T20 World Cup 2021: હાર્દિક પંડ્યાના બોલીંગ કરવાને થઇ રહેલા સવાલો પર રોહિત શર્માનો જવાબ, કહ્યુ કઇ મેચમાં બોલીંગ કરશે?

|

Oct 20, 2021 | 9:14 PM

T20 World Cup 2021: ઓસ્ટ્રેલિયા સામેની બીજી પ્રેક્ટિસ મેચમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) બોલિંગ ન કરવાને કારણે વિરાટ કોહલી (Virat Kohli) એ બે ઓવર ફેંકી હતી.

T20 World Cup 2021: હાર્દિક પંડ્યાના બોલીંગ કરવાને થઇ રહેલા સવાલો પર રોહિત શર્માનો જવાબ, કહ્યુ કઇ મેચમાં બોલીંગ કરશે?
Hardik Pandya

Follow us on

ભારત જલ્દી થી જ T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં પાકિસ્તાન સામે મેચ સાથે પોતાનું અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. આ પહેલા ટીમ ઇન્ડીયા (Team India) એ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે બે વોર્મ અપ મેચ રમી છે. પરંતુ ભારતીય ટીમ (Indian Cricket Team) સાથે સંબંધિત એક પ્રશ્ન હજુ સુધી ઉકેલાયો નથી. આ પ્રશ્ન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની બોલિંગ સાથે સંબંધિત છે. તેણે આખી IPL માં બોલિંગ નહોતી કરી અને હવે તે વોર્મ-અપ મેચોમાં પણ નથી કરતો.

આ સાથે તે ચર્ચામાં વધારો થયો છે, કે તે T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરશે કે પછી માત્ર બેટ્સમેન તરીકે રમશે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી પ્રેક્ટિસ મેચ પહેલા રોહિત શર્મા આ અંગે જવાબ આપતો જોવા મળ્યો હતો. બીજા વોર્મ-અપમાં રોહિતે કેપ્ટનશીપ સંભાળી. તેણે આશા વ્યક્ત કરી હતી કે હાર્દિક વર્લ્ડ કપની મેચોમાં બોલિંગ કરશે.

રોહિત શર્માએ કહ્યું કે, ભારતને વર્લ્ડ કપ દરમિયાન છઠ્ઠા બોલરની જરૂર પડશે. તેણે કહ્યું, હાર્દિક સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. પરંતુ હજુ તેને બોલિંગ કરવા માટે સમય છે, તેણે બોલિંગ શરૂ કરી નથી. પરંતુ તે ટૂર્નામેન્ટની શરૂઆત સુધીમાં તૈયાર થઈ જશે. અમારા મુખ્ય બોલરો પાસે ગુણવત્તા છે, પરંતુ છઠ્ઠા બોલરની જરૂર છે. T20 વર્લ્ડ કપમાં ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતના ગૃપમાં અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ જેવી ટીમો પણ સામેલ છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

શ્રીલંકા પ્રવાસ દરમિયાન હાર્દિકે બોલિંગ કરી હતી

હાર્દિક પંડ્યા તેની પીઠની સર્જરી બાદ પાછો આવ્યો ત્યારથી બોલિંગથી દૂર છે. ગયા વર્ષે પણ તેણે વર્લ્ડ કપ દરમિયાન બોલિંગ નહોતી કરી. પછી તે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી દરમિયાન માત્ર બેટ્સમેન તરીકે રમ્યો. જોકે, તેણે જુલાઈમાં શ્રીલંકા પ્રવાસ પર બોલિંગ કરી હતી.

આ પછી એવું માનવામાં આવતું હતું કે, તે ફરીથી ઓલરાઉન્ડર તરીકે જોવા મળશે. પરંતુ IPL 2021 માં તેણે ફરી બોલિંગથી પોતાને દૂર રાખ્યો. જોકે, T20 વર્લ્ડકપને લઈને ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે ટીમના સંતુલન માટે હાર્દિકની બોલિંગ જરૂરી છે.

ઓસ્ટ્રેલિયા સામેની બીજી પ્રેક્ટિસ મેચમાં વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાને બોલિંગ ન કરવાને કારણે બે ઓવર ફેંકી હતી. તેણે સારી બોલિંગ કરી અને માત્ર 12 રન આપ્યા. રોહિતે કહ્યું કે કોહલી સિવાય તે પોતે અને સૂર્યા પણ કેટલીક ઓવર ફેંકી શકે છે. જોકે, મેચમાં માત્ર કોહલીએ જ બોલિંગ કરી હતી.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે વિજય, રોહિત શર્માનુ અર્ધશતક

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: રોહિત શર્માની ઓસ્ટ્રેલિયા સામેની રમતે પાકિસ્તાનનુ વધારી દિધુ ટેંન્શન, રમી જબરદસ્ત ઇનીંગ

 

 

 

Next Article