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે (Dinesh Karthik) ઓલરાઉન્ડરને ટી20 વર્લ્ડકપ (T20 World Cup) માટે મહત્વનો ખેલાડી ગણાવ્યો છે.

દિનેશ કાર્તિકનુ કહેવુ છે કે ભારતીય ટીમ માટે હાર્દિક પંડ્યાની ભૂમિકા મહત્વની રહેનારી છે. હાર્દિક પંડ્યાની ભૂમિકાને લઇને વાત કરતા તેણે કહ્યુ, હાર્દિક છઠ્ઠા નંબર પર બેટીંગ કરે છે. તે કેટલીક મીનીટોની અંદર જ મેચનુ પાસુ પલટી શકતો હોય છે. તેની પાસે તે ક્ષમતા છે.

તેની બોલીંગને લઇને પણ કાર્તિકે કહ્યુ હતુ, તે બેટીંગ ઉપરાંત બોલીંગમાં પણ પોતાનુ યોગદાન આપશે. તે 85-87 માઇલની ઝડપે બોલીંગ કરે છે. સાથે જ તે સ્લોઅર બોલ પણ ખૂબ સારી રીતે નાંખે છે. તે એક એવો ખેલાડી છે, જે ધીમી વિકેટો પર ખૂબ સારુ પ્રદર્શન કરી શકે છે. તે તેની ખૂબી છે. ઉપરાંત તે એક શાનદાર ફિલ્ડર છે. આમ આ બધા પાસાઓને લઇને મને ભારતીય ટીમ હાર્દિક પંડ્યા પર વધારે ડિપેન્ડ રહેશે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

અગાઉ પણ કાર્તિકે આ સંભાવના દર્શાવી હતી

આ પહેલા દિનેશ કાર્તિકે કહ્યુ હતુ કે, ભારતીય ટીમ T20 વિશ્વકપ ની સેમિફાઇનલમાં પહોંચશે. તેમાં શંકાને કોઇ સ્થાન નથી. તે માટે કાર્તિકે કારણ બતાવ્યુ હતુ કે, આઇપીએલ ને લઇને ભારતીય ખેલાડીઓ T20 ફોર્મેટનો ખૂબ અનુભવ થઇ ચુક્યો છે. જેનાથી તેમને ખૂબ ફાયદો મળશે. તેણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, વિશ્વકપની ફાઇનલ મેચ ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાય.

14 નવેમ્બરથી શરુ થશે T20 વિશ્વકપ

T20 વિશ્વકપના શિડ્યૂલનુ જાહેર થઇ ચુક્યુ છે. T20 વિશ્વકપની શરુઆતજ ઓક્ટોબર ની 17 મી તારીખ થી થશે. જેની પ્રથમ મેચ ઓમાનમાં રમાનારી છે. જ્યારે ફાઇનલ મેચ 14 નવેમ્બરે દુબઇમાં રમાનાર છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરુઆત 24 ઓક્ટોબર થી પાકિસ્તાનની સામે ટક્કર સાથે કરશે. ભારતીય ટીમ જરુર આ વખતે T20 વિશ્વકપ ટાઇટલ પોતાના નામે કરવા ઇચ્છશે.

 

આ પણ વાંચોઃ Cricket: શૂન્ય પર વિકેટ ગુમાવવામાં ઈંગ્લીશ ખેલાડીઓ રહ્યા અવ્વલ, ભારતના ખેલાડીઓના પણ કેવા છે હાલ, જુઓ

આ પણ વાંચોઃ Virat Kohli: સચિન સાથે કેમ થવા લાગી વિરાટ કોહલીની તુલના? શુ આંકડાઓને લઇ કોહલી ચઢીયાતો સાબિત થઇ રહ્યો છે? જાણો

Next Article