મને ટેગ ના કરો, આ મારી કાર નથી.. Video Viral થયા બાદ સૂર્યકુમાર યાદવે આપ્યું રિએક્શન

|

Mar 25, 2023 | 7:34 PM

સૂર્યકુમાર યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૂર્યકુમાર યાદવ એક શાનદાર કાર ચલાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સૂર્યકુમારનું રમૂજી રિએકશન સામે આવ્યું. આ રિએક્શન પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે.

મને ટેગ ના કરો, આ મારી કાર નથી.. Video Viral થયા બાદ સૂર્યકુમાર યાદવે આપ્યું રિએક્શન
Suryakumar Yadav

Follow us on

ભારતીય ટીમનો વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં તેના ખરાબ ફોર્મને કારણે ભારે ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરિઝની ત્રણેય મેચમાં 0,0,0 પર આઉટ થયા બાદ તેના ફોર્મ સામે ભારે સવાલો થઈ રહ્યાં છે. આ સવાલો વચ્ચે સૂર્યકુમાર યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૂર્યકુમાર યાદવ એક શાનદાર કાર ચલાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સૂર્યકુમારનું રમૂજી રિએકશન સામે આવ્યું. આ રિએક્શન પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સૂર્યકુમાર યાદવ ‘નિસાન 1 ટન’ કાર ચલાવતો જોવા મળી રહ્યો છે. જણાવી દીએ કે કેટલાક મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે ‘નિસાન 1 ટન’ કાર ખરીદી છે. તેવો આ વીડિયો પર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ વાયરલ વીડિયો પર સૂર્યકુમાર યાદવનું રિએકશન સામે આવ્યું છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વીડિયો શેયર કરીને કહ્યું છે કે, આ વીડિયોમાં મને ટેગ ન કરો, આ મારી કાર નથી. પણ કઈક મોટી ઘટના માટે તૈયાર રહો. તેની આ ઈન્સ્ટા સ્ટોરી સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

સૂર્યકુમાર યાદવની ઈન્સ્ટા સ્ટોરી થઈ વાયરલ

 


આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર વીડિયો છે આ તો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સૂર્ય ફરી ઉગશે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભાઈ, તમારા ફેન્સ તમારી સાથે છે.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા

Next Article