T20 World Cup 2021, Points Table: વિશ્વકપમાં નામીબિયા જેવી ટીમો પણ પોઇન્ટ ટેબલમાં ભારતીય ટીમ કરતા આગળ, ટીમ ઇન્ડીયાના હાલત અત્યંત કંગાળ

|

Nov 01, 2021 | 9:53 AM

T20 World Cup Points Table in Gujarati:ગ્રુપ 1 માંથી ઈંગ્લેન્ડ અને ગ્રુપ 2 માંથી પાકિસ્તાન હજુ પણ પ્રથમ સ્થાને છે અને તે બંને સેમીફાઈનલમાં સ્થાન મેળવવાની નજીક છે.

T20 World Cup 2021, Points Table: વિશ્વકપમાં નામીબિયા જેવી ટીમો પણ પોઇન્ટ ટેબલમાં ભારતીય ટીમ કરતા આગળ, ટીમ ઇન્ડીયાના હાલત અત્યંત કંગાળ
Virat Kohli-Kane Williamson

Follow us on

ICC T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) ટીમ ઈન્ડિયા (Team India) માટે દુઃસ્વપ્ન બની રહ્યો છે.  યુએઈમાં આયોજિત આ ટુર્નામેન્ટની શરૂઆતમાં ખિતાબના દાવેદાર મનાતા વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજમાં જ સતત બીજી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રવિવાર (24 ઓક્ટોબર)ના રોજ પાકિસ્તાન સામે 10 વિકેટની આઘાતજનક હાર બાદ ન્યૂઝીલેન્ડે આ રવિવારે (31 ઓક્ટોબર) ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હરાવ્યું હતું અને તેની સાથે જ ભારતનો સેમિફાઈનલમાં પહોંચવાનો રસ્તો વધુ મુશ્કેલ બની ગયો છે.
આ વાતનુ સાક્ષી છે પોઈન્ટ ટેબલ (T20 વર્લ્ડ કપ 2021 પોઈન્ટ ટેબલ), જ્યાં ભારતીય ટીમ નામીબીયા જેવી પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહેલી ટીમથી પણ નીચે છે. જ્યારે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ પણ તેનાથી ઉપર છે.
રવિવાર 31 ઓક્ટોબરે સુપર-12 રાઉન્ડમાં ગ્રુપ-1ની માત્ર બે જ મેચો રમાઈ હતી. પ્રથમ મેચ અબુધાબીમાં અફઘાનિસ્તાન અને નામીબિયા વચ્ચે રમાઈ હતી. જ્યારે બીજી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાઈ હતી. બંને મેચ એકતરફી રહી હતી અને બંનેની અસર પોઈન્ટ ટેબલમાં જોવા મળી હતી. ટુર્નામેન્ટમાં જોરદાર રમત દેખાડતી અફઘાનિસ્તાનની ટીમે શાનદાર પ્રદર્શન કરતા નામીબિયાને 62 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાનની આ બીજી જીત છે. પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે હાર્યા બાદ ન્યૂઝીલેન્ડે ભારતને હરાવીને જીતનું ખાતું ખોલ્યું હતું.

IND vs NZ મેચ પછી પોઈન્ટ ટેબલ: ગ્રુપ-2

પાકિસ્તાને આ ગ્રુપમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે અને ટીમે 6 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ રવિવારની જીત સાથે અફઘાનિસ્તાનના 4 પોઈન્ટ છે અને બીજા સ્થાને તેનું સ્થાન પણ મજબૂત થઈ ગયું છે. ટીમનો નેટ રન રેટ (NRR) જૂથમાં સૌથી વધુ (+)3.097 છે. આ સાથે જ ભારત પરની જીતે ન્યુઝીલેન્ડનું ખાતું પણ 2 પોઈન્ટ સાથે ખોલ્યું અને તે નામીબીઆને પાછળ રાખી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
પહેલી વાર વર્લ્ડ કપ રમી રહેલી નામિબિયાની ટીમ પણ ભારતથી ઉપર છે. તેના પણ 2 પોઈન્ટ છે અને તે ચોથા સ્થાને છે.  ભારતે હવે છેલ્લી 3 મેચ અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કોટલેન્ડ સામે રમવાની છે અને ત્રણેયમાં મોટી જીત જ થોડી આશા આપી શકે છે. ભારત અને સ્કોટલેન્ડ પાસે હજુ એક પણ પોઈન્ટ નથી અને બંને NRRના આધારે અનુક્રમે પાંચમા અને છઠ્ઠા ક્રમે છે.

IND vs NZ મેચ પછી પોઈન્ટ ટેબલ: ગ્રુપ-1

રવિવારે ગ્રુપ 1માં કોઈ મેચ રમાઈ ન હતી અને તેથી આ ગ્રુપની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. શનિવાર 30 ઓક્ટોબરના પરિણામો બાદ, ઈંગ્લેન્ડ (6 પોઈન્ટ્સ) સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે (4 પોઈન્ટ, NRR +0.210).  ઓસ્ટ્રેલિયાના પણ 4 પોઈન્ટ છે, પરંતુ NRR (-0.627)માં પાછળ રહેવાને કારણે તે ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને શ્રીલંકા (2 પોઈન્ટ), પાંચમા સ્થાને વેસ્ટ ઈન્ડિઝ (2 પોઈન્ટ) અને છેલ્લા સ્થાને બાંગ્લાદેશ (0 પોઈન્ટ) છે.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup: ન્યુઝીલેન્ડ સામે હાર બાદ જસપ્રિત બુમરાહે કહ્યુ છ મહિના થી ઘર-પરિવાર થી દૂર છીએ

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ તૂટી ગયો! ટીમને લઇને કહી દીધી મોટી વાત

Next Article