
સ્ટીવ સ્મિથની સામે તેના ઘણાબધા બેટ મૂકવામાં આવ્યા હતા અને તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી. આ પછી ઓસ્ટ્રેલિયન બેટ્સમેને તેના બેટ્સને માત્ર સ્પર્શ કરીને તેણે ઓળખી લીધા હતા.
સ્મિથની 100મી ટેસ્ટ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની ટેસ્ટ લીધી હતી. જેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. સ્ટીવ સ્મિથની આંખે પટ્ટી બાંધવામાં આવી હતી અને પછી તેને પોતાની જ બેટ કયા નંબરની છે તે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેની આંખો પર પટ્ટી બાંધેલી હોવા છતાં તે દરેક બેટને સ્પર્શ કરીને ઓડખી બતાવે છે.
Steve Smith’s exceptionally talented – but can he identify six of his cricket bats out of a line up, with a blindfold on? #Smith100 | #Ashes pic.twitter.com/e1i3vava9V
— cricket.com.au (@cricketcomau) July 5, 2023
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેનનું કહેવું છે કે તે તેના દરેક બેટને ટચ કરીને જ ઓળખી લે છે. સ્મિથ તેના તમામ બેટને નંબર આપે છે. નેટ્સ માટે અલગ, મેચ માટે અલગ, બિગ બેશ લીગ માટે અલગ બેટ તેની પાસે છે. બધા બેટ એકસરખા દેખાય છે, પરંતુ સ્મિથ તેના હાથને સ્પર્શ કરીને તેમની વચ્ચેનો તફાવત જાણે છે. તે કહે છે કે દરેક બેટમાં હંમેશા થોડો તફાવત હોય છે. તેઓ દરેક બેટથી થોડું અલગ અનુભવે છે. તે હંમેશા પોતાની સાથે લગભગ 10 બેટ રાખે છે.
સ્મિથનું કહેવું છે કે તે નેટ્સમાં નક્કી કરે છે કે આગલી મેચમાં કયા બેટથી મેદાન પર સારી બેટિંગ કરી શકશે. એટલા માટે તે તેના દરેક બેટ પર નંબર લખે છે. જેથી તે જાણી શકે કે તેણે કયા બેટથી રમવાનું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી અને તેના હાથમાં તેનું બેટ આપવામાં આવ્યું હતું, જેનાથી તેણે ઓળખવાનું હતું કે તે કયા નંબરની બેટ છે.
Steve Smith on his 100th Test, “Proud is the word I suppose. The longevity I have had in the game and what I have been able to achieve across those 100 [games]. I have been lucky to play with some tremendous players in the dressing room.”
📷 PA via Getty Images pic.twitter.com/BQ86NjGyjl
— CricketGully (@thecricketgully) July 4, 2023
આ પણ વાંચો : IPLમાં ધમાલ મચાવનાર રિંકુ સિંહને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમમાં ન મળ્યું સ્થાન
તે ઘણીવાર નેટમાં 24 નંબરના બેટનો ઉપયોગ કરે છે. સ્મિથ સફેદ બોલના ક્રિકેટમાં 23 નંબરના બેટનો ઉપયોગ કરી શકે છે. બેટ નંબર 21 તેના માટે ખૂબ જ ખાસ છે. તેણે છેલ્લે આ બેટનો ઉપયોગ ભારતમાં એક ODI મેચમાં કર્યો હતો અને તેમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. સ્મિથ કહે છે કે તે કદાચ તે બેટને ફરીથી શેલ્ફમાં મૂકી શકે છે.
Published On - 11:57 pm, Wed, 5 July 23