
લિજેન્ડ્સ ક્રિકેટ લીગ (LLC)માં ઇન્ડિયા કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની મેચ વિવાદનો વિષય બની હતી. ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ એસ શ્રીસંત અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો. શ્રીસંતનો આરોપ છે કે ગંભીર તેને વારંવાર ફિક્સર કહે છે. ત્યારબાદ ગંભીરે એક ફોટો અપલોડ કર્યો હતો. જેના પર શ્રીસંતે પ્રતિક્રિયા પણ આપી હતી. સુરતમાં બનેલી ઘટનાનો હાલમાં ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રેકોર્ડિંગમાં ગંભીરનો અવાજ સ્પષ્ટ સંભળાતો નથી પરંતુ શ્રીસંત ફરિયાદ કરતા સાંભળી શકાય છે કે ગંભીર તેને ફિક્સર કહી રહ્યો છે. શ્રીસંત કહી રહ્યો છે- “તે મને ફિક્સર કેવી રીતે કહી શકે?”
— Nihari Korma (@NihariVsKorma) December 7, 2023
આ પહેલા શ્રીસંતે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ લાઇવમાં તેણે કહ્યું, “ગૌતમ ગંભીર મને ફિક્સર-ફિક્સર કહેતો રહ્યો. અમ્પાયરની સામે પણ તે તેને ફિક્સર કહેતો રહ્યો. હું સ્થળ છોડ્યા પછી પણ તેણે આ જ શબ્દ વાપરવાનું ચાલુ રાખ્યું. જ્યારે મેં તેમની સામે એક પણ ખરાબ શબ્દનો ઉપયોગ કર્યો નથી. તેઓ ઘણા લોકો સાથે આવું જ કરી રહ્યા છે.”
શ્રીસંતે એમ પણ કહ્યું કે ગૌતમ ગંભીર પાસે ઘણા પૈસા છે અને તેનો PR પણ ઘણો મજબૂત છે. આવી સ્થિતિમાં ગંભીર તેની વિરુદ્ધ પોતાના PRનો દુરુપયોગ કરી શકે છે. સોશિયલ મીડિયા પર આ વિવાદમાં ફેન્સે પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.
આ મામલે લિજેન્ડ્સ લીગ ક્રિકેટે કાર્યવાહી કરી ઠે. શ્રીસંતને નોટિસ મોકલવામાં આવી હતી. એલએલસી કમિશનર દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે શ્રીસંતે લીગના કરારનું ઉલ્લંઘન કર્યું છે. કમિશનર વતી એવું કહેવામાં આવ્યું છે કે આ મુદ્દા પર શ્રીસંત સાથે ત્યારે જ ચર્ચા કરવામાં આવશે જ્યારે તે સોશિયલ મીડિયા પરથી અન્ય ખેલાડીઓની ટીકા કરતા વીડિયો હટાવશે. આ મુદ્દે અમ્પાયરોનો રિપોર્ટ ઘટના દરમિયાન મેદાન પર બોલાયેલા શબ્દો વિશે કંઈ કહેતો નથી – આ પણ નોટિસમાં લખેલું છે.
આ પણ વાંચો : કેપ્ટન કરતાં વધુ પગાર, તેમ છતાં પાકિસ્તાની સ્ટાર પ્લેઈંગ 11માંથી બહાર રહેશે
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો