ENG vs NZ, 1st Semi-Final: ઇંગ્લેન્ડ નબળુ કે ન્યુઝીલેન્ડ દેખાડશે દમ, જાણો કેવી હશે બંને ની પ્લેયીંગ 11?

|

Nov 10, 2021 | 8:30 AM

T20 World Cup 2021 ની પ્રથમ સેમિફાઇનલ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (England vs New Zealand, 1st Semi-Final) વચ્ચે અબુ ધાબીમાં રમાશે.

ENG vs NZ, 1st Semi-Final: ઇંગ્લેન્ડ નબળુ કે ન્યુઝીલેન્ડ દેખાડશે દમ, જાણો કેવી હશે બંને ની પ્લેયીંગ 11?
Kane Williamson- Eoin Morgan

Follow us on

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) ના લીગ તબક્કામાં શાનદાર પ્રદર્શન કરનાર ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો (England vs New Zealand, 1st Semi-Final), હવે સેમીફાઈનલમાં એકબીજાનો સામનો કરવા જઈ રહી છે. જ્યારે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ આમને-સામને હશે. ત્યારે ચાહકોને વર્ષ 2019ના વર્લ્ડ કપની ફાઈનલ ચોક્કસપણે યાદ હશે. માત્ર ચાહકો જ નહીં, આ બંને ટીમોના દરેક ખેલાડી, કોચ, સપોર્ટ સ્ટાફને તે મેચ યાદ હશે.

ન્યુઝીલેન્ડ માટે આ બદલો લેવાની તક છે અને તેની જીતની આશા પણ રાતોરાત વધી ગઈ છે. કારણ કે ઈંગ્લેન્ડના બે મોટા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે અને હવે આ ટીમ નવા સંયોજન સાથે સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.

ઈંગ્લેન્ડે પોતાના એક નહીં પરંતુ બે મેચ વિનર ગુમાવ્યા છે. ઓપનર જેસન રોયના પગમાં ઈજા થઈ હતી અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો અને ફાસ્ટ બોલર ટિમલ મિલ્સ સાથે પણ આવું જ થયું હતું. રોયે ઈંગ્લેન્ડ માટે ઘણી મેચો જીતી છે અને મિલ્સ ઈંગ્લેન્ડનો ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ હતો. સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ કયા 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે, તે એક મોટો સવાલ છે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

વિન્સ અને બિલિંગ્સ વચ્ચે કોને મળશે તક?

જેસન રોયની જગ્યાએ જેમ્સ વિન્સને ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્ષ 2021માં આ બેટ્સમેને 38 મેચમાં 35થી વધુની એવરેજથી 1197 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 140ની આસપાસ રહ્યો છે. વિન્સ ટોપ ઓર્ડરમાં ફિટ થઈ શકે છે પરંતુ સેમ બિલિંગ્સ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવાનો મોટો દાવેદાર છે.

જો બિલિંગ્સ ઇંગ્લિશ પ્લેઇંગ ઇલેવનમાં આવે છે, તો જોની બેરસ્ટો જોસ બટલર સાથે ઓપનિંગ કરી શકે છે અને બિલિંગ્સ મિડલ ઓર્ડરમાં રમતા જોવા મળશે. બોલિંગમાં ટિમલ મિલ્સની જગ્યાએ માર્ક વુડને તક મળી શકે છે.

 

ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન: જોસ બટલર, જોની બેરસ્ટો, મોઈન અલી, ડેવિડ મલાન, ઈયોન મોર્ગન, લિયામ લિવિંગસ્ટોન, સેમ બિલિંગ્સ, ક્રિસ વોક્સ, ક્રિસ જોર્ડન, માર્ક વુડ અને આદિલ રશીદ.

 

ન્યુઝીલેન્ડની ટીમમાં ફેરફાર કરવો મુશ્કેલ

એક તરફ ઈંગ્લેન્ડની ટીમમાં ગભરાટનો માહોલ છે તો બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ સંપૂર્ણ રીતે શાંત છે. આ ટીમનો દરેક ખેલાડી ફિટ છે અને સેમીફાઈનલમાં કિવી પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી.

 

ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન:  માર્ટિન ગુપ્ટિલ, ડેરેલ મિશેલ, કેન વિલિયમસન, ડેવોન કોનવે, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, ટિમ સાઉથી, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ.

 

આ પણ વાંચોઃ T20 World Cup: આ બોલરોએ બેટ્સમેનોની ધમાલ વચ્ચે કમાયુ નામ, વિકેટોની લગાવી દીધી લાઇન, જાણો કોણ છે આગળ

આ પણ વાંચોઃ IPL 2022: મેગા ઓક્શન પહેલા સંજૂ સેમસને રાજસ્થાન રોયલ્સ સાથે ફાડ્યો છેડો, CSK સાથે જોડાવાની શક્યતા

Published On - 8:28 am, Wed, 10 November 21

Next Article