T20 ઇન્ટરનેશનલમાં શતક અનેક જોયા હશે. પરંતુ, જો ડેબ્યુ મેચમાં જ સદી ફટકારવામાં આવે તો તે અલગ જ વાત છે. બરાબર આવું જ કરીને 22 વર્ષીય કેનેડિયન બેટ્સમેન મેથ્યુ સ્પૂર્સે (Matthew Spoors) ઈતિહાસ રચી દીધો છે. તેણે ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયર (T20 World Cup Qualifier) માં ફિલિપાઇન્સ સામે ડેબ્યૂ કર્યું હતું અને પછી ટી20 ઇન્ટરનેશનલની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. તેની સદીની ઈનિંગ્સ હવે ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ છે. કારણ કે, ડેબાય પર કોઈપણ બેટ્સમેનની આ સૌથી મોટી ઈનિંગ છે. મેથ્યુ સ્પરે કેનેડા (Canada Cricket Team) માટે ટી20 ડેબ્યૂ કરતી વખતે ઓપનર તરીકે સદીની સ્ક્રિપ્ટ લખી દીધી હતી.
તે ફિલિપાઈન્સ સામેની મેચમાં ઓપનિંગ કરવા માટે આવ્યો હતો. તેણે તેના પાર્ટનર રિયાન પઠાણ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 149 રન જોડ્યા હતા. પોતાની શતકીય ઇનિંગ્સ દરમિયાન મેથ્યુ અંત સુધી અણનમ રહ્યો હતો. તે જ સમયે તેનો ઓપનિંગ પાર્ટનર રિયાન પઠાણ 73 રન બનાવીને આઉટ થયો હતો.
જમણા હાથના ઓપનર મેથ્યુ સ્પૂર્સે મેચમાં 66 બોલનો સામનો કર્યો હતો, જેના પર તેણે અણનમ 108 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી 14 ચોગ્ગા અને 3 છગ્ગા જોવા મળ્યા હતા. મેથ્યુ સ્પૂર્સની આ અણનમ સદીના કારણે કેનેડાએ 20 ઓવરમાં 1 વિકેટે 216 રન બનાવ્યા હતા.
🇨🇦 History made as Canada’s Matthew Spoors posts the highest score ever by a T20I debutant!
His 108* runs came off just 66 balls as Canada defeated the Philippines by 118 runs in the 2022 ICC Men’s T20 World Cup Qualifier A.#T20WorldCup pic.twitter.com/vLAebdwgZB
— T20 World Cup (@T20WorldCup) February 19, 2022
ફિલિપાઈન્સ સામે જીત માટે 217 રનનો વિશાળ ટાર્ગેટ હતો. પરંતુ તે 20 ઓવરમાં 5 વિકેટે 98 રન જ બનાવી શકી હતી. અને 118 રનના જંગી અંતરથી મેચ હાર્યુ હતુ. આ જીત સાથે કેનેડા તેના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગયું છે. T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ગ્રુપ B માં કેનેડા અને ફિલિપાઈન્સ વચ્ચે આ પ્રથમ મેચ હતી.
T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂમાં સદી ફટકારીને સૌથી મોટી ઇનિંગ રમનાર મેથ્યુ સ્પર્સને કેનેડાની જીતના હીરો તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેની સદીનું પરિણામ એ આવ્યું કે કેનેડાએ મેચમાં કુલ 216 રન બનાવ્યા હતા. હવે કેનેડાએ તેની આગામી મેચ ઓમાન સામે રમવાની છે.
Published On - 9:45 am, Sat, 19 February 22