T20 World Cup 2021: ઓમાનના ક્રિકેટરની હ્રદયસ્પર્શી કહાની, શિખર ધવનની સ્ટાઇલમાં મનાવે છે જશ્ન, પરિવાર ટીમ ઇન્ડિયાને ચિયર કરે છે

|

Oct 19, 2021 | 9:03 PM

ઓમાન ક્રિકેટ ટીમ (Oman Cricket Team) ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં ભાગ લઈ રહી છે. તેને સીધી એન્ટ્રી મળી નથી. આવી સ્થિતિમાં તે ગ્રુપ રાઉન્ડમાં ભાગ લઈ રહી છે. તેઓએ PNG ને હરાવીને જીત સાથે શરૂઆત કરી છે

T20 World Cup 2021: ઓમાનના ક્રિકેટરની હ્રદયસ્પર્શી કહાની, શિખર ધવનની સ્ટાઇલમાં મનાવે છે જશ્ન, પરિવાર ટીમ ઇન્ડિયાને ચિયર કરે છે
Jatinder Singh

Follow us on

ઓમાને (Oman) T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) ની પ્રથમ મેચમાં PNG ને હરાવીને જીત સાથે અભિયાનની શરૂઆત કરી હતી. જતીન્દર સિંહે (Jatinder Singh) ઓમાન માટે અડધી સદીની ઇનિંગ રમી અને ટીમની જીત નિશ્ચિત કરી લીધી હતી. લુધિયાણામાં જન્મેલો જતિન્દર સિંહનો પરિવાર ટીમ ઈન્ડિયા (Team India) તેમજ ઓમાન માટે ઉત્સાહિત છે. જતીન્દર માટે આ ખૂબ જ ખાસ ક્ષણ છે. સચિન-સેહવાગ જેવા બેટ્સમેન બનવાનું સપનું જોનારા આ ક્રિકેટરના પિતા સુથારી કામ કરે છે. જોકે જતિન્દરે ક્રિકેટર બનવાનું સપનું જોયું હતું અને આજે તે સાકાર કરી લીધુ છે.

જતીન્દર સિંહના પિતા 1975 માં લુધિયાણાથી ઓમાનમાં સ્થાયી થયા હતા. ત્યાં તેમણે રોયલ ઓમાન પોલીસમાં સુથાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતુ. આ પછી, વર્ષ 2003 માં, જતીન્દર તેની માતા અને ત્રણ ભાઈ-બહેનો સાથે ઓમાન ગયો. બીજા વર્ષે તે મસ્કતમાં ભારતીય શાળાની ક્રિકેટ ટીમનો ભાગ બન્યો. વર્ષ 2007 માં, તે અન્ડર 19 માટે રમનારો સૌથી નાની વયની ખેલાડી હતો. આ પછી તેણે ગલ્ફ ક્રિકેટ, એમહેન્સ ક્રિકેટ અને અરેબિયન ઇન્ડસ્ટ્રી માટે ક્રિકેટ રમી છે.

જતીન્દર નોકરીની સાથે ક્રિકેટ રમે છે

તેણે ICC લીગ 2 માં T20 ડેબ્યુ કર્યું હતું. આ પછી, વર્ષ 2015 માં, તેણે અફઘાનિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય T20 ડેબ્યુ કર્યું. ભારતમાં તેના સમય વિશે, તેણે મીડિયા રિપોર્ટસમાં કહ્યું, ‘હું ભારતમાં રહેતો હતો ત્યારે પણ શેરી ક્રિકેટ રમતો હતો. મને સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ જોવાનું પસંદ હતુ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આગળ કહ્યુ, જો કે, મસ્કત આવ્યા પછી, મેં તેને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. જોકે, મસ્કતમાં કોર્પોરેટ સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખેલાડીઓને એટલા પૈસા મળતા નથી. મેં 2014 માં ખીમજી ઇન્ડસ્ટ્રીમાં નોકરી સાથે તેના માટે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. હું સવારથી સાંજ સુધી કામ કરું છું, ત્યારબાદ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઉં છું.

શિખર ધવનની સ્ટાઇલમાં ઉજવણી

વર્લ્ડ કપમાં રમવા અંગે તેણે કહ્યું, મેં બીજા ટી20 વર્લ્ડ કપમાં ભાગ લીધો, તે મારી સાથે આખી ટીમનું સ્વપ્ન હતું. હું ભારત આવ્યો હતો. પરંતુ કોવિડની બીજી લહેરને કારણે પાછો આવી શક્યો નહીં. તે સમય દરમિયાન મેં સીપી ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી. તે પછી મને મસ્કત જવા માટે ખાસ એરલાઈન મળી.

મેં PNG સામે ફિફ્ટી ફટકારી અને શિખર ધવનની સ્ટાઇલમાં તેની ઉજવણી કરી. હું જાણું છું કે ભારતમાં મારો પરિવાર મને ચિયર કરી રહ્યો હતો. મારી સાથે તે ટીમ ઇન્ડિયાને પણ ચીયર કરી રહ્યો છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: 12 વર્ષની બાળકીએ ડિઝાઇન કરી દીધી વિશ્વકપ ટીમની સ્ટાઇલિસ્ટ જર્સી સહીતની કિટ, જર્સી ફેમસ થતા આવી ચર્ચામાં

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: વિરાટ કોહલી સામે છે આ 4 મુસીબતો, ધોનીએ એ જ શોધવો પડશે ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓનો રસ્તો

 

Next Article