T20 World Cup 2021: વિરાટ કોહલી થી ક્યાંય દૂર છે બાબર આઝમ, રનના મામલામાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે નંબર-1

|

Oct 22, 2021 | 2:49 PM

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ના માત્ર રન બનાવવામાં જ આગળ છે, પરંતુ પાકિસ્તાન સામે પણ 84 ની સરેરાશ થી રન નોંધાવ્યા છે. જ્યારે બાબર (Babar Azam) માટે પ્રથમ મેચ ભારત સામે છે.

T20 World Cup 2021: વિરાટ કોહલી થી ક્યાંય દૂર છે બાબર આઝમ, રનના મામલામાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે નંબર-1
Babar Azam-Virat Kohli

Follow us on

હાઇવોલ્ટેજ સન્ડેની રાહ જોવાઇ રહી છે. મેચને લઇને અનેક પ્રકારના આયોજન બંને ટીમો કરી રહી છે, તો ક્રિકેટ ચાહકો પણ તેને માણવા માટેના અવનવા આયોજન કરી રહ્યા છે. ચાહકો બંને ટીમોના ચઢીયાતા ક્રિકેટરોના આંકડાઓને પણ જોઇ રહ્યા છે. તેમાં વિરાટ કોહલી (Virat Kohli) અને બાબર આઝમ (Babar Azam) ની રમતના આંકડા જોવા એટલે મોંઢામાં આંગળા નાંખવા પડે. કારણ કે કોહલીની રમત T20 ક્રિકેટમાં દમદાર રહી છે. જ્યારે બાબર તેના થી ક્યાંય પાછળ છે.

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ના માત્ર બાબર થી જ આગળ છે, પરંતુ વિશ્વના તમામ બેટ્સમેનોમાં રનના મામલે આગળ છે. કોહલીએ અત્યાર સુધીમાં 90 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં 52.65 ની સરેરાશ સાથે સૌથી વધુ 3159 રન બનાવ્યા હતા. તે આ ફોર્મેટમાં 3 હજાર થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે.

ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી બાદ આ મામલે બીજા સ્થાને ન્યૂઝીલેન્ડનો સિનિયનર બેટ્મસેન માર્ટિન ગુપ્ટીલ છે. જે 2939 રન ધરાવે છે. જ્યારે પાકિસ્તાનનો બાબર આઝમ છેક 10માં ક્રમે છે. તેના પહેલા રોહિત શર્મા છે. રોહિત શર્મા ગુપ્ટીલ પછી ત્રીજા સ્થાને છે. તેણે 111 મેચ રમી છે અને જેમાં તેણે 2864 રન બનાવ્યા છે. જોકે તેની સરેરાશ 32.54ની રહી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ 61 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 46.89ની સરેરાશ થી 2204 રન બનાવ્યા છે. આણ તે વિરાટ કોહલી થી ખૂબ જ પાછળ છે. રન બનાવવાના મામલામાં અને સરેરાશની બાબતમાં પણ બાબર ખૂબ પાછળ છે. ગુપ્ટીલની સરેરાશ પણ 32.29ની છે. જોકે બાબર અને કોહલીનો સ્ટ્રાઇક રેટ સરખા જેવો છે.

વિરાટ કોહલીનુ પાકિસ્તાન સામે પ્રદર્શન

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હોવાને લઇને કોહલીના પાકિસ્તાન સામેના પ્રદર્શનને જોવુ પણ જરુરી છે. કોહલીનો પાકિસ્તાન સામેનો રેકોર્ડ જોવામાં આવે તો, તેણે અત્યાર સુધીમાં છ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પાકિસ્તાન સામે રમી છે. જેમાં તેણે 84.66 ની સરેરાશ થી 254 રન કર્યા છે. જ્યારે બીજી તરફ બાબર આઝમ પ્રથમ વાર જ ભારતીય ટીમ સામે ટી20 ક્રિકેટમાં મેદાને ઉતરશે.

 

આ પણ વાંચોઃ T20 World Cup, Ind vs Pak: કોણ કપાયુ, કોણ સમાયુ ! તમે જ પસંદ કરો તમારી ટીમ, જો તમે કેપ્ટન હોય તો કેવી હોઇ શકે અંતિમ ઇલેવન ?

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: રોહિત શર્મા લગાવશે હેટ્રિક? પાકિસ્તાન ફરી એકવાર હારશે ટીમ ઇન્ડિયા સામે!

 

 

Next Article