T20 World Cup: ઓમાન અને UAE માં રમાનારા T20 વિશ્વકપની તારીખોની જાહેરાત, જાણો ક્યારથી રમાશે ટૂર્નામેન્ટ

|

Jun 29, 2021 | 5:58 PM

T20 વિશ્વકપ (World Cup) ની તારીખોને લઇને ચાલતી અટકળોનો અંત લાવતા ICC એ એલાન કરી આજે કરી દીધુ છે. વિદેશી ધરતી પર BCCI ના આયોજક હક સાથે રમાનારી ટૂર્નામેન્ટના શિડ્યુલને લઇને રાહ જોવી રહી છે.

T20 World Cup: ઓમાન અને UAE માં રમાનારા T20 વિશ્વકપની તારીખોની જાહેરાત, જાણો ક્યારથી રમાશે ટૂર્નામેન્ટ
T20 World Cup

Follow us on

T20 વિશ્વકપ (World Cup) ની તારીખોને લઇને વિશ્વભરના ક્રિકેટ ફેન્સ, વિશ્લેષકો અને ક્રિકેટરો રાહ જોઇ રહ્યા હતા. પરંતુ તેની આતુરતાનો અંત આવી ચુક્યો છે. ICC એ મંગળવારે T20 વિશ્વકપ શરુ થવાની તારીખોને જાહેર કરી છે. જે મુજબ આગામી 17 ઓક્ટોબર થી 14 નવેમ્બર દરમ્યાન ટૂર્નામેન્ટ રમાશે. UAE અને ઓમાન (Oman) માં રમાનારા T20 વિશ્વકપના આયોજક હક્ક BCCI પાસે રહેશે.

અગાઉ BCCI સેક્રટરી જય શાહે (Jay Shah) મંગળવારે જાહેર કર્યુ હતુ કે, T20 વિશ્વકપ UAEમાં રમાનાર છે. આમ ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની સ્થિતિને ધ્યાને રાખીને ટૂર્નામેન્ટને UAE અને ઓમાનમાં ખસેડવામાં આવી છે જેની હવે ICC એ ઘોષણા કરી દીધી છે.

પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
ઉનાળામાં બપોરે સમયે સૂવાના છે અઢળક ફાયદા, ન જાણતા હો તો જાણી લો
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન

આઇસીસી એ તારીખો જાહેર કરવા સાથે બતાવ્યુ હતુ કે, UAE અને ઓમાનના ચાર મેદાનો પર T20 વિશ્વકપની મેચો રમાનાર છે. જેમાં દુબઇ નુ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, શારજાહ અને અબુધાબીનુ સેખ ઝાયદ સ્ટેડિયમ ઉપરાંત ઓમાનના ક્રિકેટ એકડમી ગ્રાઉન્ડ પર વિશ્વકપની મેચ રમાનાર છે. ગત વર્ષ 2020 ના દરમ્યાન ઓસ્ટ્રેલીયામાં T20 વિશ્વકપ યોજાનાર હતો જે કોરોનાને લઇને સ્થગીત કરવામાં આવ્યો હતો.

આઇસીસી CEO જ્યોફ અલાર્ડાઇસ એ કહ્યુ હતુ, અમારી પ્રાથમિકતા છે કે, અમે ICC મેન્સ ટ20 વિશ્વકપ સુરક્ષિત રીતે આપવામાં આવેલા વિન્ડોમાં આયોજીત કરાવીએ. અમે બીસીસીઆઇ, અમિરાત ક્રિકેટ બોર્ડ અને ઓમાન ક્રિકેટ સાથે સતત સંપર્કમાં રહીશુ. જેનાથી ફેન્સને ક્રિકેટના આ ઉત્સવનો પૂરો આનંદ માણવા મળે.

તારીખોના એલાન બાદ હવે, BCCI એ આઇપીએલ 2021 નુ આયોજન 17 ઓક્ટોબર પહેલા જ સમાપ્ત કરી લેવુ પડશે. આઇપીએલ 2021 ને 29 મેચો બાદ કોરોના વાયરસના સંક્રમણના બાયોબબલમાં ફેલાવાને લઇને સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ બાકીની 31 મેચના આયોજનને UAEમાં રમાડવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આમ હવે T20 વિશ્વકપ અને આઇપીએલ 2021 એક જ સ્થળે આયોજીત થશે.

Next Article