WCL 2025 : સુરેશ રૈના આ સુંદર એન્કરના સવાલમાં ફસાઈ ગયો અને આપ્યો ખોટો જવા

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ નેપાળી એન્કરના પ્રશ્નનો એવો જવાબ આપ્યો કે સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવા લાગી. ફેન્સ તેણે ટ્રોલ કરવા લાગ્યા. જાણો સુરેશ રૈનાએ કયા પ્રશ્નો શું કોઠો જવાબ આપ્યો, અને તેને સવાલ પૂછનાર એન્કર કોણ છે?

WCL 2025 : સુરેશ રૈના આ સુંદર એન્કરના સવાલમાં ફસાઈ ગયો અને આપ્યો ખોટો જવા
Aditi Budhathoki & Suresh Raina
Image Credit source: Instagram
| Updated on: Aug 01, 2025 | 10:00 PM

ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં રમતા જોવા મળ્યો હતો, જ્યાં એન્કર અદિતિ બુધાથોકીએ તેને એક પ્રશ્ન પૂછ્યો, જેમાં સુરેશ રૈનામૂંઝવણમાં મુકાઈ ગયો. સુરેશ રૈનાએ એવો જવાબ આપ્યો જેની કદાચ કોઈએ અપેક્ષા નહીં રાખી હોય. ચાલો તમને જણાવીએ કે એન્કર અદિતિ બુધાથોકીએ સુરેશ રૈનાને કયો પ્રશ્ન પૂછ્યો અને તેણે શું જવાબ આપ્યો.

એન્કરે રૈનાને પૂછ્યા સવાલ

અદિતિ બુધાથોકીએ સુરેશ રૈનાને કેટલાક પ્રશ્નો પૂછ્યા જેમાં તેને પૂછવામાં આવ્યું કે ક્રિકેટનો કિંગ કોણ છે, જેમાં તેણે વિરાટ કોહલીનું નામ લીધું. જ્યારે તેને સ્પીડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સુરેશ રૈનાએ બ્રેટ લીનું નામ લીધું. ગોલ્ડન આર્મમાં તેણે પોતાનું નામ લીધું. ફની ક્રિકેટરમાં તેણે હરભજનનું નામ લીધું.

એન્કરના સવાલમાં ફસાયો રૈના

આ પછી, અદિતિએ રૈનાને ક્રિકેટ પર બનેલી ત્રણ ફિલ્મોના નામ પૂછ્યા. જેનો રૈનાએ ખોટો જવાબ આપ્યો. રૈનાએ પહેલું નામ એમએસ ધોની લીધું. બીજું નામ તેણે ચક દે ઈન્ડિયા લીધું જે, બિલકુલ ખોટું છે. ચક દે ઈન્ડિયા હોકી પર બની હતી. રસપ્રદ વાત એ છે કે અદિતિ બુધાથોકીએ તેને અટકાવ્યો પણ નહીં.

 

રૈના WCL 2025માં નિષ્ફળ ગયો

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં સુરેશ રૈનાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. સુરેશ રૈના 3 મેચ રમ્યો અને ફક્ત 34 રન જ બનાવી શક્યો. રૈનાની એવરેજ ફક્ત 11.33 જ રહી હતી. તેનો શ્રેષ્ઠ સ્કોર 16 રન હતો. હવે ચાલો તમને જણાવીએ કે રૈનાનો ઈન્ટરવ્યૂ લેનાર એન્કર અદિતિ બુધાથોકી કોણ છે?

અદિતિ બુધાથોકી નેપાળી અભિનેત્રી

અદિતિ બુધાથોકી ભારતની નહીં પણ નેપાળની છે, અને તે એક અભિનેત્રી છે. અદિતિએ પંજાબી અને હિન્દી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. હાલમાં અદિતિ નેપાળને બદલે મુંબઈમાં રહે છે. અદિતિની ફિલ્મી કારકિર્દી 2018માં નેપાળી ફિલ્મ ક્રિસથી શરૂ થઈ હતી. આ ઉપરાંત અદિતિએ મિલિંદ ગાબા સાથે એક પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. હવે તે એન્કરિંગમાં હાથ અજમાવી રહી છે.​​​​​​

આ પણ વાંચો: એક મેચમાં કેટલા બ્રેક હોય છે ? જાણો ક્રિકેટમાં બ્રેક માટે ICCનો ખાસ નિયમ શું છે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો