137 બોલમાં 326 રન બનાવનાર ખેલાડીની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી! ન્યુઝીલેન્ડ પ્રવાસ પર કરશે ડેબ્યૂ?

ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં થશે. આ પ્રવાસમાં એક એવા યુવા ઓલરાઉન્ડરની ટીમમાં પસંદગી થશે જે બેટ અને બોલ બંનેથી દમદાર પ્રદર્શન કરે છે. આ ખેલાડીએ 137 બોલમાં 326 રન પણ બનાવ્યા હતા.

137 બોલમાં 326 રન બનાવનાર ખેલાડીની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી! ન્યુઝીલેન્ડ પ્રવાસ પર કરશે ડેબ્યૂ?
suyash shedge
Image Credit source: X
| Updated on: Oct 14, 2026 | 5:53 PM

137 બોલમાં 326 રન બનાવનાર મુંબઈના પેસ બોલિંગ ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ODI ટીમમાં સ્થાન મળવાનું લગભગ નક્કી છે. આ ખેલાડીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા A સામેની લિસ્ટ A શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હવે પસંદગીકારો તેને ન્યૂઝીલેન્ડ ODI શ્રેણી માટે તક આપી શકે છે.

શેડગેને ODI શ્રેણીમાં તક મળશે!

23 વર્ષીય શેડગેએ ઇંગ્લેન્ડમાં ભારત માટે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી પરંતુ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે તેને બહાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે પુડુચેરીમાં ઓસ્ટ્રેલિયા A સામેની બિનસત્તાવાર ODI શ્રેણીમાં પાછો ફર્યો, પ્રથમ મેચમાં ચાર વિકેટ લીધી અને ફાઇનલમાં 66 રન બનાવ્યા.

રેડ્ડી-હાર્દિકની ગેરહાજરી, શેડગેની ચમકશે કિસ્મત

BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે શેડગેને વનડે ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા છે, કારણ કે નીતીશ કુમાર રેડ્ડી ટેસ્ટ શ્રેણીની તૈયારીને કારણે ચોથી અને પાંચમી વનડે મેચ ગુમાવશે, તેથી શેડગે તેનો બેકઅપ રહેશે. પાંચ મેચની વનડે શ્રેણી 4 નવેમ્બરથી ઓકલેન્ડમાં શરૂ થશે. તે પહેલા 22 ઓક્ટોબરથી શરૂ થનારી T20 શ્રેણી રમાશે.

શેડગે શાનદાર ઓલરાઉન્ડર

હાર્દિક પંડ્યાની ઈજાને કારણે પણ સૂર્યાંશ શેડગેને તકો મળી રહી છે, અને તે પોતાને સાબિત કરવા માટે ઉત્સુક રહેશે. આ જમણા હાથનો ઓલરાઉન્ડર એક સારો ખેલાડી છે અને બેટ અને બોલ બંનેથી સારું યોગદાન આપી શકે છે. તેણે એક વખત અંડર-13 મેચમાં 137 બોલમાં 326 રન બનાવ્યા હતા. જોકે, શેડગેને લિસ્ટ A ક્રિકેટમાં બહુ અનુભવ નથી. તેણે 16 ઇનિંગ્સમાં 337 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. તેના નામે 16 વિકેટ છે. હવે જોવાનું એ છે કે શેડગે ન્યૂઝીલેન્ડમાં શું કરી શકે છે.

ભારતના ન્યુઝીલેન્ડ પ્રવાસનું સમયપત્રક

T20 શ્રેણી

પહેલી T20 , ક્રાઇસ્ટચર્ચ, 22 ઓક્ટોબર
બીજી T20 , ક્રાઇસ્ટચર્ચ, 24 ઓક્ટોબર
ત્રીજો T20, વેલિંગ્ટન, 27 ઓક્ટોબર
ચોથી T20 , ઓકલેન્ડ, 30 ઓક્ટોબર
૫મી T20 , હેમિલ્ટન, 1 નવેમ્બર

વનડે શ્રેણી

પહેલી ODI, ઓકલેન્ડ, 4 નવેમ્બર
બીજી ODI, વેલિંગ્ટન, 7 નવેમ્બર
ત્રીજી ODI, હેમિલ્ટન, 10 નવેમ્બર
ચોથી ODI, માઉન્ટ મૌંગાનુઈ, 13 નવેમ્બર
પાંચમી ODI, માઉન્ટ મૌંગાનુઈ, 15 નવેમ્બર

ટેસ્ટ શ્રેણી

પહેલી ટેસ્ટ, વેલિંગ્ટન, 19 નવેમ્બર
બીજી ટેસ્ટ, ક્રાઇસ્ટચર્ચ, 27 નવેમ્બર

Breaking News: હૈદરાબાદ T20 પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પીએમ મોદીને મળશે, આ છે ખાસ કારણ

Published On - 5:41 pm, Wed, 14 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.