PAK vs NZ Semi Final 1: ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને આપ્યો 153 રનનો ટાર્ગેટ

|

Nov 09, 2022 | 3:31 PM

T20 વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 152 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ પાકિસ્તાનને 153 રનનો ટાર્ગેટ આપ્યો છે

PAK vs NZ Semi Final 1:  ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને આપ્યો 153 રનનો ટાર્ગેટ
ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને આપ્યો 153 રનનો ટાર્ગેટ
Image Credit source: Twitter

Follow us on

T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે સિડનીમાં રમાઈ રહી છે. સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ T20 વર્લ્ડ કપમાં સિડનીમાં અત્યાર સુધી પાંચ વખત પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે.  બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ માત્ર એક જ મેચ જીતી શકી છે. આવી સ્થિતિમાં ટોસે ન્યૂઝીલેન્ડને સમર્થન આપ્યું છે.ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 152 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને ફાઇનલમાં જવા માટે 153 રન બનાવવાની જરૂર છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને  153 રનનો ટાર્ગેટ આપ્યો

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી કિવી ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 152 રન બનાવ્યા હતા. પાકિસ્તાની બોલરોએ કિવી બેટ્સમેનોને પ્રથમ 10 ઓવરમાં મુક્તપણે રમવાની તક આપી ન હતી. બોલરોએ દબાણ બનાવ્યું હતું. આ પછી કેપ્ટન અને મિશેલે ટીમ પર દબાણ ઘટાડવાનો પ્રયાસ કર્યો અને મિશેલે આ દરમિયાન 32 બોલમાં 50 અડધી સદી ફટકારી. તે 53 રન બનાવીને અણનમ રહ્યો હતો.

 

 

વિલિયમસન અને મિશેલ વચ્ચે મોટી ભાગીદારી

ન્યૂઝીલેન્ડની શરૂઆતની વાત કરીએ તો શાહીન શાહ આફ્રિદીએ પહેલી ઓવરના ત્રીજા બોલ પર ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો આપ્યો હતો. ફિન એલન 4 રને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી કેન વિલિયમસન ક્રિઝ પર આવ્યો. તેણે ઓપનર ડેવોન કોનવે સાથે સારી ભાગીદારી બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોનવે છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર 21 રન બનાવીને રનઆઉટ થયો.વિલિયમસન અને મિશેલ વચ્ચે મોટી ભાગીદારી કરી હતી.મિશેલ સાથેની મજબૂત ભાગીદારી તોડીને વિલિયમસનને શાહિદ શાહ આફ્રિદીએ બોલ્ડ કર્યો હતો. વિલિયમસન અડધી સદીથી ચુકી ગયો હતો. તેણે 42 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ન્યૂઝીલેન્ડ ટીમ : ડેવોન કોનવે, ફિન એલન, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચેલ, જીમી નિશમ, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉધી, લોકી ફર્ગિયુસન અને ટ્રેન્ટ બોલ્ટ.

પાકિસ્તાન ટીમ : બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહિન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હારિસ રઉફ.

Published On - 3:29 pm, Wed, 9 November 22

Next Article