
કોઈ પણ બોલરનું સપનું હોય છે કે, તે મેચમાં હેટ્રિક લઈ અને પોતાના દમ પર ટીમને જીતાડે. કેટલાક ખેલાડીઓ આમાં સફળ પણ થાય છે. પરંતુ કેટલાક એવા બોલર હેટ્રિર લઈને પણ પોતાની ટીમને હરાવી દે છે. આવું ક્રિકેટમાં ખુબ મુશ્કેલીથી જોવા મળે છે. પરંતુ દિલ્હીના બોલર રાહુલ ચૌધરીની સાથે પણ કાંઈ આવું થયું છે. દિલ્હી પ્રીમિયર લીગમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ માટે રમી રહેલા સ્પિનર રાહુલે લીગમાં પહેલી હેટ્રિક લઈ ઈતિહાસ રચ્યો પરંતુ તેની છેલ્લી 2 બોલમાં ટીમને હરાવી હતી.
ડીપીએલની બીજી સીઝનની 18મી મેચ 11 ઓગસ્ટના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં ન્યુ દિલ્હી ટાઈગર્સ અને સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં 197 રનનો પીછો કરવા ઉતરેલી ટાઈગર્સ ટીમને છેલ્લી ઓવરમાં જીત માટે 12 રનની જરુર હતી. જ્યારે 6 વિકેટ બાકી હતી. ટીમ જીતની સ્થિતિમાં જોવા મળી રહી હતી કારણ કે, ઓપનર અનમોલ શર્મા 79 રન બનાવીને પીચ પર હતો. અહીથી છેલ્લી ઓવરની મેચ રોમાંચક બની હતી.
Rahul Chaudhary took a hat-trick!
Rahul Chaudhary | South Delhi Superstarz | New Delhi Tigers | Ayush Badoni | Himmat Singh #DPL2025 #AdaniDPL2025 #Delhi #Cricket pic.twitter.com/AqmDoBy1gD
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 11, 2025
સ્પિનર રાહુલ ચૌધરી આ ઓવર લઈને આવ્યો હતો. જે પહેલા ખુબ મોંઘી સાબિત થઈ હતી અને 3 ઓવરમાં 35 રન બનાવી ચૂક્યો હતો પરંતુ ઓવરના પહેલા જ બોલમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતુ.રાહુલની બોલ પર સેટ બેટ્સમેન અનમોલ શર્મા આઉટ થયો હતો.સ્કવાયર લેગ પર આર્યન દલાલે એક શાનદાર કેચ પકડ્યો હતો. ત્યારબાદ બોલ પર રાહુલે નવા બેટ્સમેન સુમિતને કેચ આઉટ કરી પેવેલિયન મોકલ્યો હતો. અહીથી રાહુલ માત્ર પોતાની હેટ્રિકની નજીક પહોંચ્યો પરંતુ સુપરસ્ટાર્સને જીતની આશા જગાવી હતી. ત્યારબાદ ત્રીજા બોલ પર ગુલઝાર સંધુને આઉટ કરી રાહુલ આ સીઝનમાં હેટ્રિક લેનાર પહેલો બોલર પણ બન્યો હતો.
રાહુલ અહીથી ટીમ માટે હીરો સાબિત થયો હતો પરંતુ અચાનક પાસું પલટી ગયું હતુ અને તે વિલન સાબિત થયો હતો. સતત 3 બોલમાં વિકેટ લીબા બાદ ચોથો બોલ રાહુલે સ્ટંપની બહાર નાંખ્યો હતો. જે વાઈડ રહ્યો તેના પર 4 રન મળ્યા હતા. બોલ ખરાબ ગયો હતો, સાથે લક્ષ્યથી 5 રન ઓછા થયા હતા. રાહુલના ચોથા બોલ પર ટાઈગર્સના બેટ્સમેનોએ 2 રન લીધા હતા. હવે 2 બોલમાં 5 રનની જરુર હતી પરંતુ રાહુલની આગામી બોલ સીધો બેટ નીચે વાગ્યો અને અભિષેક ખંડેલવાલે તેના પર જોરદાર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. આ રીતે, પહેલા 3 બોલમાં હીરો સાબિત થઈ રહેલો રાહુલ આગામી 2 બોલમાં હારનું કારણ બન્યો.
આ પહેલા સુપરસ્ટાર્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 196 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. તેના માટે ઓપનર ધ્રુવ કૌશિકે 65 રન અને છઠ્ઠા નંબર પર દીપક પુનિયાએ તાબડતોડ 54 રનની મહત્વની ઈનિગ્સ રમી હતી. ટાઈગર્સ માટે અમન ભારતીએ સૌથી વધારે 3 વિકેટ લીધી હતી. આ જવાબ રાહુલની હેટ્રિક છતાં ટાઈગર્સે આ મેચ 3 વિકેટથી જીતી હતી. તેના માટે અનમોલે 79 અને વિકેટકીપર તેજસ્વી દહિયાએ 72 રન બનાવ્યા હતા.