T20 World Cup 2021: પાકિસ્તાન જેના ભરોસે છે, તે બાબર આઝમ અને રિઝવાનનો ફ્લોપ શો, રબાડાએ ઉડાવી ગીલ્લી !

|

Oct 21, 2021 | 7:58 AM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ભારત-પાકિસ્તાન (India vs Pakistan) ની ટક્કર 24 ઓક્ટોબરે થવાની છે, તે પહેલા બાબર આઝમની નબળાઈ સામે આવી છે.

T20 World Cup 2021: પાકિસ્તાન જેના ભરોસે છે, તે બાબર આઝમ અને રિઝવાનનો ફ્લોપ શો, રબાડાએ ઉડાવી ગીલ્લી !
Babar Azam bowled by Kagiso Rabada

Follow us on

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે 24 ઓક્ટોબરે મુકાબલો થવાનો છે. મહાસંગ્રામ મેચ પહેલા બંને ટીમો વોર્મ અપ મેચ સાથે પોતાની તાકાત માપી રહી છે. ભારતે તેમની બંને વોર્મ-અપ મેચ જીતી હતી અને મોટી વાત એ છે, કે ભારતના ઓપનર શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે. કેએલ રાહુલે (KL Rahul) ઇંગ્લેન્ડ સામે ઝડપી અડધી સદી ફટકારી હતી. જ્યારે રોહિત શર્મા (Rohit Sharma) એ ઓસ્ટ્રેલિયા સામે અડધી સદી ફટકારી હતી.

જોકે, પાકિસ્તાન થોડી મુશ્કેલીમાં હોવાનું જણાય છે. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ (Babar Azam) ભારત સામેની મેચ પહેલા ફ્લોપ થઈ ગયો હતો અને તેની નબળાઈ પણ સામે આવી હતી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

બાબર આઝમ દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચમાં માત્ર 15 રન બનાવીને આઉટ થયો હતો. બાબરને કાગિસો રબાડાએ બોલ્ડ કર્યો હતો. રબાડાએ બાબર આઝમને યોર્કર બોલ પર બોલ્ડ કર્યો હતો, જેના પર તે ખૂબ જ અસહજ દેખાતો હતો. રબાડાની આ રણનીતિથી ભારતીય બોલરો ઘણું શીખી શકે છે. ખાસ કરીને જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શામી યોર્કર્સ ફેંકવામાં પારંગત છે અને આ બંને બોલરોએ તે બોલનો ઉપયોગ બાબર સામે કરવો જોઈએ.

મોહમ્મદ રિઝવાન પણ ફ્લોપ રહ્યો

મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) પાકિસ્તાન માટે બાબર આઝમ પછી સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન છે. પાકિસ્તાની ટીમ માટે ખરાબ સમાચાર એ છે, કે મોહમ્મદ રિઝવાન બંને વોર્મ અપ મેચમાં ફ્લોપ સાબિત થયા છે. રિઝવાન દક્ષિણ આફ્રિકા સામે 19 રન બનાવી આઉટ થયો હતો. રિઝવાન શોર્ટ બોલ સામે એકદમ અસહજ દેખાતો હતો. રબાડા અને નોર્ત્જે તરફથી ઝડપી શોર્ટ ડિલિવરીએ તેને પરેશાન કર્યો. અંતે, તે નોર્ત્જેના બોલ પર કેશવ મહારાજને કેચ આપી બેઠો હતો.

પાકિસ્તાન બાબર-રિઝવાન પર નિર્ભર છે

તમને જણાવી દઈએ કે પાકિસ્તાની ટીમ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન પર ઘણો આધાર રાખે છે. છેલ્લા બે વર્ષથી આ બંને બેટ્સમેનોએ વનડે અને T20 ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે. જો આ બંને ખેલાડીઓ વહેલા આઉટ થઈ જાય તો, પાકિસ્તાની ટીમ દબાણમાં આવી શકે છે. મોટી વાત એ છે કે બંને ખેલાડીઓ ઓપનિંગ કરવા આવે છે.

જો બેમાંથી કોઈ વહેલું આઉટ થઈ જાય તો ટીમ પર ચોક્કસપણે દબાણ આવશે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની આ નબળાઈને જાણી હશે અને તે મુજબ વિરાટ એન્ડ કંપનીએ પણ એક પ્લાન તૈયાર કર્યો હશે. હવે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે સંપૂર્ણ પ્લેઈંગ ઈલેવન મેદાનમાં ઉતારવાની જરૂર છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: હાર્દિક પંડ્યાના બોલીંગ કરવાને થઇ રહેલા સવાલો પર રોહિત શર્માનો જવાબ, કહ્યુ કઇ મેચમાં બોલીંગ કરશે?

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: રોહિત શર્માની ઓસ્ટ્રેલિયા સામેની રમતે પાકિસ્તાનનુ વધારી દિધુ ટેંન્શન, રમી જબરદસ્ત ઇનીંગ

Published On - 9:42 pm, Wed, 20 October 21

Next Article