T20 World Cup AFG vs IND: સુપર-8ના પહેલા મુકાબલામાં ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું, બુમરાહ-અર્શદીપની ત્રણ-ત્રણ વિકેટ

આજે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો સામનો અફઘાનિસ્તાન સામે. ભારત અને અફઘાનિસ્તાને ગ્રુપ સ્ટેજ દરમિયાન જોરદાર પ્રદર્શન કર્યું અને સુપર-8 રાઉન્ડમાં સરળતાથી જગ્યા બનાવી લીધી. બંનેએ પોતપોતાના ગ્રૂપમાં 3-3 મેચ જીતી હતી પરંતુ ભારતીય ટીમ ગ્રૂપ-Aમાં પ્રથમ, જ્યારે અફઘાનિસ્તાન ગ્રૂપ-Cમાં બીજા ક્રમે રહી હતી.

T20 World Cup AFG vs IND: સુપર-8ના પહેલા મુકાબલામાં ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું, બુમરાહ-અર્શદીપની ત્રણ-ત્રણ વિકેટ
AFG vI ND
| Updated on: Jun 20, 2024 | 11:39 PM

T20 વર્લ્ડ કપ 2024નો સુપર-8 રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને ટીમ ઈન્ડિયા પ્રથમ વખત આ રાઉન્ડમાં પ્રવેશવા જઈ રહી છે. સુપર-8ની પોતાની પ્રથમ મેચમાં ભારત અને અફઘાનિસ્તાન આમને-સામને છે. આ મેચ આજે સાંજે બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં 4માંથી 3 મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં પહેલીવાર કેરેબિયન મેદાનમાં રમશે, જ્યારે અફઘાનિસ્તાને તેની તમામ મેચો અહીં વેસ્ટ ઈન્ડિઝમાં રમી છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું પ્રદર્શન અત્યાર સુધી બહુ સારું નથી રહ્યું પરંતુ બોલરોએ અજાયબી કરી છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપમાં સારું ફોર્મ દેખાડનાર અફઘાનિસ્તાન માટે પડકાર આસાન નહીં હોય.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Jun 2024 11:39 PM (IST)

    અમદાવાદમાં ખુલ્લી તલવારો સાથે અસામાજિક તત્વોનો આતંક

    અમદાવાદ શહેરમાં સતત હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શહેરમાં વેજલપુર બાદ ગોમતીપૂરમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ખંડણી ઉઘરાવવાની અદાવતમાં ડબલ મર્ડરની ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે. હત્યા કરવા આવેલા શખ્સોની જ હત્યા થઈ છે. પાન પાર્લર ચલાવતા યુવક અને તેના પરિવારે હત્યા કરતા સનસનાટી ફેલાઈ છે. ગોમતીપુર પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી.

     

  • 20 Jun 2024 11:37 PM (IST)

    ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું

    સુપર-8ના પહેલા મુકાબલામાં ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું, બુમરાહ-અર્શદીપની ત્રણ-ત્રણ વિકેટ, અર્શદીપે અંતિમ બોલ પર નુર અહેમદને કર્યો કેચ આઉટ


  • 20 Jun 2024 11:25 PM (IST)

    અર્શદીપની બીજી વિકેટ

    અફઘાનિસ્તાનને નવમો ઝટકો, અર્શદીપે નવીન-ઉલ-હકને કર્યો આઉટ

  • 20 Jun 2024 11:23 PM (IST)

    રાશિદ ખાન આઉટ

    અફઘાનિસ્તાનને આઠમો ઝટકો, અર્શદીપે રાશિદ ખાનને કર્યો આઉટ

  • 20 Jun 2024 11:19 PM (IST)

    મોહમ્મદ નબી આઉટ

    અફઘાનિસ્તાનને સાતમો ઝટકો, મોહમ્મદ નબી 14 રન બનાવી આઉટ, કુલદીપે લીધી વિકેટ

  • 20 Jun 2024 11:12 PM (IST)

    બૂમરાહની ત્રીજી વિકેટ

    અફઘાનિસ્તાનને છઠ્ઠો ઝટકો, નજીબુલ્લાહ ઝદરાન 19 રન બનાવી થયો આઉટ, બૂમરાહે લીધી વિકેટ

  • 20 Jun 2024 10:52 PM (IST)

    જાડેજાએ લીધી વિકેટ

    અફઘાનિસ્તાનને પાંચમો ઝટકો, અઝમતુલ્લા ઓમરઝાઈ 26 રન બનાવી થયો આઉટ, રવીન્દ્ર જાડેજાએ લીધી વિકેટ

  • 20 Jun 2024 10:49 PM (IST)

    કુલદીપ યાદવે લીધી વિકેટ

    અફઘાનિસ્તાનને ચોથો ઝટકો, ગુલબદ્દીન નાયબ 17 રન બનાવી થયો આઉટ, કુલદીપ યાદવે લીધી વિકેટ

  • 20 Jun 2024 10:45 PM (IST)

    10 ઓવર બાદ અફઘાનિસ્તાન 66/3

    10 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર 66/3, મેચ જીતવા 60 બોલમાં 116 રનની જરૂર

  • 20 Jun 2024 10:23 PM (IST)

    બૂમરાહે બીજી વિકેટ લીધી

    અફઘાનિસ્તાનને ત્રીજો ઝટકો, હઝરતુલ્લા ઝાઝાઈ 2 રન બનાવી થયો આઉટ, બૂમરાહે લીધી વિકેટ

  • 20 Jun 2024 10:21 PM (IST)

    અફઘાનિસ્તાનને બીજો ઝટકો

    અફઘાનિસ્તાનને બીજો ઝટકો, ઈબ્રાહિમ ઝદરાન 8 રન બનાવી થયો આઉટ

  • 20 Jun 2024 10:11 PM (IST)

    બૂમરાહે ભારતને પહેલી સફળતા અપાવી

    અફઘાનિસ્તાનને પહેલો ઝટકો, રહેમાનુલ્લા ગુરબાઝ 11 રન બનાવી થયો આઉટ, જસપ્રીત બૂમરાહે લીધી વિકેટ, બૂમરાહે ભારતને પહેલી સફળતા અપાવી

  • 20 Jun 2024 09:51 PM (IST)

    અફઘાનિસ્તાનને જીતવા 182 રનનો ટાર્ગેટ

    ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને જીતવા 182 રનનો ટાર્ગેટ આપ્યો, સૂર્યકુમારની ફિફ્ટી, અંતિમ બોલ પર અક્ષર પટેલ થયો રનઆઉટ

  • 20 Jun 2024 09:42 PM (IST)

    જાડેજા સસ્તામાં આઉટ

    ટીમ ઈન્ડિયાને સાતમો ઝટકો, રવીન્દ્ર જાડેજા માત્ર 7 રન બનાવી થયો આઉટ

  • 20 Jun 2024 09:38 PM (IST)

    હાર્દિક પંડયા 32 રન બનાવી આઉટ

    ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ઝટકો, હાર્દિક પંડયા 32 રન બનાવી થયો આઉટ

  • 20 Jun 2024 09:32 PM (IST)

    ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો, સુર્યકુમાર 53 રન બનાવી થયો આઉટ

    સુર્યકુમાર યાદવ 53 રન બનાવી નબીનો શિકાર બન્યો હતો

    ભારતનો સ્કોર 151 રને 5 વિકેટ અને ઓવર 17.1

  • 20 Jun 2024 09:07 PM (IST)

    ભારતનો સ્કોર 100ને પાર

    ભારતનો સ્કોર 100ને પાર, સૂર્યકુમાર યાદવની ફટકાબાજી શરૂ

  • 20 Jun 2024 08:58 PM (IST)

    શિવમ દુબે 10 પર આઉટ

    ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો, શિવમ દુબે માત્ર 10 રન બનાવી થયો આઉટ, રાશિદ ખાને લીધી ત્રીજી વિકેટ

  • 20 Jun 2024 08:44 PM (IST)

    રાશિદ ખાને કોહલીને કર્યો આઉટ

    ટીમ ઈન્ડિયાને સૌથી મોટો બીજો ઝટકો, વિરાટ કોહલી માત્ર 24 રન બનાવી થયો આઉટ, રાશિદ ખાને લીધી વિકેટ

  • 20 Jun 2024 08:36 PM (IST)

    રાશિદ ખાને પંતને કર્યો આઉટ

    ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો, રિષભ પંત માત્ર 20 રન બનાવી થયો આઉટ, રાશિદ ખાને લીધી વિકેટ

  • 20 Jun 2024 08:31 PM (IST)

    પંતને જીવનદાન, ફટકારી ત્રણ બાઉન્ડ્રી

    પાવરપ્લે બાદ ભારતનો સ્કોર 47/1, નબીની ઓવરમાં પંતને મળ્યું જીવનદાન, નવીન ઉલ હક્કે પંતનો કેચ છોડ્યો, પંતે નબીની ઓવરમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારી

  • 20 Jun 2024 08:24 PM (IST)

    કોહલીની શાનદાર સિક્સર

    વિરાટ કોહલીએ શાનદાર સિક્સર ફટકારી. નવીન ઉલ હક્કના બોલ પ[ર સ્ટ્રેટ ડ્રાઈવ સિક્સર ફટકારી

  • 20 Jun 2024 08:15 PM (IST)

    રોહિત શર્મા આઉટ

    ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો, રોહિત શર્મા માત્ર 8 રન બનાવી થયો આઉટ, ફઝલહક ફારુકીએ લીધી વિકેટ

  • 20 Jun 2024 08:04 PM (IST)

    રોહિત શર્માની બાઉન્ડ્રી

    પહેલી ઓવરમાં રોહિત શર્માએ બાઉન્ડ્રીથી કરી શરૂઆત. ભારતનો સ્કોર 5/1

  • 20 Jun 2024 07:50 PM (IST)

    ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11

    રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ

  • 20 Jun 2024 07:48 PM (IST)

    અફઘાનિસ્તાન પ્લેઈંગ 11

    રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, હઝરતુલ્લાહ ઝાઝાઈ, ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, નૂર અહેમદ, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી.

  • 20 Jun 2024 07:40 PM (IST)

    ભારતીય ટીમમાં એક ફેરફાર

    ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. મોહમ્મદ સિરાજના સ્થાને કુલદીપ યાદવને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું.

  • 20 Jun 2024 07:37 PM (IST)

    ભારતે જીત્યો ટોસ

    ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી

  • 20 Jun 2024 07:23 PM (IST)

    ટુંક સમયમાં થશે ટોસ

    ટોસ ટૂંક સમયમાં થવા જઈ રહ્યો છે અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અહીં બેટિંગ કરવા અને પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે કારણ કે ટીમ ઈન્ડિયા પીછો કરવાનું વધુ સારું માને છે અને તેમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે.

  • 20 Jun 2024 07:05 PM (IST)

    બાર્બાડોઝમાં હવામાન કેવું છે?

    બ્રિજટાઉનમાં મેચની શરૂઆતમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થવાની શક્યતા નથી. હવામાનની આગાહી અનુસાર, ભારતમાં બ્રિજટાઉન સમયે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી એટલે કે સાંજે 7.30 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી વરસાદની કોઈ શક્યતા નથી. જો કે આ પછી થોડો વરસાદ પડી શકે છે.

Published On - 7:02 pm, Thu, 20 June 24