ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ હેડિંગ્લેમાં રમાઈ રહી છે. જે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ માટે ખાસ છે. આ મેચ તેના કરિયરની 100મી ટેસ્ટ છે અને આ સિદ્ધિ હાંસલ કરનાર તે વિશ્વનો 75મો અને ઓસ્ટ્રેલિયાનો 15મો ખેલાડી બની ગયો છે.
સ્ટીવ સ્મિથ 100મી ટેસ્ટમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થશે તો પણ તે ઈતિહાસ રચશે. છેલ્લી 99 ટેસ્ટમાં સ્ટીવ સ્મિથે બનાવેલા રનના કારણે આ શક્ય બનશે. હકીકતમાં, 100 ટેસ્ટ પછી જ્યારે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદી બનાવવામાં આવશે, ત્યારે શૂન્ય પર આઉટ થયા પછી પણ સ્મિથ નંબર વન પર જ રહેશે.
Steve Smith leads the chart for the most runs scored after 99 Tests.
One of the greatest batters to have ever played in Test cricket.#SteveSmith #Tests pic.twitter.com/A2GkTOnHm8
— CricTracker (@Cricketracker) July 5, 2023
સ્ટીવ સ્મિથે તેની 99 ટેસ્ટ મેચમાં જ એટલા રન બનાવ્યા છે જેટલા 100 ટેસ્ટમાં અન્ય કોઈ બેટ્સમેનો બનાવ્યા નથી. 100 ટેસ્ટ બાદ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાના નામે હતો. લારાએ 100 ટેસ્ટ મેચમાં 8,651 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટીવ સ્મિથે 99 ટેસ્ટ મેચ રમ્યા બાદ જ 9,113 રન બનાવી લીધા છે અને હવે 100 તેટસ બાદ આ રેકોર્ડ તેના નામે થઈ જશે.
આ સાથે જ 100 ટેસ્ટ મેચમાં સૌથી વધુ અને સૌથી સારી એવરેજનો રેકોર્ડ પણ સ્ટીવ સ્મિથના નામે જ રહેશે. સ્ટીવ સ્મિથે 59.56ની એવરેજથી 99 ટેસ્ટમાં રન બનાવ્યા છે. આ પહેલા સૌથી સારી એવરેજનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિને 100 ટેસ્ટમાં 57.97ની એવરેજથી રન બનાવ્યા હતા. આ રેકોર્ડ પણ 100મી ટેસ્ટ બાદ સ્ટીવ સ્મિથના નામે જ રહેશે.
Steve Smith will be playing his 100th Test today.
Highest Average after 100 Tests:
▶️ 57.97 – Sachin Tendulkar
▶️ 57.79 – Dravid
▶️ 57.71 – Ponting
▶️ 57.42 – Javed Miandad
▶️ 56.31 – J. Kallis
▶️ 55.81 – Kumar Sangakkara
Smith currently avg 59.56 in 99 Tests. #Ashes2023 pic.twitter.com/367lovtaOV— ₛ₀₁₇ // ₄₉ (@TrendSteveSmith) July 6, 2023
આ પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ પહેલા બાબા બાગેશ્વરની શરણોમાં પહોંચ્યો આ સ્ટાર ભારતીય ક્રિકેટર
સ્ટીવ સ્મિથ 100મી ટેસ્ટમાં નિષ્ફળ જશે તો પણ તેનો આ રેકોર્ડ અકબંધ રહેશે. તે 100 ટેસ્ટ બાદ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં આગળ જ હશે. જોકે, મેચ હેડિંગ્લેમાં છે અને સ્ટીવ સ્મિથ પણ ફોર્મમાં છે. સ્ટીવ સ્મિથે હેડિંગ્લે ખાતે જ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. હવે જ્યારે તે આ જ ગ્રાઉન્ડ પર 100મી ટેસ્ટ રમશે ત્યારે દરેક વ્યક્તિ તેની પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખશે.