T20 World Cup 2021: રોહિત શર્માની ઓસ્ટ્રેલિયા સામેની રમતે પાકિસ્તાનનુ વધારી દીધુ ટેંન્શન, રમી જબરદસ્ત ઇનીંગ

|

Oct 20, 2021 | 9:29 PM

ભારતીય ટીમે (Team India) સતત બે વોર્મ અપ મેચ જીતી હતી, પરંતુ જીત કરતાં વધુ, આ બંને મેચમાં ટીમ ઇન્ડિયાનું બેટિંગ પ્રદર્શન વધુ ખાસ હતું અને ટીમના સૌથી અનુભવી બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામે પોતાની તાકાત દર્શાવી હતી.

T20 World Cup 2021: રોહિત શર્માની ઓસ્ટ્રેલિયા સામેની રમતે પાકિસ્તાનનુ વધારી દીધુ ટેંન્શન, રમી જબરદસ્ત ઇનીંગ
Rohit Sharma

Follow us on

T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2o21) માં ભારતીય ટીમના અભિયાનની શરૂઆતમાં માત્ર 4 દિવસ બાકી છે. 24 ઓક્ટોબર રવિવારે ભારતીય ટીમ તેમના કટ્ટર હરીફ પાકિસ્તાન (Pakistan) સામે ટકરાશે. આ મેચ પહેલા, ભારતીય ટીમને પ્રેક્ટિસ મેચમાં રમવાની તક મળી હતી, જેથી તેઓ તેમની તૈયારીઓ જોઈ શકે. ઈંગ્લેન્ડ સામેની જીત બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામેની બીજી પ્રેક્ટિસ મેચમાં પણ સારું પ્રદર્શન કર્યું અને જીત નોંધાવી.

આ મેચમાં ફરી એકવાર ભારતીય ટીમે જોરદાર બેટિંગનું દૃશ્ય બતાવ્યું અને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ સંભાળી રહેલા રોહિત શર્મા (Rohit Sharma) એ પોતે આગળ વધીને સારી બેટિંગનો દાખલો બેસાડ્યો. ઓસ્ટ્રેલિયા સામેની આ પ્રેક્ટિસ મેચમાં રોહિતે શાનદાર અડધી સદી ફટકારી હતી. જેણે પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકતા ગ્રુપ મેચ પહેલા ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ટીમના વાઈસ કેપ્ટન અને ઓપનર રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો હતો. ભારતે તે મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચમાં રોહિત પાછો ફર્યો અને તેને કેપ્ટન્સીની જવાબદારી પણ સોંપવામાં આવી. જે જવાબદારી એક મહિના પછી પણ આ ફોર્મેટમાં તેના ખભા પર આવી શકે છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

પરંતુ તે એક અલગ બાબત છે. હાલમાં રોહિત શર્માની બેટિંગ છે. તાજેતરના સમયમાં ટેસ્ટ મેચોમાં શાનદાર ફોર્મ બતાવનાર રોહિત, UAE માં રમાયેલી IPL ના બીજા ભાગમાં બહુ સારો દેખાતો ન હતો. પરંતુ પ્રેક્ટિસ મેચમાં રોહિતે કહ્યું કે તે વર્લ્ડ કપ માટે તૈયાર છે.

 

5 ચોગ્ગા, 3 છગ્ગા અને અડધી સદી

કેએલ રાહુલ (KL Rahul) સાથે ઓપનિંગમાં આવેલા રોહિત શર્માએ ધીમી શરૂઆત કરી અને પ્રથમ 30 બોલમાં માત્ર 32 રન બનાવ્યા. આ દરમિયાન ભારતીય ઓપનરે કેટલાક સારા શોટ લગાવ્યા હતા. પરંતુ રનની ગતિ ખૂબ ઝડપી નહોતી. ત્યારબાદ 31 માં બોલ પર રોહિતે સિક્સર ફટકારી હતી અને અહીંથી તેણે હાથ ખોલીને 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિત 41 બોલ સુધી ક્રિઝ પર રહ્યો, આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 3 વિશાળ છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા અને પછી પોતે રીટાર્ડ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.

 

રોહિતની ઇનિંગ પાકિસ્તાનને માથાનો દુખાવો વધારશે

રોહિતની આ ઇનિંગથી ટીમ ઇન્ડિયાને મોટી રાહત મળી હોત. રોહિતની આ ઇનિંગથી પાકિસ્તાની ટીમના ધબકારામાં પણ વધારો થયો હશે. રોહિતે અગાઉ 2019 વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. હવે ફરી વર્લ્ડ કપમાં પાકિસ્તાન રોહિતનો સામનો સારા ફોર્મમાં કરશે. જે બાબર આઝમની ટીમ માટે સારા સમાચાર નથી.

રોહિત ઉપરાંત સૂર્યાકુમાર યાદવે પણ આ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 27 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા. વર્લ્ડકપની શરૂઆત પહેલા સૂર્યાનું ફોર્મ પણ સવાલોમાં હતું. તે પ્રથમ વોર્મ-અપમાં માત્ર 7 રન જ બનાવી શક્યો હતો. આ સાથે જ IPL માં રનનો વરસાદ થયા બાદ પ્રથમ મેચમાં બેટિંગ કરી રહેલા કેએલ રાહુલે ફરી એક શાનદાર ઇનિંગ રમીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે વિજય, રોહિત શર્માનુ અર્ધશતક

 

આ પણ વાંચોઃ Team India: ભારતીય ટીમના ખેલાડીઓની જર્સી પર જોવા મળતા ત્રણ સ્ટારનુ શુ છે મહત્વ ? શા માટે અંકિત કરવામાં આવે છે, જાણો

 

Published On - 9:03 pm, Wed, 20 October 21

Next Article