ભારત સામે ગત મહિને રમાયેલ સીરિઝમાં સાઉથ આફ્રિકા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાની આ શાનદાર જીતમાં મહત્વની ભુમિકા ભજવનાર કીગન પીટરસન (Keegan Petersen) ને જાન્યુઆરી મહિના માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ (ICC Player of the Month) માટે પસંદગી થઇ છે. પીટરસનની સાથે તેના અંડર-19 ટીમના સાથી ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસ અને બાંગ્લાદેશના ફાસ્ટ બોલર એબાદત હોસૈનનું નામ પણ નોમિનેટ થયું હતું. જોકે આ બંને ખેલાડીઓને માત આપીને કીગન પીટરસને બાઝી મારી હતી.
સાઉથ આફ્રિકા માટે ભારત સામે હાલમાં જ પુરી થયેલી સ્થાનિક સીરિઝમાં પીટરસને શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પોતાની ટીમને 0-1થી પાછળ રહ્યા બાદ 2-1થી સીરિઝ જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. તેમે સીરિઝમાં સૌથી વધુ રન કરનાર પહેલો ખેલાડી રહ્યો હતો.
🇿🇦 Keegan Petersen
🏴 Heather Knight
🌟 ICC Players of the Month for January 2022#POTM— ICC (@ICC) February 14, 2022
નંબર-3 પર બેટિંગ કરતી વખતે પીટરસને ઘણી શાનદાર ઇનિંગ રમી હતી અને પોતાની ટીમ માટે એક છેડા પર બેટિંગ કરીને રન બનાવતો રહ્યો હતો. પીટરસને અંતિમ બે મેચમાં 61ની એવરેજથી 244 રન કર્યા હતા અને આ સમયે અંતિમ મેચમાં ચોથી ઇનિંગમાં 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગની મદદથી સાઉથ આફ્રિકાએ 7 વિકેટે જીત મેળવી હતી અને સીરિઝ 2-1થી જીતી લીધી હતી.
મહિલા ક્રિકેટની કેટેગરીમાં ઇંગ્લેન્ડ ટીમની સુકાની હીથર નાઇટ (Heather Knight) વિજેતા બની હતી. ઓસ્ટ્રેલિયા સામેની એક માત્ર એશિઝ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં તેણે જબરદસ્ત બેટિંગનું પ્રદર્શન કર્યું હતું અને અણનમ 168 રનની ઇનિંગ રમી હતી. મહિલા ક્રિકેટની વાત કરીએ તો કોઇ પણ મહિલા સુકાની તરીકે આ તેની બીજી સૌથી વધુ રનની ઇનિંગ હતી.
આ ટેસ્ટમાં બંને ઇનિંગમાં તેણે કુલ 216 રન નોંધાવ્યા હતા અને તેની શાનદાર બેટિંગની મદદથી ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને એક માત્ર ટેસ્ટ મેચમાં મજબુત ટક્કર આપી હતી. અંતમાં અંતિમ વિકેટ બચાવીને ઇંગ્લેન્ડ ટીમે આ મેચ ડ્રો કરી હતી.
આ પણ વાંચો : Indian Women’s Cricket Team : ન્યૂઝીલેન્ડમાં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ બદલાયું, કોરોનાના ખતરાને કારણે લેવા પડ્યા પગલાં
આ પણ વાંચો : IPL 2022 Auction: જોફ્રા આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે 8 કરોડમાં કેમ ખરીદ્યો, આકાશ અંબાણીએ જવાબ આપ્યો
Published On - 6:20 pm, Mon, 14 February 22