T20 World Cup 2021: સુપર-12 માં ટોસ નો કમાલ, ટોસની હાર-જીત જાણે કે મેચ પહેલા નસીબ અને પરીણામ દર્શાવી દે છે !

|

Oct 28, 2021 | 12:31 PM

ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) માં ટોસ જ બોસ બની રહ્યો છે. જેના પક્ષમાં ટોસ આવે છે એ ટીમના કેપ્ટન પહેલા બોલીંગ કરવુ વધારે પસંદ કરી રહ્યા છે. કારણ કે બીજી ઇનીંગમાં બોલીંગ કરવી ઝાકળના કારણે મુશ્કેલ બનતી હોય છે.

T20 World Cup 2021: સુપર-12 માં ટોસ નો કમાલ, ટોસની હાર-જીત જાણે કે મેચ પહેલા નસીબ અને પરીણામ દર્શાવી દે છે !
Virat Kohli

Follow us on

ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) માં અત્યારે સુપર 12 ની મેચનો રોમાંચ વર્તાઇ રહ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) બંને ટીમો સેમિફાઇનલમાં સ્થાન મેળવવા ગણિત માંડી રહ્યા છે. બંને એ આવનારી ટક્કરનો જીતવી જરુરી બની રહી છે. ભારતીય ટીમે (Team India) ગત રવિવારે પાકિસ્તાન સામેની મેચ હારી હતી. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ હારતા જ જાણે કે મેચની શરુઆતે જ નિરાશા મળી હતી. તમને થશે કે ટોસ હારીને કેમ એટલી નિરાશા થઇ શકે, તો આ સંયોગ જુઓ કે ટોસનુ સુપર 12 ની મેચોમાં કેટલુ મહત્વ રહ્યુ છે.

બુધવાર સુધીમાં સુપર 12 મની 9 મેચ રમાઇ ચુકી છે. તે તમામ મેચોમાં એક અનોખ સંયોગ જોવા મળ્યો છે, તે છે ટોસને લઇને. કારણ કે આ ટોસ જ ટીમ ના કેપ્ટનની પરેશાનીઓનો વધારો ઘટાડો નક્કી કરી રહ્યુ છે. સંયોગ એ રહ્યો છે કે, જેણે ટોસ જીત્યો મેચ એના જ પક્ષમાં જ રહી છે. એ તો ઠીક ટોસ જીતીને જેણે પહેલા બોલીંગ પસંદ કરી છે એ ટીમોએ હાર સહી જ નથી. જોકે અફઘાનીસ્તાને પહેલા બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારી તે ટીમ પણ જીત મેળવી શકી છે.

27 ઓક્ટોબર સુધીમાં ટી20 વિશ્વકપમાં 9 મેચ રમાઇ છે. જેમાં ગૃપ 2 માં તમામ 12 ટીમો પોત પોતાની પ્રથમ મેચોને રમી ચુક્યુ છે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ ની ટીમ તો તેની 2 મેચ પણ રમીને બંનેમાં જીત પણ નોંધાવી ચુક્યુ છે. હવે સૌની નજર ભારત અને ન્યુઝીલેન્ડની મેચ પર છે. જે આગામી રવિવારે રમાનારી છે. અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ ની મેચને છોડવામાં આવે રમાયેલી 9 મેચમાં થી બાકીની 8 મેચ પહેલા બોલીંગ કરનારી ટીમે જ જીતી લીધી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અફઘાનિસ્તાન એક માત્ર ટીમ છે કે, જેમે પહેલા બેટીંગ કરીને હરીફ ટીમને લક્ષ્ય સુધી પહોંચવા નથી દીધી. જોકે તેણે ટોસ જીત્યો હતો અને બધી ટીમો થી ઉલ્ટો નિર્ણય પહેલા બેટીંગ કરવાનો લીધો હતો. જેમાં તે ટીમ સફળ નિવડી હતી. આમ સંયોગ એ જ રચાયો કે, જેણે ટોસ જીત્યો એ ટીમ જ મેચને જીતી રહી છે.

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ 2 વાર ટોસ જીતી મેચ જીતી

ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને અઘફાનિસ્તાને એક એક વાર ટોસ જીત્યો હતો. જ્યારે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમ 2-2 વાર ટોસ જીતવામાં સફળ રહી છે. આ તમામ ટીમો ટોસ જીતીને મેચને જીતી લેવામાં સફળ બની છે. યુએઇમાં રમાઇ રહેલી વિશ્વકપ મેચમાં દરેક કેપ્ટન ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી રહ્યો છે. કારણ કે ઝાકળને લઇને બાદમાં બોલીંગ કરવી એ મુશ્કેલી બની શકે છે.

 

 

આ પણ વાંચોઃ IPL: અમદાવાદ ની નવી ટીમ ખરીદનાર CVC કેપિટલને લઇને સવાલો સર્જાયા છે, આ દરમિયાન BCCI એ કહ્યુ-બધુ બરાબર છે.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે પરાજય બાદ કહેલી વાત થી ખફા થયો ‘જાડેજા’, કહ્યુ આમ કેમ વિચારી શકે!

 

 

Next Article