સુનિલ ગાવસ્કરનું નિવેદનઃ કહ્યું આ ખેલાડી બની શકે છે સૌથી મોટો ગેમ ચેન્જર

|

Jun 13, 2022 | 7:40 AM

Cricket : ટીમ ઇન્ડિયા (Team India) છેલ્લા ઘણા સમયથી એક ફિનીશરની ભુમિકાવાળા ખેલાડીની શોધમાં છે. ત્યારે સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar) આ ખેલાડી પર પોતાનો ભરોષો વ્યક્ત કર્યો છે.

સુનિલ ગાવસ્કરનું નિવેદનઃ કહ્યું આ ખેલાડી બની શકે છે સૌથી મોટો ગેમ ચેન્જર
Hardik Pandya and Rishabh Pant (PC: BCCI)

Follow us on

પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)ટીમ ઈન્ડિયા (Team India) ના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના વખાણ કર્યા છે. હાર્દિક પંડ્યા લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે અને હવે તે સંપૂર્ણ રીતે ફિટ દેખાઈ રહ્યો છે. આ કારણે સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ સુકાની અને દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને લઇને કહ્યું કે, તે એક ગેમ ચેન્જર છે. તે માત્ર વર્લ્ડ કપમાં જ નહીં પરંતુ દરેક મેચમાં જોવા મળશે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે, હું હાર્દિક પંડ્યાને નવા બોલ સાથે પણ જોવા માંગુ છું. તેની બોલિંગમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે. બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યાની ભૂમિકા અંગે સુનીલ ગાવસ્કરે કહ્યું કે, તે નંબર-5 માટે એકદમ ફિટ છે. જે અંતમાં આવીને રમત બદલી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

તમને જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપ 2021 બાદ હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો હતો. તેણે IPL 2022 માં પુનરાગમન કર્યું અને તેની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સને વિજેતા બનાવ્યું.

 

 

ત્યાર બાદ હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો. દિલ્હીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં પણ હાર્દિક પંડ્યાએ તોફાની બેટિંગ કરી હતી અને માત્ર 16 બોલમાં 31 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાની વાપસીથી મિડલ ઓર્ડર મજબૂત થયો છે. તો સાથે જ ફિનિશરની શોધ પણ પુરી થઇ ગઇ છે એવું લાગી રહ્યું છે.

 


કારણ કે હાર્દિક પંડ્યા (Hardik Pandya) હવે બોલિંગ પણ કરવા સક્ષમ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા (Team India) પાસે વધારાના બોલરનો વિકલ્પ પણ છે. આ જ કારણ છે કે હાર્દિક પંડ્યાની ટીમ ઈન્ડિયામાં વાપસીથી તમામ નિષ્ણાતો ખુશ છે.

Next Article