
Cricket World Cup 2023: વર્લ્ડ કપની શરુઆત પહેલા સાઉથ આફ્રિકાના ખેલાડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓ (Thiruvananthapuram) યોગ્ય રીતે બોલી શકતા નથી.આ વિડિયો જોયા પછી તમારું હસવું રોકાશે નહીં. તમને જણાવી દઈએ કે વાયરલ થયેલા વીડિયોમાં આફ્રિકન ખેલાડીઓને તિરુવનંતપુરમ બોલવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો, જે લગભગ તમામ ખેલાડીઓ બોલી શક્યા ન હતા પરંતુ કાગીસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એનગિડી આ ટાસ્કને પૂર્ણ કરવામાં સફળ રહ્યા હતા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સાઉથ આફ્રિકાના ખેલાડીઓનો આ ખાસ વીડિયો શશિ થરૂરે પણ શેર કર્યો છે.
The South African have arrived in Thiruvananthapuram ! But can they tell anyone where they are? pic.twitter.com/N9LnyVLVH9
— Shashi Tharoor (@ShashiTharoor) October 1, 2023
(source : Shashi Tharoor)
તમને જણાવી દઈએ કે, વર્લ્ડકપની શરુઆત 5 ઓક્ટોબરથી શરુ થશે.તે પહેલા ટીમો પ્રેક્ટિસ મેચ રમી રહી છે. સાઉથ આફ્રિકાની ટીમ તેની બીજી પ્રેક્ટિસ મેચ ન્યૂઝીલેન્ડની ટીમ સાથે રમવા જઈ રહી છે. આ પહેલા અફઘાનિસ્તાન સાથેની તેમની પ્રેક્ટિસ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
તમને જણાવી દઈએ કે ,સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે શ્રીલંકા સાથે રમવા જઈ રહી છે. આ વખતે વર્લ્ડ કપમાં ટીમ કેટલી આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે. ગત વર્લ્ડ કપમાં આફ્રિકન ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તે માત્ર 3 મેચ જીતવામાં સફળ રહી હતી. સાઉથ આફ્રિકાની ટીમને વર્લ્ડ કપમાં ‘ચોકર્સ’ તરીકે ઓળખવામાં આવે છે.
સાઉથ આફ્રિકાની ટીમ મેગા ઇવેન્ટમાં છેલ્લી ક્ષણે હારી જાય છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ વખતે સાઉથ આફ્રિકાની ટીમ ‘ચોકર્સ’ના ટેગને ખતમ કરી શકશે કે કેમ.વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે.આ વખતે પણ લીગ તબક્કામાં દરેક ટીમે 9 મેચ રમવાની છે. પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાવાની છે.