આજથી T20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) ની શરુઆત થઇ છે. ઓમાન અને UAE માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના આયોજન હેઠળ વિશ્વકપ રમાઇ રહ્યો છે. T20 નુ ફોર્મેટ ક્રિકેટમાં આકર્ષણનુ કેન્દ્ર બની ચુક્યુ છે. ચાહે લીગ હોય કે આંતર રાષ્ટ્રીય ક્રિકેટ T20 ફોર્મેટની બોલબાલા છે. T20 વિશ્વકપ ઉપરાંત IPL અને CPL સહીતના લીગ આયોજન વિશ્વભરમાં આકર્ષણનુ કેન્દ્ર રહ્યા છે. આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા, વિકેટ લેનારા અને ટ્રોફી જીતનારાઓના રેકોર્ડ માટે પણ રોમાંચ રહેલો હોય છે.
એટલે જ હવે T20 ક્રિકેટના ફોર્મેટમાં વધુ રન બનાવનારા બેટ્સમેનોની બોલબાલા રહેતી હોય છે. આવુ જ વિકેટ ટેકર બોલરો માટે પણ આકર્ષણ હોય છે. આ બધામાં એવા કેપ્ટનનુ પણ ખૂબ મહત્વ રહેતુ હોય છે, જે બોલીંગ, બેટીંગ કે કીપીંગ કરવા ઉપરાંત ટીમને જીતાડવાની જવાબદારી બખૂબી નિભાવતા હોય છે. આ બાબતે પણ એમએસ ધોની વિશ્વમાં સૌથી અવ્વલ છે.
આ પહેલા એમએસ ધોની (MS Dhoni) અને રોહિત શર્મા (Rohit Sharma) બંને આ રેકોર્ડ પર બરાબરી પર હતા. પંરતુ આઇપીએલ 2021 ની સિઝન જીતી લઇને ધોની આ મામલે હવે સૌથી આગળ છે. ધોનીની ટીમ ચેન્નાઇ એ કોલકાતાને ગત શુક્રવારે દુબઇમાં આઇપીએલ 2021 ની ફાઇનલમાં હરાવીને ચેમ્પિયન બન્યુ હતુ. આ સાથે જ ધોનીએ T20 ફોર્મેટમાં આ 8મી ટ્રોફી પોતાના હાથો વડે ઉંચકી છે.
રોહિત શર્મા હવે આ મામલે બીજા સ્થાને છે. તે આઇપીએલની ગત સિઝન દરમ્યાન ચેમ્પિયન બનતા જ તે 7 માં ક્રમે ધોનીની બરાબરી પર પહોંચ્યો હતો. પરંતુ હવે ફરી એકવાર બીજા ક્રમે છૂટી ગયો છે. રોહિત અને ધોની બાદ આ મામલે શોએબ મલિક ત્રીજા ક્રમે છે.
પાકિસ્તાનનો આ ક્રિકેટર 5 વખત T20 ક્રિકેટમાં પોતાની આગેવાની હેઠળ પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યો છે. જ્યારે 4 નંબરના સ્થાન પર એક નહી પરંતુ ત્રણ ક્રિકેટરો કેપ્ટન તરીકે નોંધાયેલા છે. જેમાં ડ્વેન બ્રાવો, ઇમરાન નઝીર અને મશરફે મોર્ત્ઝા સામેલ છે. તેઓ પોતાની આગેવાનીમાંપોતાની ટીમોને 4-4 વખત ચેમ્પિયન બનાવાવમાં સફળ નિવડ્યા છે. વિરાટ કોહલી યાદીમાં ક્યાંય જલદી જોવા મળતો નથી. તે આઇપીએલની ટ્રોફી પણ તેની ટીમને એક પણ વખત જીતાડી શક્યો નથી.