Cricket Prediction: આ ખેલાડી 6 બોલમાં 6 છગ્ગા ફટકારશે! મોહમ્મદ કૈફે આ ભારતીય ખેલાડીને લઈને મોટી ભવિષ્યવાણી કરી

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે એક એવા ખેલાડીનું નામ જાહેર કર્યું છે કે, જે યુવરાજ સિંહની જેમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 6 બોલમાં 6 છગ્ગા ફટકારી શકે છે.

Cricket Prediction: આ ખેલાડી 6 બોલમાં 6 છગ્ગા ફટકારશે! મોહમ્મદ કૈફે આ ભારતીય ખેલાડીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
| Updated on: Sep 27, 2025 | 9:02 PM

ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 6 બોલમાં 6 છગ્ગા ફટકારવાની સિદ્ધિ 18 વર્ષ પહેલાં યુવરાજ સિંહે વર્ષ 2007 ના ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે મેળવી હતી. જો કે, હવે ટીમ ઇન્ડિયાને 6 બોલમાં 6 છગ્ગા ફટકારનારો બીજો એક વિસ્ફોટક બેટ્સમેન મળ્યો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે આ ખેલાડીનું નામ જાહેર કર્યું અને આગાહી કરી કે એક દિવસ આ ખેલાડી ચોક્કસપણે 6 છગ્ગા ફટકારશે.


અભિષેક શર્માએ સુપર 4 માં ગજબનું પ્રદર્શન કર્યું છે. પહેલા તેણે પાકિસ્તાન સામે 39 બોલમાં 74 રન ફટકાર્યા, જેમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેણે બાંગ્લાદેશ સામે 37 બોલમાં 75 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. શ્રીલંકા સામે પણ શર્માએ 31 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

કૈફે અભિષેકની પ્રશંસા કરતા કહ્યું કે, “જ્યારે પણ આ બેટ્સમેન રન બનાવે છે, ત્યારે તે એકલા હાથે મેચ જીતાડે છે. રોહિત શર્મા પછી ભારત પાવરપ્લેમાં એક તોફાની બેટ્સમેન શોધી રહ્યું હતું અને અભિષેકે તે શોધ પૂર્ણ કરી છે. અભિષેક ઝડપી બોલરો અને સ્પિનરો સામે આક્રમક રમત રમી શકે છે.” કૈફે વધુમાં કહ્યું કે, “મને લાગે છે કે અભિષેક ભવિષ્યમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકારીને યુવરાજ સિંહના રેકોર્ડની બરાબરી કરશે.”

અભિષેક શર્મા 6 બોલમાં 6 છગ્ગા ફટકારશે: મોહમ્મદ કૈફ

કૈફે આગળ કહ્યું કે, “અભિષેક શર્મા પાવરપ્લે દરમિયાન કોઈ એક બોલરની કારકિર્દીનો અંત લાવી શકે છે. તે 6 બોલમાં 6 છગ્ગા પણ મારી શકે છે અને ભવિષ્યમાં આવું થશે. અભિષેક શર્મા 6 બોલમાં 6 છગ્ગા ફટકારશે. હું મારી યુટ્યુબ ચેનલ પર આ વાત કહી રહ્યો છું અને આ વાત સાચી થશે.”

3 અડધી સદી અને 204.64 ની સ્ટ્રાઈક રેટ

અભિષેક એશિયા કપ 2025 માં સારા ફોર્મમાં છે. તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 6 ઇનિંગ્સમાં 51.50 ની સરેરાશ સાથે 309 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ પણ 204.64 ની આસપાસ છે. વધુમાં, આ ટુર્નામેન્ટમાં તેના નામે ત્રણ અડધી સદી છે. હવે, તે ફાઇનલમાં પાકિસ્તાન સામે પણ તોફાની બેટિંગ કરશે તેવી શક્યતા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો