
T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ ગુરુવારે એડિલેડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે ઈંગ્લેન્ડને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં છ વિકેટે 168 રન બનાવ્યા હતા. આ મેચ જીતનારી ટીમ 13 નવેમ્બરે ફાઇનલમાં મેલબોર્નમાં પાકિસ્તાન સામે રમશે.
વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની શાનદાર ઈનિગ્સે ભારતે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 4 વિકેટ ગુમાવીને રન બનાવ્યા હતા. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને કેએલ રાહુલ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પાર્ટનરશીપ કરીને સ્કોર 50 રનથી આગળ કર્યો હતો. ભારતને બીજો ઝટકો 56 રન પર રોહિતના રૂપમાં લાગ્યો હતો.
Hardik Pandya top-scored for #TeamIndia & was our top performer from the first innings of the #INDvENG #T20WorldCup semi-final. 👍 👍
A summary of his batting display 🔽 pic.twitter.com/DEhRaLdsZu
— BCCI (@BCCI) November 10, 2022
સેમિફાઇનલમાં સૂર્યકુમાર યાદવનું બેટ પણ ચાલ્યું ન હતું અને તે માત્ર 14 રન બનાવી શક્યો હતો. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ સાથે મળીને ભારતની નિષ્ફળ ઇનિંગ્સને સંભાળી હતી. કોહલીએ 40 બોલમાં 50 રન બનાવ્યા હતા. ભારતને 136 રનના સ્કોર પર કોહલીના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો. આ પછી પંડ્યાનું તોફાન જોવા મળ્યુંઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને ચાર ઓવરમાં 43 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ક્રિસ વોક્સ અને આદિલ રાશિદે એક-એક સફળતા મેળવી હતી.
વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં ધૂમ મચાવી દીધી છે. લાંબા સમય બાદ ફોર્મમાં પરત ફરેલા કોહલીને રોકવાનું હવે દુનિયાના કોઈપણ બોલરના હાથમાં નથી. તેણે ઈંગ્લેન્ડ સામે ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પોતાની અડધી સદી સાથે ઈતિહાસ રચ્યો છે,કોહલીએ ઈંગ્લેન્ડ સામે 15મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને 43 રન સુધી પહોંચતા જ આ સાથે ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાં 4 હજાર રન પણ પૂરા કર્યા.
કોહલી આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 4000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ ઈનિંગ પહેલા કોહલીએ 114 ઈન્ટરનેશનલ ટી20 મેચની 106 ઈનિંગ્સમાં 3 હજાર 958 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી અને 36 અડધી સદી ફટકારી હતી.
Published On - 3:16 pm, Thu, 10 November 22