ICC વર્લ્ડ કપ-2021 (T20 World Cup 2021) નો સુપર-12 સ્ટેજ શરૂ થઈ ગયો છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) નો સામનો દક્ષિણ આફ્રિકા (South Africa) સામે થશે. બંને ટીમો પોતાના પ્રથમ T20 વર્લ્ડ કપ ખિતાબ માટે લડી રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયન બોલરોએ દક્ષિણ આફ્રિકા પર પ્રભુત્વ જમાવ્યું હતું અને તેના બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા.
ટીમ મોટો સ્કોર કરી શકી નથી. દક્ષિણ આફ્રિકાની ટીમના દિગ્ગજ બેટ્સમેનો નિષ્ફળ રહ્યા. પરંતુ ટીમનો અનુભવી બેટ્સમેન ક્વિન્ટન ડી કોક (Quinton De Kock) જે રીતે આઉટ થયો તેણે બધાનું ધ્યાન ખેંચ્યું. ડિકોક જે રીતે આઉટ થયો તે જોઈને લોકો હસવુ રોકી નહી શક્યા હોય.
દક્ષિણ આફ્રિકાને શરૂઆતી ઝટકો લાગ્યો હતો. તેમણે કેપ્ટન ટેમ્બા બાવુમા અને રાસી વાન ડેર દુસેનને ગુમાવ્યા. આ પછી ટીમની જવાબદારી ડિકોક પર હતી. પરંતુ આ ડાબોડી બેટ્સમેન નિષ્ફળ રહ્યો હતો. પાંચમી ઓવરમાં ડિકોક આઉટ થયા હતા. પાંચમી ઓવર લાવનાર જોશ હેઝલવૂડના બોલ પર ડિકોક જે રીતે આઉટ થયો, તેણે બધાને હસાવ્યા હતા.
હેઝલવુડનો ઓફ-સ્ટમ્પની બહાર ફેંકાયેલા બોલ પર ડી કોકે સ્કૂપ રમવાનો પ્રયાસ કર્યો હતો. તે ફાઇન લેગ ઉપર રમવા માંગતો હતો. પરંતુ બોલ તેના થાઈ પેડ સાથે અથડાયો અને હવામાં કૂદીને સ્ટમ્પમાં ગયો. જ્યારે તેના રિપ્લે જોવામાં આવ્યા ત્યારે એવું લાગતું હતું, કે ડી કોક ને નજર નહોતુ આવી રહ્યુ હકે બોલ ક્યાં જઈ રહ્યો છે. આ દરમિયાન તેણે રન લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ જોઈને લાગે છે કે તેણે પોતાના સ્ટમ્પને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો.
દક્ષિણ આફ્રિકા મોટો સ્કોર કરી શક્યું નહોતુ. તે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટના નુકશાને માત્ર 118 રન બનાવી શક્યા હતા. બાવુમા (12)ની વિકેટ 13ના કુલ સ્કોર પર પડી હતી. દુસેન (2) કુલ 16 ના સ્કોર પર આઉટ થયો. ડિકોક (7) 23ના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી હેનરિચ ક્લાસેન અને એડન મકરમે ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પેટ કમિન્સે ક્લાસેનની 23 રનની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો.
ડેવિડ મિલર પણ મકરમને સાથ ન આપી શક્યો અને 16 રન કર્યા બાદ આઉટ થયો હતો. કુલ 80 રનના સ્કોર પર તેની વિકેટ ગુમાવી હતી. ડ્વેન પ્રિટોરિયસ કુલ 82 રને આઉટ થયો હતો. પ્રિટોરિયસે એક રન બનાવ્યો હતો. અંતે કાગિસો રબાડાએ અણનમ 19 રન બનાવ્યા હતા. મકરમ 40 રન બનાવીને ટીમનો સર્વોચ્ચ સ્કોરર રહ્યો.
જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવીને મેચને જીતી લીધી હતી. આમ પોતાની અભિયાન જીત સાથે કર્યુ હતુ. ઓસ્ટ્રેલિયાએ 19.4 ઓવરમાં લક્ષ્ય પાર પાડ્યુ હતુ. ઓસ્ટ્રેલિયા વતી ઓપનર નિષ્ફળ રહ્યા હતા. ડેવિડ વોર્નર 14 રને અને કેપ્ટન એરોન ફિંચ શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠા હતા. મિશેલ માર્ચ પણ 11 રન નોંધાવી આઉટ થયો હતો. મેક્સવેલે 18 રન કર્યા હતા. સ્ટીવ સ્મિથે 35 રનનનુ યોગદાન આપ્યુ હતુ. જ્યારે માર્કસ સ્ટોઇનીસ (24) અને મેથ્યૂ વેડે (15) અણનમ રહ્યા હતા.