વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડમાં શ્રીલંકાની ટીમે આયર્લેન્ડને 133 રને હરાવી ક્વોલિફાયરના સુપર સિક્સ સ્ટેજમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે બીજી તરફ હાર સાથે આયર્લેન્ડની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.
ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવા માટે ચાલી રહેલ મુકાબલામાં આજે શ્રીલંકા સામે આયર્લેન્ડને 133 રનથી મોટી હાર મળી હતી. આ હાર સાથે આયર્લેન્ડનું વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવાનું સપનું અધૂરું રહી ગયું હતું. જ્યારે બીજી તરફ કેપ્ટન દાસુન શનાકાની આગેવાનીમાં વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમી રહેલ શ્રીલંકન ટીમે આયર્લેન્ડને હરાવી સુપર સિક્સ સ્ટેજમાં ક્વોલિફાય કર્યું હતું.
🏏 Sri Lanka: 3️⃣ wins in 3️⃣ matches! 🎉 Wanindu Hasaranga: Another 5️⃣ wicket haul! 🙌
Ireland has been knocked out while Sri Lanka’s win takes Scotland and Oman also through.#SLvIRE #CWC23 #LionsRoar pic.twitter.com/jFHTdjj08h
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 25, 2023
ઝીમ્બાબ્વેના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલ મુકાબલામાં શ્રીલંકા સામે આયર્લેન્ડે ટોસ જીતી પહેલા શ્રીલંકાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા દિમુથ કરુણારત્નેની સદી અને સમરવિક્રમાના 82 રનની મદદથી 325 રન બનાવ્યા હતા અને આયર્લેન્ડને જીતવા 326 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા આયર્લેન્ડની ટીમ 31 ઓવરમાં 192 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકન સ્પિનર વાનિન્દુ હસરંગાએ પાંચ વિકેટ ઝડપી હતી.
There’s no stopping Dimuth Karunaratne’s dream run upon his ODI return 😍
He is the @aramco POTM from the #SLvIRE game! pic.twitter.com/HltLoaKDB5
— ICC (@ICC) June 25, 2023
આ પણ વાંચોઃ ODI World Cup Qualifiers : સ્કોટલેન્ડના યુવા ખેલાડીએ રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર ચોથો ખેલાડી બન્યો
શ્રીલંકાની ટીમે આયર્લેન્ડ સામે દમદાર પ્રદર્શન કર્યું હતું. બેટિંગમાં દિમુથ કરુણારત્નેએ તેની વનડે કારકિર્દીની સૌપ્રથમ સદી ફટકારી હતી અને ટીમને 300થી વધુનો સ્કોર કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું, જ્યારે બોલિંગમાં સ્ટાર બોલર વાનિન્દુ હસરંગાએ સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી આયર્લેન્ડની ટીમના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. બંને ખેલાડીઓ સિવાય આખી ટીમે ફિલ્ડિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. દિમુથ કરુણારત્ને તેની શતકીય ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.